Happy Birthday Rohit Sharma Team India:  ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્મા વિસ્ફોટક બેટિંગ માટે જાણીતો છે. તેણે અનેક મેચમાં આક્રમક બેટિંગ કરી ટીમને જીત અપાવી છે. જોકે રોહિત શર્મા IPL 2022માં કંઈ ખાસ પ્રદર્શન કરી શક્યો નથી. તેની કેપ્ટનશીપમાં મુંબઇ ઇન્ડિયન્સની ટીમ આ સિઝનમાં પોઈન્ટ ટેબલમાં સૌથી નીચે છે. રોહિતે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ઘણી યાદગાર ઇનિંગ્સ રમી છે. તેના જન્મદિવસ નિમિત્તે જાણો, તેણે ઈંગ્લેન્ડ સામે ટી20 મેચમાં સદી ફટકારી હતી.






વર્ષ 2018માં ટીમ ઈન્ડિયા ઈંગ્લેન્ડના પ્રવાસે ગઈ હતી. અહીં T20 સિરીઝની ત્રીજી મેચ બ્રિસ્ટલમાં રમાઈ હતી. જેમાં પ્રથમ બેટિંગ કરતા ઈંગ્લેન્ડે 20 ઓવરમાં 198 રન બનાવ્યા હતા. જવાબમાં ટીમ ઈન્ડિયા માટે રોહિત શર્મા અને શિખર ધવન ઓપનિંગ કરવા આવ્યા હતા. ધવન માત્ર 5 રનના અંગત સ્કોર પર આઉટ થયો હતો. પરંતુ રોહિત અણનમ પરત ફર્યો. તેણે 56 બોલમાં 11 ચોગ્ગા અને 5 છગ્ગાની મદદથી 100 રન બનાવ્યા હતા. રોહિતની આ ઇનિંગ યાદગાર રહી હતી.


રોહિતની સાથે બાકીના ખેલાડીઓએ પણ સારું પ્રદર્શન કર્યું હતું. હાર્દિક પંડ્યાએ 14 બોલમાં અણનમ 33 રન બનાવ્યા હતા. તેણે પોતાની ઇનિંગમાં 4 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા હતા. જ્યારે વિરાટ કોહલીએ 29 બોલમાં 43 રન ફટકાર્યા હતા. કેએલ રાહુલે 19 રનનું યોગદાન આપ્યું હતું. આ રીતે ભારતીય ટીમે 18.4 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને મેચ જીતી લીધી હતી.


મહીસાગર જિલ્લાનું એવું એક તાલુકા મથક, જ્યાં એસટી બસ સ્ટેન્ડ જ નથી, બસ અને મુસાફરો રોડ પર જ ઉભા રહે છે


પ્રાથમિક શિક્ષકોની જિલ્લા ફેર અને અરસપરસ બદલીને લઈને મહત્વના સમાચાર, જાણો


કપડવંજ સેશન્સ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો, ગેંગરેપ અને હત્યાના કેસમાં ત્રણ આરોપીઓને ફાંસીની સજા ફટકારી


IPLમાં ધૂમ મચાવી રહેલા આ ખેલાડીને તાત્લાલિક ભારતીય ટીમમાં સામેલ કરવા ઈંગ્લેન્ડના દિગ્ગજ ખેલાડીએ કરી માગ