શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
કે.એલ રાહુલે બૉલીવુડની કઈ હૉટ એક્ટ્રેસ સાથે 'યુનો નાઈટ્સ' મિસ કરી રહ્યો હોવાની મૂકી પોસ્ટ, જાણો વિગત
ખાસ વાત છે કે કેએલ રાહુલ અને અથિયા શેટ્ટી છેલ્લા ઘણાસમયથી પોતાના રિલેશનશીપને લઇને ચર્ચામાં છે. જોકે બન્નેએ હજુ સુધી આ વાતનો ખુલાસો નથી કર્યો
નવી દિલ્હીઃ ઇન્ડિયન પ્રીમિયર લીગ 2020માં શાનદાર પ્રદર્શન કર્યા બાદ ઇન્ડિયન ક્રિકેટર કેએલ રાહુલ હાલ ઓસ્ટ્રેલિયામાં છે. કેએલ રાહુલ પોતાની પ્રૉફેશનલ લાઇફની સાથે સાથે પર્સનલ લાઇફને લઇને પણ ચર્ચામાં રહે છે. કેએલ રાહુલ સુનિલ શેટ્ટીની દીકરી આથિયા શેટ્ટીને ખુબ મિસ કરી રહ્યો છે. રાહુલે પોતાની એક તસવીર સોશ્યલ મીડિયા પર શેર કરી છે, આ તસવીરમાં તેને આથિયા શેટ્ટીને ટેગ કરી છે. વળી આથિયા શેટ્ટીએ તેની તસવીર પર ખાસ કૉમેન્ટ કરી છે.
ખરેખરમાં કેએલ રાહુલે સોશ્યલ મીડિયા પર પોતાની તસવીર શેર કરી છે, આ તસવીરમાં તે યૂનો કાર્ડ રમતો દેખાઇ રહ્યો છે. આની સાથે રાહુલે પોતાની તસવીરને આથિયા શેટ્ટીને ટેગ કરતા કેપ્શન લખ્યું છે- તે આથિયા અને તેના મિત્રોને યૂનો કાર્ડ રમવાનુ મિસ કરી રહ્યો છે. આ તસવીર પર આથિયાએ રિપ્લાય કર્યુ છે. આની આ કૉમેન્ટ ખુબ વાયરલ થઇ રહી છે. આથિયાએ કૉમેન્ટ કરતાં કેએલ રાહુલની તસવીર પર ગ્રેડ કાર્ડ્સ લખ્યુ છે. ફેન્સને આ કૉમેન્ટ ખુબ પસંદ આવી રહી છે.
ઉલ્લેખનીય છે કે અગાઉ આથિયા શેટ્ટીના જન્મદિવસ પર તેને ખાસ અંદાજમાં કેએલ રાહુલે વિશ કર્યુ હતુ. કેએલ રાહુલે અથિયા શેટ્ટીની સાથેની એક તસવીર શેર કરતા લખ્યું- હેપ્પી બર્થડે પાગલ બચ્ચી, આ પૉસ્ટ પર ફેન્સથી લઇને સેલેબ્સ જબરદસ્ત કૉમેન્ટ કરી રહ્યાં હતા.
ખાસ વાત છે કે કેએલ રાહુલ અને અથિયા શેટ્ટી છેલ્લા ઘણાસમયથી પોતાના રિલેશનશીપને લઇને ચર્ચામાં છે. જોકે બન્નેએ હજુ સુધી આ વાતનો ખુલાસો નથી કર્યો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
દેશ
બિઝનેસ
Advertisement
gujarati.abplive.com
Opinion