નવી દિલ્હીઃ ભારતીય ટીમના યુવા ઓપનર બેટ્સમેન શુભમન ગિલ અત્યારે જબરદસ્ત ફોર્મમાં છે. વેસ્ટ ઇન્ડિઝમાં વનડે સીરીઝમાં ધમાકેદાર બેટિંગ બાદ આ ફોર્મને તેને ઝિમ્બ્બાવે સામે પણ યથાવત રાખ્યુ હતુ, જોકે, ગિલની બેટિંગનુ તોફાને હવે ઇંગ્લેન્ડમાં પણ જોવા મળી રહ્યું છે. તેને 6 વનડેમાં 3 ફિફ્ટી અને 1 સદી ફટકારી હતી. એટલુ જ નહીં તે પ્લેયર ઓફ સીરીઝ પણ બન્યો હતો. હવે. ગિલે આ ફોર્મથી ઇંગ્લેન્ડમાં બૉલરોની ધુલાઇ કરી દીધી છે.
ગિલે અહીં ગ્લેમૉર્ગન માટે પોતાની ડેબ્યૂ મેચ રમી હતી, ગિલે અહીં ફરી એકવાર શાનદાર બેટિંગ સાથે ફિફ્ટી લગાવી. તેને કાઉન્ટી ચેમ્પીયનશીપના ડિવીઝન ટૂની એક મેચમાં વૉરરેસ્ટરશાયર વિરુદ્ધ આ ફિફ્ટી ફટાકરી છે.
શુભમન ગિલ ચોગ્ગા ફટકારનીને પોતાની ફિફ્ટી પુરી કરી હતી. શુભમન ગિલ 87 બૉલ રમ્યા અને 6 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી અર્ધશતક પુરુ કર્યુ હતુ. ગિલ ચાર દિવસીય મેચમાં પહેલી ઇનિંગમાં ત્રીજા નંબર પર બેટિંગ કરવા આવ્યો હતો.
આ પણ વાંચો...........
PAK vs AFG: મેચ બાદ સ્ટેડિયમમાં ખુરશીઓ ઉડી, અફઘાનોએ પાકિસ્તાનીઓને ફટકાર્યા, જુઓ ખાસ વીડિયો
ICC T20 Rankings: બાબર આઝમનો 'તાજ' છીનવાયો, મોહમ્મદ રિઝવાન બન્યો નંબર વન બેટ્સમેન
PAK vs AFG: મેચ બાદ સ્ટેડિયમમાં ખુરશીઓ ઉડી, અફઘાનોએ પાકિસ્તાનીઓને ફટકાર્યા, જુઓ ખાસ વીડિયો