અમદાવાદઃ અફઘાનિસ્તાનના વિસ્ફોટક ઓપનર રહેમાનુલ્લાહ ગુરબાઝને IPL 2022 માટે ગુજરાત ટાઇટન્સની ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. આઇપીએલની નવી ફ્રેન્ચાઇઝી ગુજરાતે ગુરબાઝને ટીમમાં સામેલ કરવાની જાણકારી આપી હતી. અફઘાનિસ્તાનના 20 વર્ષીય બેટ્સમેનને ઈંગ્લેન્ડના ઓપનર જેસન રોયના સ્થાને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. રોયે પર્સનલ કારણોસર અને બાયો બબલની સમસ્યાના કારણે આઇપીએલ 2022માંથી પોતાનું નામ પાછુ ખેંચી લીધું હતું.






ગુરબાઝ હવે અફઘાનિસ્તાનનો ત્રીજો ક્રિકેટર બન્યો છે જે ગુજરાત ટાઇટન્સમાં સામેલ થયો છે. આ અગાઉ ગુજરાત ટાઇટન્સે રાશિદ ખાન અને નૂર અહેમદને પોતાની ટીમમાં સામેલ કર્યા છે.નોંધનીય છે કે અફઘાનિસ્તાનના ઓપનર ગુરબાઝે આઇપીએલની હરાજીમાં પોતાનું નામ નોંધાવ્યું હતું અને પોતાની બેઝ પ્રાઇઝ 50 લાખ રૂપિયા રાખી હતી પરંતુ કોઇએ તેને ખરીદ્યો નહોતો.






ગુરબાઝે અફઘાનિસ્તાન તરફથી અત્યાર સુધીમાં 9 વનડેમાં 53ની એવરેજથી 428 રન બનાવ્યા છે, જેમાં 3 સદી સામેલ છે. આ સિવાય તેણે 20 ટી-20 મેચમાં 3 અડધી સદી અને 137ના સ્ટ્રાઈક રેટ સાથે 534 રન બનાવ્યા છે.


 


Russia Ukraine War: ‘ચારેબાજુ બોમ્બ-રોકેટ પડવાનો આવતો હતો અવાજ’, પૂર્વ મિસ યુક્રેને વર્ણવી પુત્ર સાથે દેશ છોડવાની કહાની


અમદાવાદ હત્યાઃ 13 વર્ષથી હતો પ્રેમસંબંધ, દીકરીની સગાઇ થતાં પ્રેમિકાએ તોડ્યો સંબંધ ને પ્રેમીએ કરી નાંખી હત્યા


Holi 2022: આવતીકાલથી 8 દિવસ નહીં થાય માંગલિક કાર્ય, જાણો હોળાષ્ટકમાં શું કરશો અને શું નહીં


LIC IPO: હવે કોઈપણ કિંમતે નહીં ટળે LIC IPO! જાણો શું છે કારણ