Wasim Jaffer May Join BCB: ભારતના પાડોશી દેશ બાંગ્લાદેશમાં ક્રિકેટને ફરીથી બેઠી કરવા માટે બીસીબીએ ખાસ આયોજન કર્યુ છે. ભારત માટે 31 ટેસ્ટ મેચોમાં 34.10 ની એવરેજથી પાંચ સદી સાથે 1944 રન બનાવી ચૂકેલા પૂર્વ ભારતીય બેટ્સમેન વસીમ જાફરે (Wasim Jaffer) ખાસ ઓફર મળી છે. રિપોર્ટ છે કે હવે વસીમ જાફર બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડના ગેમ ડેવલપમેન્ટ વિન્ગનો ભાગ બનવા જઇ રહ્યો છે. બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડનો ભાગ બન્યા બાદ તે યુવા ખેલાડીઓની રમતમાં સુધારો કરવાની સાથે જ બોર્ડના હાઇ પરફોર્મન્સ પર પોતાનુ ધ્યાન કેન્દ્રિત કરશે.
ESPNcricinfo પાસેથી મળેલી જાણકારી અનુસાર, વસીમ જાફરને બાંગ્લાદેશના અંડર-19ની મેન્સ ટીમને મજબૂત બનાવવા પર કામ કરવાનુ રહેશે. આ દરમિયાન તે બાંગ્લાદેશના યુવા બેટ્સમેનોની રમતના કૌશલ્યને નિખારવા માટે કામ કરશે. આ ઉપરાંત જ્યાં પણ તેમની આવશ્યકતા રહેશે તે તેમાં સુધારો કરતો દેખાશે.
પહેલા પણ કરી ચૂક્યા છે બાંગ્લાદેશની ટીમ સાથે કામ -
આ પહેલા વસીમ જાફરે 2019માં મીરપુરમાં બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડની એકેડેમીમાં એક બેટિંગ સલાહકાર તરીકે કામ કર્યુ છે.તે દરમિયાન તે બાંગ્લાદેશના ક્રિકેટરની એજ ગૃપ અંડર-16માંથી અંડર-19 ક્રિકેટ ટીમની સાથે કામ કરી રહ્યો હતો.તેને બાંગ્લાદેશની મુખ્ય ટીમની સાથે સલાહકાર તરીકે પણ કામ કર્યુ હતુ. જાફરે 2018-19 માં અબાહાની લિમીટેડ માટે ઢાકા પ્રીમિયમ લીગમાં ભાગ લીધો હતો.
આ પણ વાંચો.....
રાશિદ ખાનનો ખુલાસોઃ આ ભારતીય બેટ્સમેન સામે બોલિંગ કરવાની થાત તો પરસેવો છૂટી જાત
Gayatri Jayanti 2022: ક્યારે છે ગાયત્રી જયંતી ? જાણો તિથિ, પૂજા માટે શુભ મુહૂર્ત અને વિધિ
NEET PG 2022 Result: NEET-PG પરીક્ષાનું પરિણામ જાહેર, માત્ર 10 દિવસમાં જ પરિણામ જાહેર કરાયું
Horoscope Today 2 June 2022: કર્ક, કન્યા, મીન રાશિના જાતકો સાવધાન, જાણો તમામ 12 રાશિઓનું રાશિફળ
હાર્ટ અટેકે સિંગર કે.કે.ની અચાનક જિંદગી લઇ લીધી, જો શરીરમાં આ સંકેત મળે તો આપ પણ થઇ જજો સાવધાન