શોધખોળ કરો
Advertisement
આઇપીએલ મેચો પર સટ્ટો રમતાં 7 સટ્ટેબાજ હૈદરાબાદથી પકડાયા, જાણો વિગતે
સુત્રો અનુસાર આ દરોડોમાં હૈદરાબાદથી સાત મોટા સટ્ટેબાજોને એટીએસની ટીમે ઝડપી પાડ્યા છે. સાથે દિલ્હી અને જયપુરમાં પણ સટ્ટેબાજો પર કાર્યવાહી કરવામાં આવી છે
નવી દિલ્હીઃ ઇન્ડિયન પ્રીમિયર લીગની 13મી સિઝન અત્યારે યુએઇમાં ચાલી રહી છે. કોરોનાના કારણે ટૂર્નામેન્ટને ભારતની બહાર રમાડવામાં આવી રહી છે. આઇપીએલને લઇેન એક ખરાબ મોટા સમાચાર મળી રહ્યાં છે. રાજસ્થાન એટીએસે મોટી કાર્યવાહી કરતા આઇપીએલ પર સટ્ટો રમવાને લઇને હૈદરાબાદ, દિલ્હી અને જયપુરમાં દરોડ પાડ્યા છે.
સુત્રો અનુસાર આ દરોડોમાં હૈદરાબાદથી સાત મોટા સટ્ટેબાજોને એટીએસની ટીમે ઝડપી પાડ્યા છે. સાથે દિલ્હી અને જયપુરમાં પણ સટ્ટેબાજો પર કાર્યવાહી કરવામાં આવી છે, જોકે, દરોડા દરમિયાન અમૂક જગ્યાએથી આરોપી ફરાર થઇ ગયા હતા, જેની હાલ શોધખોળ ચાલી રહી છે. કુલ 14 લોકોની ધરપકડ કરવામાં આવી છે, જેમાં હૈદરાબાદથીત ગણેશ જલાની, પંકજ સેઠિયા અને સુરેશ ચલાનીના નામ બહાર આવ્યા છે. આ ગેન્ગમાં એક આંતરરાષ્ટ્રીય ગુનેગાર પણ સામેલ છે.
અત્યાર એટીએસે મેચ ફિક્સિંગની વાતને નકારી દીધી છે. એટીએસે કહ્યું કે, આઇપીએલમાં જો મેચ ફિક્સિંગ થઇ રહી છે અને ધરપકડ કરાયેલા સટ્ટેબાજોમાંથી કોઇનુ પણ મેચ ફિક્સિંગ સાથે કનેક્શન હોવાનુ બહાર આવશે તો એટીએસ તેની તપાસ કરશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દુનિયા
દેશ
ક્રિકેટ
Advertisement