MI vs GT Live Score: મુંબઈ ઈન્ડિયન્સે ગુજરાતને 27 રનથી હરાવ્યું

IPL 2023ની 57મી મેચ મુંબઈ ઈન્ડિયન્સ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે રમાશે. ગુજરાત ટાઈટન્સની ટીમે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો છે.

gujarati.abplive.com Last Updated: 12 May 2023 11:46 PM
મુંબઈ ઈન્ડિયન્સે ગુજરાત ટાઈટન્સને 27 રને હરાવ્યું

મુંબઈ ઈન્ડિયન્સે ગુજરાત ટાઈટન્સને 27 રને હરાવ્યું. પ્રથમ બેટિંગ કરતા મુંબઈ ઈન્ડિયન્સે સૂર્યકુમાર યાદવના 103 રનની મદદથી પાંચ વિકેટે 218 રન બનાવ્યા હતા. જવાબમાં ગુજરાતની ટીમ આઠ વિકેટે 191 રન જ બનાવી શકી હતી અને મેચ હારી ગઈ હતી. ગુજરાત તરફથી રાશિદ ખાને અણનમ 79 રન બનાવ્યા હતા, પરંતુ તેને બીજા છેડે કોઈ સપોર્ટ મળ્યો નહોતો અને તે પોતાની ટીમને જીત અપાવી શક્યો ન હતો.

ગુજરાતની ત્રીજી વિકેટ પડી

219 રનના વિશાળ લક્ષ્યાંકનો પીછો કરતા ગુજરાત ટાઇટન્સે ખરાબ શરૂઆત કરી હતી. 26 રનના સ્કોર પર ગુજરાતની ત્રણ મહત્વની વિકેટ પડી ગઈ છે. રિદ્ધિમાન સાહા અને કેપ્ટન હાર્દિક પંડ્યા બાદ શુભમન ગિલ પણ આઉટ થઈ ગયો છે. વિજય શંકર સાથે ડેવિડ મિલર ક્રિઝ પર છે. 

MI vs GT લાઈવ સ્કોર: મુંબઈ ઈન્ડિયન્સે 218 રન બનાવ્યા

પ્રથમ બેટિંગ કરતા મુંબઈ ઈન્ડિયન્સે પાંચ વિકેટે 218 રન બનાવ્યા હતા. મુંબઈ તરફથી સૂર્યકુમાર યાદવે સૌથી વધુ 103 રનની ઇનિંગ રમી હતી. તેણે ઈનિંગના છેલ્લા બોલમાં સિક્સર ફટકારીને પોતાની સદી પૂરી કરી હતી. આ ઇનિંગમાં તેણે 11 ફોર અને 6 સિક્સર ફટકારી હતી. સૂર્યા ઉપરાંત ઈશાન કિશન, વિષ્ણુ વિનોદ અને રોહિત શર્માએ પણ મુંબઈ માટે શાનદાર ઇનિંગ્સ રમી હતી.

MI vs GT Live Score: મુંબઈનો સ્કોર 100 રનને પાર

મુંબઈ ઈન્ડિયન્સનો સ્કોર ત્રણ વિકેટના નુકસાને 100 રનને પાર કરી ગયો છે. સૂર્યકુમાર યાદવ અને વિષ્ણુ વિનોદ ક્રિઝ પર છે. બંને વચ્ચે સારી ભાગીદારી રહી છે. મુંબઈનો સ્કોર 12 ઓવર પછી ત્રણ વિકેટે 116 રન છે.

MI vs GT Live Score: મુંબઈની ત્રીજી વિકેટ પડી

મુંબઈ ઈન્ડિયન્સની ત્રીજી વિકેટ 88 રનના સ્કોર પર પડી હતી. નેહલ વાઢેરા સાત બોલમાં 15 રન બનાવીને આઉટ થયો હતો. તેણે પોતાની ઇનિંગમાં એક ફોર અને એક સિક્સર ફટકારી હતી. તે રાશિદ ખાનના હાથે બોલ્ડ થયો હતો. હવે વિષ્ણુ વિનોદ સૂર્યકુમાર યાદવ સાથે ક્રિઝ પર છે.

MI vs GT Live Score: મુંબઈની બીજી વિકેટ પડી

મુંબઈ ઈન્ડિયન્સની બીજી વિકેટ 66 રનના સ્કોર પર પડી હતી. ઈશાન કિશન 20 બોલમાં 31 રન બનાવીને આઉટ થયો હતો. તેણે પોતાની ઇનિંગમાં ચાર ચોગ્ગા અને એક સિક્સર ફટકારી હતી. 

MI vs GT Live Score: રોહિત-ઈશાને મુંબઈને સારી શરૂઆત અપાવી

રોહિત અને ઈશાને મુંબઈને સારી શરૂઆત અપાવી હતી. ટીમે 4 ઓવર બાદ 44 રન બનાવ્યા હતા. ઈશાન 13 બોલમાં 21 રન બનાવીને રમી રહ્યો છે. રોહિત 11 બોલમાં 22 રન બનાવીને રમી રહ્યો છે. આ બંને વચ્ચે 44 રનની ભાગીદારી થઈ છે.

MI vs GT લાઈવ સ્કોર: મુંબઈ ઈન્ડિયન્સે બેટિંગ શરૂ કરી

મુંબઈ ઈન્ડિયન્સની બેટિંગ શરૂ થઈ ગઈ છે. રોહિત શર્મા અને ઈશાન કિશનની ઓપનિંગ જોડી ક્રિઝ પર છે. ગુજરાત તરફથી પ્રથમ ઓવર મોહમ્મદ શમીએ કરી હતી.

MI vs GT Live Update: મુંબઈ ઈન્ડિયન્સની પ્લેઈંગ ઈલેવન

મુંબઈ ઈન્ડિયન્સ પ્લેઈંગ ઈલેવન: ઈશાન કિશન (વિકેટકીપર), રોહિત શર્મા (કેપ્ટન), કેમરુન ગ્રીન, સૂર્યકુમાર યાદવ, નેહલ વાઢેરા, ટિમ ડેવિડ, ક્રિસ જોર્ડન, વિષ્ણુ વિનોદ, પીયૂષ ચાવલા, જેસન બેહરનડોર્ફ, કુમાર કાર્તિકેય

MI vs GT Live Update: ગુજરાત ટાઇટન્સની પ્લેઇંગ ઇલેવન

ગુજરાત ટાઇટન્સ પ્લેઇંગ ઇલેવન: રિદ્ધિમાન સાહા (વિકેટકીપર), શુભમન ગિલ, હાર્દિક પંડ્યા (કેપ્ટન), વિજય શંકર, ડેવિડ મિલર, અભિનવ મનોહર, રાહુલ તેવટિયા, રાશિદ ખાન, મોહિત શર્મા, નૂર અહેમદ, મોહમ્મદ શમી 

MI vs GT Toss Update: ગુજરાત ટાઇટન્સે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો

ગુજરાત ટાઇટન્સે મુંબઇ ઇન્ડિયન્સ સામે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. મુંબઈના ખેલાડીઓ હોમ ગ્રાઉન્ડ પર પ્રથમ બેટિંગ કરવા જશે. ગુજરાતના કેપ્ટન હાર્દિક પંડ્યાએ જણાવ્યું કે પ્લેઈંગ ઈલેવનમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. બીજી તરફ મુંબઈમાં પણ કોઈ પ્રકારનો ફેરફાર કરવામાં આવ્યો નથી.

બ્રેકગ્રાઉન્ડ

Mumbai vs Gujarat Live Update IPL 2023: IPL 2023ની 57મી મેચ મુંબઈ ઈન્ડિયન્સ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે રમાશે. ગુજરાત ટાઈટન્સની ટીમે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો છે.  આ સિઝનમાં બંને ટીમો બીજી વખત એકબીજા સામે ટકરાશે. ગુજરાતે છેલ્લી મેચમાં મુંબઈને 55 રને હરાવ્યું હતું. હવે મુંબઈ હોમ ગ્રાઉન્ડ પર ગુજરાત સામે જીતના ટાર્ગેટ સાથે મેદાનમાં ઉતરશે. આ મેચ વાનખેડે સ્ટેડિયમમાં રમાશે. 


મુંબઈ હોમ ગ્રાઉન્ડ પર મેચ રમશે. તેનો  લાભ મેળવી શકે છે.  મુંબઈની વાત કરીએ તો તે અત્યારે પોઈન્ટ ટેબલમાં ચોથા સ્થાને છે. તેણે 11માંથી 6 મેચ જીતી છે. ટીમે છેલ્લી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને 6 વિકેટે હરાવ્યું હતું. જોકે તેને ગુજરાત સામે 55 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો.


ગુજરાત ટાઇટન્સ મજબૂત સ્થિતિમાં છે. તે પોઈન્ટ ટેબલમાં ટોપ પર છે. ટીમ સાથે એક રસપ્રદ તથ્ય એ છે કે તેણે આ સિઝનમાં બહારના મેદાનો પર રમાયેલી તમામ 5 મેચ જીતી છે. ટીમે IPL 2023માં 11 મેચ રમી છે અને આ સમયગાળા દરમિયાન તેને માત્ર 3 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. 

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.