શોધખોળ કરો

IPL 2024: IPLમાં કેપ્ટન તરીકે વાપસી કરશે ઋષભ પંત, દિલ્હી કેપિટલ્સે કરી જાહેરાત

IPL 2024: તે IPL 2024 સીઝન દરમિયાન દિલ્હી કેપિટલ્સ ટીમની કેપ્ટનશીપ કરતો જોવા મળશે

IPL 2024: ભારતીય વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંત ટૂંક સમયમાં ક્રિકેટની પીચ પર વાપસી કરશે. તે IPL 2024 સીઝન દરમિયાન દિલ્હી કેપિટલ્સ ટીમની કેપ્ટનશીપ કરતો જોવા મળશે. ફ્રેન્ચાઇઝીએ મંગળવારે રાત્રે આ અંગેની જાહેરાત કરી હતી. પંત ગયા વર્ષે કાર અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયો હતો, જેના કારણે તે છેલ્લી IPL સીઝનમાં રમી શક્યો ન હતો. તેના સ્થાને ડેવિડ વોર્નરે IPL 2023માં દિલ્હીની કેપ્ટનશીપ સોંપાઇ હતી. હવે પંત 15 મહિના બાદ મેદાનમાં પરત ફરવા માટે તૈયાર છે અને તેને ફરી એકવાર ટીમની કેપ્ટનશીપ સોંપવામાં આવી છે.

દિલ્હી કેપિટલ્સના સહ-માલિક પાર્થ જિંદાલે એક મીડિયા રિલીઝમાં જણાવ્યું હતું કે, “અમને અમારા કેપ્ટન તરીકે પંતનું ફરી એકવાર સ્વાગત કરવામાં આનંદ થાય છે. ધૈર્ય અને નિર્ભયતાએ હંમેશા તેની ક્રિકેટની બ્રાન્ડને વ્યાખ્યાયિત કરી છે. રિકવરી વખતે પણ તેણે આ વાતની સાબિતિ આપી હતી. હું તેને મારી ટીમ માટે રમતા જોવા માટે રાહ જોઈ શકતો નથી. અમે નવા ઉત્સાહ અને પ્રેરણા સાથે નવી સીઝનમાં પ્રવેશ કરીશું.

તાજેતરમાં ફિટ જાહેર કરવામાં આવ્યો હતો

પંત 30 ડિસેમ્બર 2022ના રોજ દિલ્હીથી પોતાના ઘરે જતી વખતે કાર અકસ્માતનો ભોગ બન્યો હતો. તેની ઈજા એટલી ગંભીર હતી કે તેને સારવાર માટે એરલિફ્ટ કરીને મુંબઈ લઈ જવામાં આવ્યો હતો. સારવાર પછી પંત લાંબા સમય સુધી બેંગ્લોરમાં નેશનલ ક્રિકેટ એકેડમી (NCA) રહ્યો અને સખત મહેનત કર્યા પછી તેણે ફિટનેસ ટેસ્ટ પાસ કરી હતી. તાજેતરમાં બીસીસીઆઈની મેડિકલ ટીમે તેને ફિટ જાહેર કર્યો હતો ત્યારબાદ પંતનું મેદાન પર પરત ફરવું સુનિશ્ચિત થયું હતું.

વિશાખાપટ્ટનમમાં ટીમના ટ્રેનિંગ કેમ્પ સાથે જોડાયો

પંત IPL 2024 માટે દિલ્હી કેપિટલ્સના ટ્રેનિંગ કેમ્પ માટે વિશાખાપટ્ટનમમાં રહ્યો હતો. દિલ્હીની પ્રથમ મેચ 23 માર્ચે પંજાબ કિંગ્સ સામે રમાશે. દિલ્હીના ચાહકો માટે રાહતની વાત છે કે પંત આ ટૂર્નામેન્ટમાં વિકેટકીપર બેટ્સમેન તરીકે રમશે.

પંતની તૈયારીથી પોન્ટિંગ ખુશ છે

દિલ્હી ટીમના મુખ્ય કોચ રિકી પોન્ટિંગ પણ પંતની તૈયારીથી સંતુષ્ટ છે. તેમણે ટીમના ટ્રેનિંગ કેમ્પ દરમિયાન પંતને નેટ્સમાં રમતા જોયા અને તેની બેટિંગ જોઈને ખુશ થયો હતો. પોન્ટિંગે કહ્યું, અમે ગયા વર્ષે પંતને ખૂબ મિસ કર્યો હતો. પંત ટીમમાં ઘણી ઉર્જા લાવે છે અને તેના ચહેરા પર હંમેશા સ્મિત રહે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ભારત-અફઘાનિસ્તાન T20 શ્રેણીનું શેડ્યૂલ જાહેર: જાણો ક્યારે અને ક્યાં રમાશે મેચો
ભારત-અફઘાનિસ્તાન T20 શ્રેણીનું શેડ્યૂલ જાહેર: જાણો ક્યારે અને ક્યાં રમાશે મેચો
દિલ્હી કેપિટલ્સના સ્ટાર ક્રિકેટરની ધરપકડ, લગ્નની લાલચ આપી દુષ્કર્મનો આરોપ
દિલ્હી કેપિટલ્સના સ્ટાર ક્રિકેટરની ધરપકડ, લગ્નની લાલચ આપી દુષ્કર્મનો આરોપ
2027 ODI World Cup: ભારત-ઈગ્લેન્ડ સહિત 10 ટીમોએ 2027 વન-ડે વર્લ્ડકપ માટે કર્યું ક્વોલિફાય
2027 ODI World Cup: ભારત-ઈગ્લેન્ડ સહિત 10 ટીમોએ 2027 વન-ડે વર્લ્ડકપ માટે કર્યું ક્વોલિફાય
2027 વર્લ્ડકપમાં અફઘાનિસ્તાને મેળવ્યું સ્થાન, વેસ્ટ ઈન્ડિઝને લાગ્યો મોટો ઝટકો
2027 વર્લ્ડકપમાં અફઘાનિસ્તાને મેળવ્યું સ્થાન, વેસ્ટ ઈન્ડિઝને લાગ્યો મોટો ઝટકો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરનું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : CMનો સ્પષ્ટ સંદેશ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલ કેન્ટિનના ભોજનમાં કાચ?
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain Forecast: 2 દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નાસીરનગર ડિમોલિશન વિવાદ: હાઈકોર્ટની ફટકાર બાદ સુરત મનપા કમિશનર એમ. નાગરાજનની બદલી
નાસીરનગર ડિમોલિશન વિવાદ: હાઈકોર્ટની ફટકાર બાદ સુરત મનપા કમિશનર એમ. નાગરાજનની બદલી
આવતીકાલનું હવામાન: કાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, IMD એ જારી કરી વોર્નિંગ
આવતીકાલનું હવામાન: કાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, IMD એ જારી કરી વોર્નિંગ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
સોના-ચાંદીના ભાવમાં મોટો વિસ્ફોટ: સોનું 2 મહિનાની ટોચે, ચાંદી ₹2,000 ઉછળી, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ ભાવ
સોના-ચાંદીના ભાવમાં મોટો વિસ્ફોટ: સોનું 2 મહિનાની ટોચે, ચાંદી ₹2,000 ઉછળી, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ ભાવ
Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
ગુજરાતના શહેરોના વિકાસ માટે CM દ્વારા 3850 કરોડ ફાળવાયા: નવા રસ્તા RCCના જ બનાવવા આદેશ
ગુજરાતના શહેરોના વિકાસ માટે CM દ્વારા 3850 કરોડ ફાળવાયા: નવા રસ્તા RCCના જ બનાવવા આદેશ
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: 3 જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, IMD ની લેટેસ્ટ આગાહી
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: 3 જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, IMD ની લેટેસ્ટ આગાહી
Ambalal patel: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, આગામી 48 કલાક આ જિલ્લાઓમાં ખાબકશે ભારે વરસાદ
Ambalal patel: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, આગામી 48 કલાક આ જિલ્લાઓમાં ખાબકશે ભારે વરસાદ
Embed widget