શોધખોળ કરો

IND vs ENG: જેકબ બેથેલના તોફાનમાં તણાયું ભારત, બીજી T20માં ઈંગ્લેન્ડનો 4 વિકેટે શાનદાર વિજય

India vs England T20 highlights: ડેબ્યૂ મેચમાં વૈભવ સૂર્યવંશી ફ્લોપ રહ્યો, જ્યારે રવિ બિશ્નોઈની એક જ ઓવરમાં 29 રન ઝૂડાઈ જતાં મેચ હાથમાંથી સરકી ગઈ.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ભારત ઈંગ્લેન્ડ સામે ૪ વિકેટે મેચ હાર્યું, બેથેલ ચમક્યો.
  • રવિ બિશ્નોઈની મોંઘી ઓવરે મેચ ભારત પાસેથી છીનવી લીધી.
  • ઈશાન કિશનની ધીમી બેટિંગે ભારતની રનગતિ ઓછી કરી.

India vs England T20 highlights: માન્ચેસ્ટરમાં રમાયેલી ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની બીજી T20 મેચમાં ટીમ ઈન્ડિયાને 4 વિકેટે હારનો સામનો કરવો પડ્યો છે. ભારતે પ્રથમ બેટિંગ કરતા 190 રનનો મજબૂત સ્કોર ઊભો કર્યો હતો, પરંતુ ઈંગ્લેન્ડના યુવા બેટ્સમેન જેકબ બેથેલે એકલા હાથે તોફાની અડધી સદી ફટકારીને ભારત પાસેથી મેચ છીનવી લીધી. ભારતીય બોલરો બેથેલના વાવાઝોડા સામે ટકી શક્યા નહીં અને ઈંગ્લેન્ડે છેલ્લી ઓવરમાં રોમાંચક રીતે આ મેચ પોતાના નામે કરી લીધી.

બેથેલની મેચવિનિંગ ઈનિંગ અને બિશ્નોઈની ખર્ચાળ ઓવર

ભારતીય ફાસ્ટ બોલર અર્શદીપ સિંહે પહેલી જ ઓવરમાં જોસ બટલર અને ફિલ સોલ્ટને આઉટ કરીને ભારતને શાનદાર શરૂઆત અપાવી હતી. ત્યારબાદ જેકબ બેથેલ મેદાનમાં આવ્યો હતો. એક સમયે બેથેલ 33 બોલમાં 37 રન પર રમી રહ્યો હતો, પરંતુ પછી તેણે અચાનક ગિયર બદલ્યો અને છેલ્લા 13 બોલમાં 39 રન ઝૂડી કાઢ્યા. તેણે 46 બોલમાં 5 ચોગ્ગા અને 5 છગ્ગાની મદદથી 76 રનની મેચવિનિંગ ઈનિંગ રમી.

ઈંગ્લેન્ડને છેલ્લી 5 ઓવરમાં જીતવા માટે 49 રનની જરૂર હતી અને ભારત પાસે વાપસી કરવાની તક હતી. પરંતુ 16મી ઓવર નાખવા આવેલા રવિ બિશ્નોઈએ 2 નો-બોલ સાથે કુલ 9 બોલ ફેંક્યા અને 3 છગ્ગા તથા 1 ચોગ્ગા સાથે 29 રન લૂંટાવી દીધા. અહીંથી જ મેચ ભારતની પકડમાંથી સંપૂર્ણપણે સરકી ગઈ.

આ પણ વાંચોઃ પહેલી જ મેચમાં વૈભવ સૂર્યવંશી ફ્લોપ, છતાં 3 મોટા રેકોર્ડ તોડીને રચ્યો ઇતિહાસ

વૈભવનું ઐતિહાસિક ડેબ્યૂ અને ઈશાન કિશનની ધીમી બેટિંગ

આ મેચમાં 15 વર્ષ અને 99 દિવસની ઉંમરે વૈભવ સૂર્યવંશીએ પોતાનું ઈન્ટરનેશનલ ડેબ્યૂ કર્યું. આ સાથે જ તે ભારત માટે ડેબ્યૂ કરનાર સૌથી નાની ઉંમરનો ક્રિકેટર બની ગયો છે. જોકે, સંજુ સેમસનની જગ્યાએ રમનાર વૈભવ પોતાની પહેલી મેચમાં 10 બોલમાં માત્ર 14 રન બનાવીને આઉટ થઈ ગયો હતો.

બીજી તરફ, ઈશાન કિશને 49 રન બનાવ્યા, પરંતુ તેણે તે માટે 40 બોલ રમ્યા. તે ક્રીઝ પર સેટ થઈ ગયો હતો, છતાં તેની આ ધીમી ઈનિંગના કારણે 14મી ઓવર પછી ભારતની રનની ગતિ ધીમી પડી ગઈ. આગામી 4 ઓવરમાં ટીમ માત્ર 24 રન જ બનાવી શકી. આ ધીમી બેટિંગ જ ભારત 200 રનનો આંકડો પાર ન કરી શકવાનું મુખ્ય કારણ બની.

આ પણ વાંચોઃ ભારત vs ઈંગ્લેન્ડ 1st T20I: ભારતે ટોસ જીતીને બેટિંગ પસંદ કરી, 15 વર્ષીય વૈભવ સૂર્યવંશીને ન મળી તક

બોલરોના નામે નોંધાયો શરમજનક રેકોર્ડ

આ મેચમાં ભારતીય બોલિંગનું પ્રદર્શન ઘણું નિરાશાજનક રહ્યું. અર્શદીપ સિંહ અને રવિ બિશ્નોઈના નામે એક અનિચ્છનીય રેકોર્ડ નોંધાઈ ગયો છે. અર્શદીપે પોતાની એક ઓવરમાં 27 રન આપ્યા, જ્યારે રવિ બિશ્નોઈએ એક ઓવરમાં 29 રન લૂંટાવ્યા. આ સાથે જ તેઓ T20 મેચમાં એક જ ઓવરમાં સૌથી વધુ રન આપનારા બોલરોની યાદીમાં સામેલ થઈ ગયા છે.

Frequently Asked Questions

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની બીજી T20 મેચ કોણ જીત્યું?

ઈંગ્લેન્ડે રોમાંચક મેચમાં ભારતને 4 વિકેટે હરાવ્યું. ભારતે પ્રથમ બેટિંગ કરતા 190 રન બનાવ્યા હતા, પરંતુ ઈંગ્લેન્ડે છેલ્લી ઓવરમાં લક્ષ્ય હાંસલ કરી લીધું.

ઈંગ્લેન્ડની જીતનો હીરો કોણ હતો?

જેકબ બેથેલે 46 બોલમાં 5 ચોગ્ગા અને 5 છગ્ગા સાથે 76 રનની મેચવિનિંગ ઈનિંગ રમી, જે ઈંગ્લેન્ડની જીતનું મુખ્ય કારણ બની.

આ મેચમાં ભારત માટે કયા ખેલાડીએ ડેબ્યૂ કર્યું?

15 વર્ષ અને 99 દિવસની ઉંમરે વૈભવ સૂર્યવંશીએ પોતાનું ઇન્ટરનેશનલ ડેબ્યૂ કર્યું. તે ભારત માટે ડેબ્યૂ કરનાર સૌથી નાની ઉંમરનો ક્રિકેટર બન્યો.

ભારતની હારનું મુખ્ય કારણ શું હતું?

રવિ બિશ્નોઈએ 16મી ઓવરમાં 29 રન લૂંટાવ્યા, જે મેચનો ટર્નિંગ પોઈન્ટ સાબિત થયો. ઈશાન કિશનની ધીમી બેટિંગને કારણે ભારત 200 રનનો આંકડો પાર કરી શક્યું ન હતું.

ટોપ સ્ટોરી

India A vs Nepal: ભારતે નેપાળને 306 રનથી હરાવ્યું, બનાવ્યો રેકોર્ડ, 26 રનમાં સમેટાઈ ટીમ
India A vs Nepal: ભારતે નેપાળને 306 રનથી હરાવ્યું, બનાવ્યો રેકોર્ડ, 26 રનમાં સમેટાઈ ટીમ
IND vs NZ 1st Test Day 2 Highlights: પ્રથમ ટેસ્ટમાં ભારતની સ્થિતિ મજબૂત, રાહુલ-જયસ્વાલની અડધી સદી
IND vs NZ 1st Test Day 2 Highlights: પ્રથમ ટેસ્ટમાં ભારતની સ્થિતિ મજબૂત, રાહુલ-જયસ્વાલની અડધી સદી
IND vs NZ 1st Test Day 2: ન્યૂઝીલેન્ડે પ્રથમ ઈનિંગમાં બનાવ્યા 368 રન, હેનરી નિકોલ્સે ફટકાર્યા 175 રન
IND vs NZ 1st Test Day 2: ન્યૂઝીલેન્ડે પ્રથમ ઈનિંગમાં બનાવ્યા 368 રન, હેનરી નિકોલ્સે ફટકાર્યા 175 રન
યુઝર્વેન્દ્ર ચહલે રચ્યો ઈતિહાસ, ટી-20માં 400 વિકેટ ઝડપનાર પ્રથમ ભારતીય બોલર બન્યો
યુઝર્વેન્દ્ર ચહલે રચ્યો ઈતિહાસ, ટી-20માં 400 વિકેટ ઝડપનાર પ્રથમ ભારતીય બોલર બન્યો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બસ આટલું જ બાકી હતું
Hun To Bolish : હું તો બોલીશ : થપ્પડીયો ધારાસભ્ય
Diljit Dosanjh Concert Row: અમદાવાદમાં દિલજીત દોસાંજના કોન્સર્ટ પહેલાં વિવાદ, 4 ગીતો સામે ફરિયાદ
DyCM Harsh Sanghavi: ગુજરાતમાં 1 ડિસેમ્બરથી ડ્રગ્સ વિરુદ્ધ મહાઅભિયાન, હર્ષ સંઘવીની મોટી જાહેરાત
Motor Vehicle Rules 2026: રાજ્ય સરકારનો મોટો નિર્ણય! હવે વાહનો પર નહીં લખી શકાય જાતિસૂચક લખાણ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બોટાદની જવાહર નવોદય વિદ્યાલય ખાલી! એક પણ વિદ્યાર્થી નહિ, ઝેરી ધૂમાડાથી 30 વિદ્યાર્થીની તબિયત લથડી
બોટાદની જવાહર નવોદય વિદ્યાલય ખાલી! એક પણ વિદ્યાર્થી નહિ, ઝેરી ધૂમાડાથી 30 વિદ્યાર્થીની તબિયત લથડી
Diljit Dosanjh: અમદાવાદમાં દિલજીત દોસાંજના કોન્સર્ટ પહેલા વિવાદ, ચંડીગઢના પ્રોફેસરની 4 ગીતો સામે ફરિયાદ
Diljit Dosanjh: અમદાવાદમાં દિલજીત દોસાંજના કોન્સર્ટ પહેલા વિવાદ, ચંડીગઢના પ્રોફેસરની 4 ગીતો સામે ફરિયાદ
Demolition: અમદાવાદના સરખેજમાં 1100 મીટરનો ટીપી રૉડ દબાણમુક્ત, 24 બાંધકામો પર ફરી વળ્યું AMCનું બુલડૉઝર
Demolition: અમદાવાદના સરખેજમાં 1100 મીટરનો ટીપી રૉડ દબાણમુક્ત, 24 બાંધકામો પર ફરી વળ્યું AMCનું બુલડૉઝર
Congress: 2027ની ચૂંટણી પહેલાં ગુજરાત કોંગ્રેસ સક્રિય, અમદાવાદમાં અમિત ચાવડા અને જગદીશ ઠાકોરની હાજરીમાં બેઠક
Congress: 2027ની ચૂંટણી પહેલાં ગુજરાત કોંગ્રેસ સક્રિય, અમદાવાદમાં અમિત ચાવડા અને જગદીશ ઠાકોરની હાજરીમાં બેઠક
રાજ્ય સરકારનો મોટો નિર્ણય! હવે વાહનો પર નહીં લખી શકાય જાતિસૂચક લખાણ
રાજ્ય સરકારનો મોટો નિર્ણય! હવે વાહનો પર નહીં લખી શકાય જાતિસૂચક લખાણ
Accident: પૂર્વાંચલ એક્સપ્રેસ હાઇવે પર ગમખ્વાર અકસ્માત, ટ્રક પાછળ એમ્બ્યુલન્સ ઘૂસી જતાં 5નાં મૃત્યુ
Accident: પૂર્વાંચલ એક્સપ્રેસ હાઇવે પર ગમખ્વાર અકસ્માત, ટ્રક પાછળ એમ્બ્યુલન્સ ઘૂસી જતાં 5નાં મૃત્યુ
Peru Earthquake: પેરુમાં ભૂકંપના જોરદાર આંચકા, 6.8ની તીવ્રતાનો ભૂકંપ, જાણો શું છે સ્થિતિ
Peru Earthquake: પેરુમાં ભૂકંપના જોરદાર આંચકા, 6.8ની તીવ્રતાનો ભૂકંપ, જાણો શું છે સ્થિતિ
Weather: અકવાન વાવાઝોડાને લઇને દેશના આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ
Weather: અકવાન વાવાઝોડાને લઇને દેશના આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ
Embed widget