શોધખોળ કરો

IND v ENG: બુધવારથી ટી-20 મેચના રીફંડની પ્રક્રિયા શરૂ થશે, જાણો કેટલા દિવસમાં મળશે રીફંડ

જી.સી.એ. દ્વારા રીફંડની પ્રક્રિયા માર્ચ 17, 2021ના રોજ શરૂ કરવામાં આવશે અને માર્ચ 22, 2021ના રોજ પૂર્ણ કરવામાં આવશે.

અમદાવાદ: ગુજરાત ક્રિકેટ એસોસિએશન (જી.સી.એ.) દ્વારા બોર્ડ ઓફ કન્ટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયા (બી.સી.સી.આઇ.) સાથે પરામર્શ કરીને ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર માર્ચ 16, 18 અને 20 ના રોજ રમાનારી ટી-20 ઇન્ટરનેશનલ મેચ માટે બૂક કરવામાં આવેલી ટિકિટનું રીફંડ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. કોરોનાના વધતા કેસોને કારણે પ્રેક્ષકો વગર આ મેચ રમાડવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

ગુજરાત ક્રિકેટ એસોસિએશનના ઉપપ્રમુખ ધનરાજ નથવાણીએ જણાવ્યું કે, “જી.સી.એ. દ્વારા રીફંડની પ્રક્રિયા માર્ચ 17, 2021ના રોજ શરૂ કરવામાં આવશે અને માર્ચ 22, 2021ના રોજ પૂર્ણ કરવામાં આવશે. ઓનલાઇન અથવા ઓફલાઇન બૂક કરવામાં આવેલી તમામ ટિકિટનું રીફંડ આપવામાં આવશે.”

રીફંડની પ્રક્રિયા નીચે મુજબ રહેશેઃ

  1. ઓનલાઇન બૂક કરવામાં આવેલી ટિકિટ માટેઃ ઓનલાઇન બૂક કરવામાં આવેલી ટિકિટની મૂળ કિંમત (ફેસ વેલ્યુ) જે એકાઉન્ટ અને જે મોડથી ટિકિટ ખરીદવામાં આવી હશે તે પ્રમાણે રીફંડ કરવામાં આવશે.

રીફંડ પ્રક્રિયા માર્ચ 17, 2021ના રોજ બપોરે 3.00 શરૂ થશે અને માર્ચ 22, 2021 ના રોજ સાંજે 4.00 વાગ્યા સુધીમાં પૂર્ણ કરવામાં આવશે.

  1. ઓફલાઇન બૂક કરવામાં આવેલી ટિકિટ માટેઃ ઓફલાઇન મોડથી બૂક કરવામાં આવેલી ટિકિટના રીફંડની પ્રક્રિયા માર્ચ 18, 2021થી માર્ચ 22, 2021 સુધી સવારે 10.00 વાગ્યાથી સાંજના 4.00 વાગ્યા સુધી કરવામાં આવશે. ઓફલાઇન બૂક કરવામાં આવેલી ટિકિટનું રિફંડ અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગેટ નંબર 1 પર આવેલી બોક્સ ઓફિસમાંથી આપવામાં આવશે.

ઓફલાઇન મોડથી બૂક કરવામાં આવેલી ટિકિટનું રીફંડ તેની છાપેલી કિંમત (ફેસ વેલ્યુ) મુજબ જેન્યુઇન/ઓરિજનલ ટિકિટ અને રીફંડ લેનાર વ્યક્તિનું ફોટો સાથેનું માન્ય ઓળખપત્ર રજૂ કરવાથી આપવામાં આવશે. ફિઝકલ ટિકિટની ચકાસણી ટિકિટ પર આવેલા સિક્યોરીટી ફિચર્સને આધારે કરવામાં આવશે.

  1. કોમ્પ્લીમેન્ટરી ટિકિટ માટે રીફંડ લાગુ પડશે નહીં.

નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગેટ નંબર 1 પર આવેલી બોક્સ ઓફિસ પર કોવિડ-19 માર્ગદર્શિકાઓ જેવી કે સોશ્યલ ડિસ્ટન્સિંગ, માસ્ક અને સેનેટાઇઝેશનનું સખ્તાઇથી પાલન કરવામાં આવશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

શ્રેયસ અય્યર સહિત બહાર થશે 14 ખેલાડીઓ, જાણો ક્યારે રમાશે ભારતની આગામી સિરીઝ?
શ્રેયસ અય્યર સહિત બહાર થશે 14 ખેલાડીઓ, જાણો ક્યારે રમાશે ભારતની આગામી સિરીઝ?
શ્રીલંકા પ્રવાસ માટે આ દિવસે જાહેર થશે ટીમ ઈન્ડિયા: 5 સ્ટાર ખેલાડી આઉટ, નવા ચહેરાઓને ચાન્સ
શ્રીલંકા પ્રવાસ માટે આ દિવસે જાહેર થશે ટીમ ઈન્ડિયા: 5 સ્ટાર ખેલાડી આઉટ, નવા ચહેરાઓને ચાન્સ
પહેલા રન-આઉટ, હવે કેચ: ઈશાન કિશનનું ધ્યાન ક્યાં છે? 24 કલાકમાં કરી બીજી મોટી ભૂલ
પહેલા રન-આઉટ, હવે કેચ: ઈશાન કિશનનું ધ્યાન ક્યાં છે? 24 કલાકમાં કરી બીજી મોટી ભૂલ
વૈભવ સૂર્યવંશીએ ત્રીજી T20 માં મચાવી ધમાલ, સદી ચૂક્યો પરંતુ રચી દીધો નવો ઈતિહાસ
વૈભવ સૂર્યવંશીએ ત્રીજી T20 માં મચાવી ધમાલ, સદી ચૂક્યો પરંતુ રચી દીધો નવો ઈતિહાસ

વિડિઓઝ

PM Modi : પેપરલીકની ઘટના રોકવા કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય
Hakabha Gadhvi Accident : હકાભા ગઢવીની કાર પાણીમાં ખાબકી, હકાભાનો બચાવ
Ambalal Patel Prediction : બંગાળની ખાડીમાં ડિપડિપ્રેશન, ક્યાં આવશે પૂર?
Gujarat Rain Alert : 11 જિલ્લામાં ભારે વરસાદની આગાહી
Ahmedabad Water Logging : વહેલી સવારે અમદાવાદમાં ધોધમાર વરસાદ, રસ્તા પાણીમાં 'ગરકાવ'

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rajkot:  દુબઈથી મુંબઈ જતી ફ્લાઈટમાં આગની આશંકાથી હડકંપ, રાજકોટ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ
Rajkot:  દુબઈથી મુંબઈ જતી ફ્લાઈટમાં આગની આશંકાથી હડકંપ, રાજકોટ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, રાજ્યમાં આ દિવસે વરસશે ભારે વરસાદ
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, રાજ્યમાં આ દિવસે વરસશે ભારે વરસાદ
Ahmedabad Rain: મહેમદાવાદના કુણા ગામમાં ભારે વરસાદથી તારાજી, હજારો વીઘા જમીન પાણીમાં ગરકાવ
Ahmedabad Rain: મહેમદાવાદના કુણા ગામમાં ભારે વરસાદથી તારાજી, હજારો વીઘા જમીન પાણીમાં ગરકાવ
8th Pay Commission: કર્મચારીઓ અને પેન્શનર્સ માટે 5 મોટા અપડેટ, પગારથી લઈ પેન્શન જાણો શું-શું બદલાશે?
8th Pay Commission: કર્મચારીઓ અને પેન્શનર્સ માટે 5 મોટા અપડેટ, પગારથી લઈ પેન્શન જાણો શું-શું બદલાશે?
પાલનપુરમાં ધોધમાર વરસાદ, મુખ્ય માર્ગો અને સરકારી કચેરીઓ પાણીમાં ગરકાવ
પાલનપુરમાં ધોધમાર વરસાદ, મુખ્ય માર્ગો અને સરકારી કચેરીઓ પાણીમાં ગરકાવ
સુરત પૂર: 8000થી વધુ કારો બંધ! દિવાળી સુધી કાર વગર ફરવું પડે તેવી સ્થિતિ, વાંચો રિપોર્ટ
સુરત પૂર: 8000થી વધુ કારો બંધ! દિવાળી સુધી કાર વગર ફરવું પડે તેવી સ્થિતિ, વાંચો રિપોર્ટ
લોકસભામાં પેપર લીક અંગેનું બિલ રજૂ, રિજિજૂએ કહ્યું- જે MP ચર્ચા નથી ઈચ્છતા, તેમની સામે લેવાશે એક્શન
લોકસભામાં પેપર લીક અંગેનું બિલ રજૂ, રિજિજૂએ કહ્યું- જે MP ચર્ચા નથી ઈચ્છતા, તેમની સામે લેવાશે એક્શન
Ahmedabad Rain: અમદાવાદમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ, રસ્તા પર ભરાયા પાણી
Ahmedabad Rain: અમદાવાદમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ, રસ્તા પર ભરાયા પાણી
Embed widget