શોધખોળ કરો
Advertisement
આઇપીએલ પ્લેઓફ મેચોમાં રોહિત શર્મા રમશે કે નહીં? પોલાર્ડે કહી આવી વાત
પોલાર્ડે કહ્યું કે ટીમ નિયમિત કેપ્ટન રોહિત શર્મા ડાબા પગની ઇજા, નસોમાં ખેંચના (હેમસ્ટ્રિંગની ઇજા) કારણે ટીમમાંથી બહાર છે, પરંતુ તે જલ્દી ટીમમાં વાપી કરી શકે છે
નવી દિલ્હીઃ આઇપીએલ 2020ની 51મી મેચમાં મુંબઇ ઇન્ડિયન્સે દિલ્હી કેપિટલ્સને 9 વિકેટે હરાવીને પ્લેઓફમાં પોતાનુ સ્થાન નક્કી કરી લીધુ છે. આ સિઝનમાં મુંબઇની આ 9મી જીત છે. આ જીત બાદ મુંબઇ ઇન્ડિયન્સના ટેમ્પરરી કેપ્ટન કીરોન પોલાર્ડે રોહિત શર્માની વાપસી અંગે મોટુ નિવેદન આપ્યુ છે.
પોલાર્ડે કહ્યું કે ટીમ નિયમિત કેપ્ટન રોહિત શર્મા ડાબા પગની ઇજા, નસોમાં ખેંચના (હેમસ્ટ્રિંગની ઇજા) કારણે ટીમમાંથી બહાર છે, પરંતુ તે જલ્દી ટીમમાં વાપી કરી શકે છે.
ઉલ્લેખનીય છે કે કિંગ્સ ઇલેવન પંજાબ વિરુદ્ધની મેચમાં રોહિત શર્માના ડાબા પગની નસો ખેંચાઇ ગઇ હતી, આ ઇજાના કારણે તેને નેશનલ ટીમમાં પણ ઓસ્ટ્રેલિયા પ્રવાસમાંથી પણ બહાર રખાયો છે.
દિલ્હી કેપિટલ્સ વિરુદ્ધની મેચ દરમિયાન પોલાર્ડે કહ્યું- રોહિત શર્મા સાજો થઇ રહ્યો છે, અને આશા છે કે તે જલ્દી વાપસી કરશે.
મુંબઇ ઇન્ડિયન્સના નજીકના સુત્રો અનુસાર, રોહિત શર્મા પહેલા સનરાઇઝર્સ હૈદરાબાદ વિરુદ્ધ અંતિમ લીગ મેચમાં ટીમમાં વાપી કરી શકતો હતો, પરંત હવે જ્યારે દિલ્હી વિરુદ્ધની જી બાદ મુંબઇ 18 પૉઇન્ટ થઇ ગયા છે, તો તે મેચનુ કોઇ મહત્વ નથી રહ્યું. આવામાં રોહિત શર્મા પ્લેઓફમાં જ ટીમમાં વાપસી કરી શકે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દુનિયા
અમદાવાદ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion