શોધખોળ કરો
Advertisement
IND Vs AUS Live Score Updates: 338 નમાં ઓસ્ટ્રેલિયા ઓલઆઉટ, જાડેજાએ 4 વિકેટ ઝડપી
બીજા દિવસનું પ્રથમ સત્ર કુલ મળીને ભારતના નામે રહ્યું છે. 29.5 ઓવરમાં ટીમ ઇન્ડિયાએ 83 રન પર લાબુશેન સહિત ત્રણ વિકેટ મેળવી છે.
અપડેટ
ટીમ ઇન્ડિયાના બોલરોએ બીજા દિવસે શાનદાર વાપસી કરી છે. ભારતે બીજા દિવસે ઓસ્ટ્રેલિયાની 8 વિકેટ 172 રનમાં લીધી હતી. જોકે સ્ટીવ સ્મિથ પોતાની ટેસ્ટ કારકિર્દીની 27મી સેન્ચુરી ફટકાવામાં સફળ રહ્યો હતો અને તેણે 131 રનની શાનદાર ઇનિંગ રમી હતી. લાબુશેને 91 અને પુકોવસ્કીએ 62 રન બનાવ્યા છે. ભારત તરફથી જાડોજા 62 રન આપીને ચાર વિકેટ લીધી. બુમરાહ-સૈની 2-2 વિકેટ લેવામાં સફળ રહ્યા અને સિરાજને એક વિકેટ મળી હતી.
ભારતને વધુ એક સફળતા મળી છે. સ્ટાર્ક 24 રન બનાવીને સૈનીનો શિકાર થયો છે. સ્ટાર્કેટ 30 બોલમાં 24 રન ફટકાર્યા હતા. ઓસ્ટ્રેલિયાનો સ્કોર 8 વિકેટ પર 310 રન પર પહોંચી ગયો છે. સ્મિથનો સાથ આપવા માટે લિએન ક્રીઝ પર છે.
IND Vs AUS Sydney Test Live Score Updates: સ્મિથ આ સીરીઝમાં પ્રથમ વખત સારા ફોર્મમાં જોવા મળી રહ્યો છે. તેણે પોતાની હાફ સેન્ચુરી પુરી કરી દીધી છે. લાબુશેન જોકે સેન્ચુરી ફટકારવાથી ચૂક્યો છે અને તે 91 રન બનાવીને આઉટ થઈ ગયો છે. ટીમ ઇન્ડિયા પ્રથમ સેશનમાં ત્રણ વિકેટ લેવામાં સફળ રહી છે.
બીજા દિવસનું પ્રથમ સત્ર કુલ મળીને ભારતના નામે રહ્યું છે. 29.5 ઓવરમાં ટીમ ઇન્ડિયાએ 83 રન પર લાબુશેન સહિત ત્રણ વિકેટ મેળવી છે. પ્રથમ સત્રમાં જાડેજાએ લાબુશેન-વેડની વિકિટ લીધી, જ્યારે બુમરાહે ગ્રીનને ખાતું ખોલવાની તક પણ ન આપી. સ્મિથનું ફોર્મમાં આવવું ભારત માટે ચિંતાનો વિષય બની શકે છે. સ્મિથ 76 રન પર રમી રહ્યો છે. ઓસ્ટ્રેલિયાએ લંચ સુધીમાં 5 વિકેટ ગુમાવીને 249 રન બનાવ્યા છે.
લંચ બાદ મેચ શરૂ થતા જ બુમરાહને વધુ એક સફળતા મળી છે. તેણે ટિમ પેનને 1 રન પર બોલ્ડ કર્યો છે. ઓસ્ટ્રેલિયાએ 255 રન પર 6 વિકેટ ગુમાવી દીધી છે.
કેવો રહ્યો પ્રથમ દિવસ
પ્રથમ દિવસે ઓસ્ટ્રેલિયાએ મેચમાં ટોસ જીતીને ઓસ્ટ્રેલિયાએ પ્રથમ બેટિંગ કરવાનો ફેંસલો લીધો હતો. પ્રથમ દિવસના અંતે યજમાન ટીમે 2 વિકેટ ગુમાવીને 166 રન બનાવ્યા હતા. વરસાદના કારણે આજે માત્ર 55 ઓવરની જ રમત શક્ય બની હતી. પ્રથમ દિવસના અંતે લાબુશાને 67 અને સ્ટીવ સ્મિથ 31 રને રમતમાં હતા. આ પહેલા ડેબ્યૂ મેન પુકોવસ્કીએ 67 રનની શાનદાર ઈનિંગ રમી હતી. આઉટ થતાં પહેલા તેણે લાબુશાને સાથે મળી બીજી વિકેટની 100 રનની ભાગીદારી કરી હતી. વોર્નર માત્ર 5 રન બનાવી શક્યો હતો. ઓસ્ટ્રેલિયા તરફથી વિલ પુકોવસ્કી અને ભારત તરફથી નવદીપ સૈનીએ ટેસ્ટ ડેબ્યૂ કર્યુ હતો.
ભારતીય ટીમ
શુબમન ગિલ, રોહિત શર્મા, ચેતેશ્વર પુજારા, અજિંક્ય રહાણે, હનુમા વિહારી, રવિન્દ્ર જાડેજા, રિષભ પંત, રવિચંદ્રન અશ્વિન, મોહમ્મદ સિરાજ, જસપ્રીત બુમરાહ, નવદીપ સૈની
ઓસ્ટ્રેલિયાની ટીમ
ડેવિડ વોર્નર, વિલ પુકોવસ્કી, માર્નસ લબુશેન, સ્ટીવ સ્મિથ, મેથ્યુ વેડ, કેમરૂન ગ્રીન, ટિમ પેની, પેટ કમિન્સ, મિચેલ સ્ટાર્ક, નાથન લાયન અને જોશ હેઝલવુડ
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
દેશ
દુનિયા
Advertisement
gujarati.abplive.com
Opinion