શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
ટીમને હારથી બચાવવા માટે આ ખેલાડી ઇન્જેક્શન લઇને બેટિંગ કરવા થયો તૈયાર, જાણો શું થઇ છે ઇજા
રિપોર્ટ મળી રહ્યાં છે કે અંગુઠાની ઇજા થવાથી બહાર થઇ ગયેલો જાડેજા પાંચમા દિવસે ભારતને હારથી બચાવવા ઇન્જેક્શન લઇને બેટિંગ કરવા મેદાનમાં ઉતરી શકે છે
![ટીમને હારથી બચાવવા માટે આ ખેલાડી ઇન્જેક્શન લઇને બેટિંગ કરવા થયો તૈયાર, જાણો શું થઇ છે ઇજા india vs australia: ravindra jadeja will play with injection tomorrow ટીમને હારથી બચાવવા માટે આ ખેલાડી ઇન્જેક્શન લઇને બેટિંગ કરવા થયો તૈયાર, જાણો શું થઇ છે ઇજા](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2021/01/10221120/Jadeja-10.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
(ફાઇલ તસવીર)
નવી દિલ્હીઃ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રીજી ટેસ્ટનો આવતીકાલે અંતિમ અને પાંચમો દિવસ છે, ભારતની હાર લગભગ નિશ્ચિત છે, પરંતુ આ બધાની વચ્ચે ખબર છે કે ઇજાગ્રસ્ત રવિન્દ્ર જાડેજા બેટિંગ કરવા મેદાન પર આવી શકે છે. રિપોર્ટ મળી રહ્યાં છે કે અંગુઠાની ઇજા થવાથી બહાર થઇ ગયેલો જાડેજા પાંચમા દિવસે ભારતને હારથી બચાવવા ઇન્જેક્શન લઇને બેટિંગ કરવા મેદાનમાં ઉતરી શકે છે.
ઉલ્લેખનીય છે કે, ભારતને રવિન્દ્ર જાડેજાના રૂપમાં મોટો ફટકો લાગ્યો છે, રિપોર્ટ છે કે જાડેજા આગામી ઇંગ્લેન્ડ સામેની ઘરેલુ સીરીઝમાંથી પણ બહાર થઇ ગયો છે, એટલે કે ઇંગ્લેન્ડ સામેની પ્રથમ બે ટેસ્ટ મેચ જાડેજા ગુમાવશે.
રવિન્દ્ર જાડેજા-
ત્રીજી ટેસ્ટ મેચમાં જાડેજાએ શાનદાર પ્રદર્શન કરનાર ટીમ ઈન્ડિયાના સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાના ડાબા અંગૂઠામાં ફ્રેક્ચરના કારણે બ્રિસબેનમાં 15 જાન્યુઆરીથી રમાનારી સીરિઝની અંતિમ ટેસ્ટમાંથી બહાર થઈ ગયો છે. રવિન્દ્ર જાડેજાના ડાબા હાથના અંગૂઠામાં ડિસ્લોકેશન અને ફ્રેક્ચર છે. તેના માટે બેટિંગ કરવું મુશ્કેલ રહેશે. ઓછામાં ઓછા બેથી ત્રણ અઠવાડિયા રમતથી દૂર રહેશે. તેથી તે અંતિમ ટેસ્ટમાંથી બહાર થઈ ગયો છે. ત્રીજી ટેસ્ટની પ્રથમ ઇનિંગમાં જાડેજાએ અણનમ 28 રન બનાવ્યા હતા. તેણે ઝડપથી રમતા 27 બોલમાં 5 ચોગ્ગા ફટકાર્યા હતા. જ્યારે પ્રથમ ઇનિંગમાં બોલિંગ કરતાં જાડેજાએ સૌથી વધારે ચાર વિકેટ લીધી હતી. તેણે પ્રથમ ઇનિંગમાં 18 ઓવરમાં 62 રન આપીને ચાર વિકેટ લીધી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
દુનિયા
ક્રિકેટ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)