શોધખોળ કરો
Advertisement
કે.એલ.રાહુલે બૉલીવુડની કઈ એક્ટ્રેસની ઈન્સ્ટા પોસ્ટ પર મોકલ્યું બ્લેક હાર્ટ, બંને વચ્ચે અફેરની ચર્ચા
અભિનેત્રી આથિયા શેટ્ટીએ પોતાના ઇન્સ્ટા એકાઉન્ટ પર એક તસવીર શેર કરી હતી, આ તસવીરમાં કેએલ રાહુલે કૉમેન્ટ કરી, જેથી ફરીથી બન્નેની અફેરની ચર્ચા શરૂ થઇ ગઇ છે. રાહુલે આથિયાની તસવીર પર બ્લેક હાર્ટ મોકલ્યુ છે
નવી દિલ્હીઃ બૉલીવુડ એક્ટ્રેસ આથિયા શેટ્ટી અને ટીમ ઇન્ડિયાના ક્રિકેટર લોકેશ રાહુલ એક્ટિવિટી ફરી એકવાર ચર્ચાનો વિષય બન્યો છે. આથિયા અને રાહુલ બન્ને એકબીજાની ખુબ નજીક છે, અને અવારનવાર બન્નેની ડેટિંગની વાત પણ સામે આવી છે. એક્ટ્રેસ આથિયા શેટ્ટીની એક તસવીર પર રાહુલે કરેલી કૉમેન્ટ ફેન્સમાં ચર્ચાઇ રહી છે.
ખરેખરમાં, વાત એમ છે કે, અભિનેત્રી આથિયા શેટ્ટીએ પોતાના ઇન્સ્ટા એકાઉન્ટ પર એક તસવીર શેર કરી હતી, આ તસવીરમાં કેએલ રાહુલે કૉમેન્ટ કરી, જેથી ફરીથી બન્નેની અફેરની ચર્ચા શરૂ થઇ ગઇ છે. રાહુલે આથિયાની તસવીર પર બ્લેક હાર્ટ મોકલ્યુ છે. શેર કરેલી તસવીરમાં આથિયા એક કપ ચાની ચૂસ્કી લઇ રહી છે, આ દરમિયાન તેને બ્લેક જીન્સ અને ગ્રે ટીશર્ટ પહેરેલી છે.
ઉલ્લેખનીય છે કે, હાલ કેએલ રાહુલ આઇપીએલ રમવા માટે યુએઇ પહોંચ્યો છે. આ વખતે રાહુલને કિંગ્સે ઇલેવનની કમાન પણ સોંપવામાં આવી છે. જેથી બધાની નજર રાહુલ પર ટકેલી છે.
આ પહેલા પણ એક્ટ્રેસ આથિયા શેટ્ટીએ ઇન્સ્ટા પર એક તસવીર શેર કરી હતી, જેમાં રાહુલ કૉમેન્ટ કરતા લખ્યું હતુ- 'Jefa'... આ તસવીરમાં એક્ટ્રેસે સ્વિમવિયર પહેર્યો હતો. આ તસવીર પણ ચર્ચાનો વિષય બની હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
દેશ
રાજકોટ
Advertisement
gujarati.abplive.com
Opinion