IPL (IPL 2022) માટે મેગા ઓક્શન માટે બે દિવસ લાંબી હરાજીની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. હરાજીમાં 10 ફ્રેન્ચાઈઝીએ સેંકડો ખેલાડીઓ પર દાવ લગાવ્યો હતો. ગુજરાત ટાઇટન્સ પણ પ્રથમ વખત IPLમાં ભાગ લેશે. શરૂઆતમાં, ટીમને ડ્રાફ્ટમાંથી ત્રણ ખેલાડીઓની પસંદગી કરવાની સ્વતંત્રતા મળી હતી. ટીમે પહેલા જ ડ્રાફ્ટમાંથી હાર્દિક પંડ્યા, રાશિદ ખાન અને શુભમન ગિલની પસંદગી કરી લીધી હતી.



પંડ્યા આગામી સિઝનમાં ટીમનું સુકાન સંભાળતો જોવા મળી શકે છે. બેંગ્લોરમાં યોજાયેલી બે દિવસીય હરાજીમાં ગુજરાતની ટીમે બોલી લગાવીને અનેક ખેલાડીઓને ખરીદ્યા હતા. ચાલો જોઈએ કે હરાજીમાં ટીમે કેટલા ખેલાડીઓ ખરીદ્યા અને તેમના પર કેટલા પૈસા ખર્ચ્યા.


ગુજરાતે હરાજીમાં આ ખેલાડીઓ પર દાવ લગાવ્યો હતો


લોકી ફર્ગ્યુસન – રૂ. 10 કરોડ


રાહુલ તેવટીા - રૂ. 9 કરોડ


મોહમ્મદ શમી - 6.25 કરોડ રૂપિયા


જેસન રોય - રૂ. 2 કરોડ


અભિનવ મનોહર સદ્રંગાણી – રૂ. 2.60 કરોડ


મેથ્યુ વેડ - રૂ. 2.40 કરોડ


રિદ્ધિમાન સાહા - રૂ. 1.90 કરોડ


ડેવિડ મિલર - 3 કરોડ રૂપિયા


પ્રદીપ સાંગવાન - 20 લાખ રૂપિયા


અલઝારી જોસેફ - રૂ. 2.40 કરોડ


દર્શન નલકાંડે - રૂ. 20 લાખ


યશ દયાલ - રૂ. 3.20 કરોડ


વિજય શંકર - રૂ. 1.40 કરોડ


જયંત યાદવ - રૂ. 1.70 કરોડ


ડોમિનિક ડ્રેક્સ - રૂ. 1.10 કરોડ


આર સાઈ કિશોર - રૂ. 3 કરોડ


વરુણ એરોન - રૂ. 50 લાખ


ગુરકીરત માન સિંહ - રૂ. 50 લાખ


નૂર અહેમદ - રૂ. 30 લાખ


સાઈ સુદર્શન - રૂ. 20 લાખ


આ ખેલાડીઓને ટીમ દ્વારા ડ્રાફ્ટ કરવામાં આવ્યા હતા


હાર્દિક પંડ્યા (રૂ. 15 કરોડ), રાશિદ ખાન (રૂ. 15 કરોડ), શુભમન ગિલ (રૂ. 8 કરોડ)


આ પણ વાંચોઃ


IPL Auction 2022: આઈપીએલ હરાજીમાં બીજા દિવસે સૌથી પહેલા કયો ખેલાડી વેચાયો ?


IPL Auction 2022: ભાવનગરના ચેતન સાકરિયાને 4.20 કરોડમાં કઈ ટીમે કરારબદ્ધ કર્યો ? જાણો વિગત


IPL Auction: ICC T20 રેન્કિંગમાં ટોચના પાંચ બેટરમાં સ્થાન ધરાવતાં આ ખેલાડીને કોઈએ ન ખરીદતાં આશ્ચર્ય