Zimbabwe vs India Shahbaz Ahmed Washington Sundar ODI Series: ભારતે ઝિમ્બાબ્વે સામેની વનડે શ્રેણી માટે ઇજાગ્રસ્ત વોશિંગ્ટન સુંદરના સ્થાને શાહબાઝ અહેમદને ટીમમાં સામેલ કર્યો છે. વોશિંગ્ટન સુંદર ઈજાના કારણે આ શ્રેણીમાંથી બહાર થઈ ગયો છે. શાહબાઝે ઘરેલું મેચોમાં સારું પ્રદર્શન કર્યું છે. તે ઈન્ડિયન પ્રીમિયર લીગમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર તરફથી રમે છે. તેને પ્રથમ વખત ભારતીય ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.






શાહબાઝ ઘરેલું મેચોમાં બંગાળની ટીમ માટે રમે છે. તે ઈન્ડિયા A તરફથી પણ રમી ચૂક્યો છે. પરંતુ હવે પહેલીવાર ભારતીય ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. શાહબાઝ ટીમમાં ઓલરાઉન્ડર તરીકે રમે છે. જો આપણે તેની સ્થાનિક ક્રિકેટ કારકિર્દી પર નજર કરીએ તો તે અસરકારક રહી છે. શાહબાઝે ફર્સ્ટ ક્લાસ મેચોની 29 ઇનિંગ્સમાં 1041 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે એક સદી અને 7 અડધી સદી ફટકારી છે. આ સાથે તેણે 57 વિકેટ પણ લીધી છે.


શાહબાઝે લિસ્ટ Aમાં 26 મેચ રમી છે. આમાં તેણે 662 રન બનાવ્યા છે. આ સાથે તેણે બે સદી અને બે અડધી સદી ફટકારી છે. તેણે આ ફોર્મેટમાં 24 વિકેટ લીધી છે. શાહબાઝે આઈપીએલમાં 29 મેચ રમી છે. જેમાં તેણે 13 વિકેટ લેવાની સાથે 279 રન બનાવ્યા છે.


ભારતીય ટીમ


 કેએલ રાહુલ (કેપ્ટન), શિખર ધવન, રૂતુરાજ ગાયકવાડ, શુભમન ગિલ, દીપક હુડા, રાહુલ ત્રિપાઠી, ઈશાન કિશન, સંજુ સેમસન, શાર્દુલ ઠાકુર, કુલદીપ યાદવ, અક્ષર પટેલ, આવેશ ખાન, પ્રસિદ્ધ કૃષ્ણા, મોહમ્મદ સિરાજ, દીપક ચહર, શાહબાઝ અહેમદ.


 


SBI Utsav FD Scheme: SBI એ આઝાદીના અમૃત મહોત્સવ પર ફિક્સ્ડ ડિપોઝિટ સ્કીમ શરૂ કરી, જાણો આ સ્કીમમાં શું છે ખાસ


FIR On Rahul Jain: બોલીવુડ સિંગર રાહુલ જૈન પર કોસ્ચ્યુમ સ્ટાઇલિસ્ટે લગાવ્યો બળાત્કારનો આરોપ, પીડિતાએ કહ્યું, ઘરે બોલાવીને …


SURAT : વાવ્યા ખાડી પરનો ચાર તાલુકાને જોડતો લો-લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ, વાહનચાલકોએ 30 કિમી ફરીને જવું પડે છે


Ganeshotsav 2022 : અમદાવાદ પોલીસ કમિશ્નરે મૂર્તિની સ્થાપના અને વિસર્જન અંગે બહાર પાડ્યું જાહેરનામું, જાણી લો આ પ્રતિબંધો