IPL 2021: ઇન્ડિયન પ્રીમિયર લીગ સીઝન 14ના બીજા ભાગનું આયોજન યૂએઈમાં થવા જઈ રહ્યું છે. આઈપીએલ 14ની ફરીથી શરૂઆત પહેલા જ રાજસ્થાન રોયલ્સને મોટો ઝાટકો લાગ્યો છે. ઇંગ્લેન્ડના વિકેટકીપર બેટ્સમેન જોસ બટલરની સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં રમાનાર બાકીની મેચમાં રમવાની શક્યતા ઓછી છે. બટલરનું કહેવું છે કે, નેશનલ ડ્યૂટી પર હોવાને કારણે તે આઈપીએલ 14ની બાકીની મેચમાં ભાગ નહીં લઈ શકે.
આઈપીએલની બાકીની મેચ અને ઇંગ્લેન્ડ-બાંગ્લાદેશ-પાકિસ્તાનની વનડે ઓવરના કાર્યક્રમની વચ્ચે ટકરાવ થવાની શક્યતા છે. ઇંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડ પહેલા જ કહી ચૂક્યું છે કે તે આઈપીએલ 14ના બીજા ભાગ માટે પોતાના ખેલાડીઓને મંજૂરી નહીં આપે.
બટલરે આઈપીએલના બદલે નેશનલ ટીમને પ્રાથમિકતા આપવાની વાત કહી છે. બટલરે કહ્યું, “સામાન્ય રીતે આઈપીએલની તારીખનો કોઈ અન્ય આંતરરાષ્ટ્રીય મેચ સાથે ટકરાવ નથી થતા જેના કારણે આ ટૂર્નામેન્ટ માટે ઉપલબ્ધ હોવાનું સરળ રહે છે. જ્યારે તેના કાર્યક્રમનો આંતરરાષ્ટ્રિય ક્રિકેટ સાથે ટકરાવ થશે તો મારું માનવું છે કે ઇંગ્લેન્ડને પ્રાથમિકતા મળશે.”
અંદાજે 40 વિદેશી ખેલાડી નહીં લે ભાગ
આઈપીએલમાં બાયો બબલની વચ્ચે પણ કોરોનાના વાયરસના અનેક કેસ સામે આવ્યા બાદ મેમાં 29 મેચના આયોજન બાદ સ્થગિત કરવામાં આવી હતી. તેની બાકીની મેચ હવે ભારતના બદલે સંયુક્ત અરબ અમીરાતમાં રમાશે.
માત્ર બટલર જ નહીં પરંતુ આઈપીએલ 14ના બીજા ભાગમાં અંદાજે 40 ખેલાડીઓ રમવા નહીં આવે તેવી શક્યતા દર્શાવવામાં આવી છે. ઓસ્ટ્રેલિયાના 18 અને ઇંગ્લેન્ડના 12 ખેલાડીઓ આ વર્ષે આઈપીએલમાં રમવાની સંભાવના ન બરાબર છે. ઉપરાંત ન્યૂઝીલેન્ડના ખેલાડીઓ પણ આઈપીએલની સીઝન 14માં ભાગ ન લેવાના સંકેત આપ્યા છે.
WTC 2021 Final: ટીમ ઈન્ડિયાનું ટેસ્ટના કિંગ બનવાનું નક્કી, બીજી વખત આ રીતે બનશે ચેમ્પિયન!
વિરાટ કોહલીએ ક્યા ગીત પર મેદાન પર ફિલ્ડિંગ કરતાં કરતાં કર્યો ડાન્સ, જાણો વિગત