કિંગ્સ્ટન ઓવલઃ ભારત અને વિન્ડિઝ વચ્ચે 6 ફેબ્રુઆરીથી ત્રણ વન ડે મેચની શ્રેણીનો પ્રારંભ થશે. 6 ફેબ્રુઆરી, 9 ફેબ્રુઆરી અને 11 ફેબ્રુઆરીએ ભારત અને વિન્ડિઝ વચ્ચે ત્રણ વન ડે મેચની વન ડે શ્રેણી રમાશે.
દક્ષિણ આફ્રિકા સામેની ટેસ્ટ તથા વન ડે સીરિઝની હારના કારણે ભારતીય ક્રિકેટ ચાહકો નિરાશ થયા હતા પણ આ સીરિઝમાં ભારત રોહિત શર્માની કેપ્ટન્સીમાં ઉતરશે અને પૂરી તાકાત સાથે ઉતરશે તેથી ક્રિકેટ ચાહકો આ સીરિઝની મજા માણવા આતુર છે. આ શ્રેણીની તમામ મેચો અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે તેથી ગુજરાતના ક્રિકેટ ચાહકો માટે તો સીરિઝનો આનંદ બેવડાઈ જશે.
ભારત અને વિન્ડિઝ વચ્ચેની વન ડે શ્રેણીનું પ્રસારણ ક્યાં અને કેટલા વાગ્યાથી થશે તે જાણવા ક્રિકેટ ચાહતો આતુર છે. ભારત અને વિન્ડિઝ વચ્ચેની વન ડે શ્રેણીનું પ્રસારણ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પર બપોરે 1 વાગ્યાથી શરૂ થશે. મેચ બપોરે 2.30 કલાકે શરૂ થશે. ભારત અને વિન્ડિઝ વચ્ચેની વન ડે શ્રેણીનું ડીઝની પ્લસ હોટસ્ટાર એપ પર પણ લાઈવ સ્ટ્રીમિંગ થશે તથી ક્રિકેટ ચાહકો ત્યાં પણ મેચની મજા માણી શકશે.
ભારત અને વિન્ડિઝ વચ્ચે 16 ફેબ્રુઆરીથી ત્રણ ટી-20 મેચની શ્રેણીનો પણ પ્રારંભ થશે. પહેલી મેચ 16 ફેબ્રુઆરીએ રમાયા પછી 18 ફેબ્રુઆરી અને 20 ફેબ્રુઆરીએ બાકીની બે ટી-20 મેચ રમાશે. ત્રણેય ટી-20 કોલકાતાના ઈડન ગાર્ડન સ્ટેડિયમમાં રમાશે.
અગાઉ વિન્ડિઝની પસંદગી સમિતિએ ભારત પ્રવાસ માટેની વન ડે ટીમની જાહેરાત કરી હતી. આ વન ડે ટીમમાં સામેલ 11 ખેલાડીઓને ટી-20 શ્રેણી માટેની ટીમમાં પણ સમાવવામાં આવ્યા છે. તાજેતરમાં વિન્ડિઝના મીડિયામાં વાઈરલ બનેલી વોઈસ ટેપમાં પોલાર્ડે કથિત રીતે જે ખેલાડીને ટાર્ગેટ બનાવ્યો હોવાનું મનાય છે તે ઓડેન સ્મિથે પણ ટીમમાં તેનું સ્થાન જાળવી રાખ્યું હતુ. ઈંગ્લેન્ડ સામેની શ્રેણીમાં પ્રભાવ પાડનારા રોવમાન પોવેલ અને હોસૈનને વિન્ડિઝની ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે.
આ પણ વાંચો-----
Medical Science And Infertility: લગ્નના વર્ષો બાદ પણ નથી કરી શકતા કંસીવ તો આ ટેકનિક કારગર છે
Health Tips: વધતી ઉંમરના લક્ષણોને રોકે છે આ 4 વસ્તુઓ, હંમેશા રહેશો યંગ, આ રીતે કરો સેવન
પાટણઃ ગીતા રબારીના શૂટિંગમાં સોશિયલ ડિસ્ટન્સિંગના ભંગ બદલ ફરિયાદ દાખલ
Government Jobs: રેલ્વેમાં આ જગ્યાઓ માટે ભરતી બહાર પડી, જાણો અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે....