શોધખોળ કરો

પ્રથમ ટેસ્ટ રમી રહેલા આ ભારતીય ખેલાડીએ છગ્ગો મારીને ખોલાવ્યું ખાતું અને આ જ અંદાજમાં પૂરી કરી ફિફ્ટી

શાર્દુલ ઠાકુરે બેટિંગમાં ઉતરતાં બીજા જ બોલે છગ્ગો ફટકારીને ખાતું ખોલાવ્યું હતું. તેની આ સ્ટાઇલથી ઓસ્ટ્રેલિયન ટીમના ખેલાડીઓ પણ ચોંકી ગયા હતા. જે બાદ તેણે ફિફ્ટી પણ છગ્ગો ઠોકીને પૂરી કરી હતી.

બ્રિસ્બેનઃ ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઇ રહેલી ચોથી ટેસ્ટના ત્રીજા દિવસે ભારતે 6 વિકેટના નુકસાન પર 304 રન બનાવી લીધા છે. બંને ડેબ્યૂમેન શાર્દુલ ઠાકુર 64 અને વોશિંગ્ટન સુંદર 53 રને રમતમાં છે. શાર્દુલ ઠાકુરે બેટિંગમાં ઉતરતાં બીજા જ બોલે છગ્ગો ફટકારીને ખાતું ખોલાવ્યું હતું. તેની આ સ્ટાઇલથી ઓસ્ટ્રેલિયન ટીમના ખેલાડીઓ પણ ચોંકી ગયા હતા. જે બાદ તેણે ફિફ્ટી પણ છગ્ગો ઠોકીને પૂરી કરી હતી. એક સમયે ભારતનો સ્કોર 6 વિકેટના નુકસાન પર 186 રન થઈ ગયો હતો અને અહીંયાથી ભારત વધારે લાંબુ નહીં ખેંચે તેમ લાગતું હતું, પરંતુ બંને અહીંથી ઓસ્ટ્રેલિયન બોલર્સને હંફાવ્યા હતા અને ફટકાબાજી શરૂ કરી કરી હતી. જેના કારણે કાંગારુ બોલર્સ અકળાઈ ગયા હતા અને બોડી લાઇન બોલિંગ શરૂ કરી હતી. જેમાં એક વખત શાર્દુલ ઠાકુરને આંગળી પર બોલ વાગ્યો હતો અને તેણે સારવાર લેવી પડી હતી. શાર્દુલ અને સુંદરે સાતમી વિકેટ માટે 100થી વધારે રન ઉમેર્યા છે. જાન્યુઆરી 2019 બાદ ભારતીય બેટ્સમેનોએ સાતમી વિકેટ માટે પ્રથમ વખત આટલી મોટી ભાગીદારી કરી છે.
ઓસ્ટ્રેલિયાના પ્રથમ ઈનિંગમાં 369 રનનો પીછો કરતાં ભારતે બીજા દિવસના અંતે 2 વિકેટ ગુમાવીને 62 રન બનાવ્યા હતા. રોહિત શર્મા 44 અને ગિલ 7 રન બનાવી આઉટ થયા હતા. બીજા દિવસે યજમાન ટીમ પ્રથમ ઈનિંગમાં 369 રન બનાવી ઓલઆઉટ થઈ હતી. માર્નસ લાબુશાનેએ 108 રન, કેપ્ટન પેનીએ 50 રન, કેમરૂન ગ્રીને 47 રન, મેથ્યુ વેડે 45 રનનું યોગદાન આપ્યું હતું. ભારત તરફથી ત્રણેય ડેબ્યૂમેન ટી નટરાજન, શાર્દુલ ઠાકુર અને વોશિંગ્ટન સુંદરને 3-3 સફળતા મળી હતી. મોહમ્મદ સિરાજને 1 વિકેટ મળી હતી. ભારતીય ટીમઃ રોહિત શર્મા, શુભમન ગિલ, ચેતેશ્વર પૂજારા, અજિંક્ય રહાણે, મયંક અગ્રવાલ, રિષભ પંત, વોશિંગ્ટન સુંદર, શાર્દૂલ ઠાકુર, નવદીપ સૈની, મોહમ્મદ સિરાજ અને ટી. નટરાજન ઓસ્ટ્રેલિયાની ટીમ: ડેવિડ વોર્નર, માર્કસ હેરિસ, માર્નસ લબુશેન, સ્ટીવ સ્મિથ, મેથ્યુ વેડ, કેમરુન ગ્રીન, ટિમ પેની, પેટ કમિન્સ, મિચેલ સ્ટાર્ક, નેથન લાયન અને જોશ હેઝલવુડ

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

મિશેલ સ્ટાર્કનો 'ડાબા હાથનો કમાલ', 434 વિકેટ ઝડપી રચી દીધો ઇતિહાસ, આવું કરનારો બન્યો દુનિયાનો પહેલો બોલર
મિશેલ સ્ટાર્કનો 'ડાબા હાથનો કમાલ', 434 વિકેટ ઝડપી રચી દીધો ઇતિહાસ, આવું કરનારો બન્યો દુનિયાનો પહેલો બોલર
આ 2 કારણોને લીધે ગૌતમ ગંભીરની નહીં થાય છૂટ્ટી, જાણો શું છે BCCI નો પ્લાન
આ 2 કારણોને લીધે ગૌતમ ગંભીરની નહીં થાય છૂટ્ટી, જાણો શું છે BCCI નો પ્લાન
WTC 2025-27 ફાઇનલ: ટીમ ઈન્ડિયાએ ફાઇનલમાં પહોંચવા કેટલી મેચ જીતવી પડશે? જાણો ગણિત
WTC 2025-27 ફાઇનલ: ટીમ ઈન્ડિયાએ ફાઇનલમાં પહોંચવા કેટલી મેચ જીતવી પડશે? જાણો ગણિત
ભારત સામેની પહેલી ટેસ્ટ માટે શ્રીલંકાની ટીમ જાહેર, નિસાન્કા બહાર; જાણો કોણ બન્યું કેપ્ટન
ભારત સામેની પહેલી ટેસ્ટ માટે શ્રીલંકાની ટીમ જાહેર, નિસાન્કા બહાર; જાણો કોણ બન્યું કેપ્ટન

વિડિઓઝ

Gujarat Rain Breaking News : ગુજરાતમાં આજે ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
Dwarka Farmers Protest : દ્વારકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની ખેડૂતોની માગ
Hun To Bolish : હું તો બોલીશ : મેડમની માયાજાળ
Hun To Bolish : હું તો બોલીશ : નેશનલ હાઈવે પર ખાડાનો ટોલ ટેક્સ
Gujarat Weather : ગુજરાતમાં ખાબકશે ભારે વરસાદ, એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રીય

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Independence Day 2026: રાજ્યના બે અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ અને 17 અધિકારીઓને મળશે પ્રશંસનીય સેવા મેડલ
Independence Day 2026: રાજ્યના બે અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ અને 17 અધિકારીઓને મળશે પ્રશંસનીય સેવા મેડલ
Gujarat Weather : રાજ્યમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, કયાં વરસશે વરસાદ
Gujarat Weather : રાજ્યમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, કયાં વરસશે વરસાદ
ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર
ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
જાતિ, કોવિડ વેક્સિન...વસ્તી ગણતરીમાં પૂછવામાં આવશે આ 40 પ્રશ્નો, નોટિફિકેશન જાહેર
જાતિ, કોવિડ વેક્સિન...વસ્તી ગણતરીમાં પૂછવામાં આવશે આ 40 પ્રશ્નો, નોટિફિકેશન જાહેર
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 
દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 
Independence Day 2026: શું તમે જાણો છો આપણા દેશની આઝાદી માટે 15મી ઓગસ્ટનો દિવસ જ કેમ પસંદ કરવામાં આવ્યો હતો?
Independence Day 2026: શું તમે જાણો છો આપણા દેશની આઝાદી માટે 15મી ઓગસ્ટનો દિવસ જ કેમ પસંદ કરવામાં આવ્યો હતો?
Embed widget