શોધખોળ કરો

IPL 2027 મા રમી શકે છે મોહમ્મદ આમિર, APL ડ્રાફ્ટમાં બ્રિટિશ નાગરિક તરીકે કરાવ્યું રજીસ્ટ્રેશન

પાકિસ્તાનના ઝડપી બોલર મોહમ્મદ આમિરે પહેલા જ કહ્યું છે કે તે આઈપીએલમાં રમવા માંગે છે, પરંતુ જ્યાં સુધી તેણે બ્રિટિશ નાગરિકતા મેળવી ન હતી ત્યાં સુધી તે ઈચ્છવા છતાં રમી શકતો ન હતો.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • પૂર્વ પાકિસ્તાની ક્રિકેટર મોહમ્મદ આમિર બ્રિટિશ નાગરિક બન્યો.
  • APLમાં બ્રિટિશ પ્લેયર તરીકે નોંધણીથી IPL પ્રવેશ શક્ય બન્યો.
  • અગાઉ અઝહર મહમૂદ પણ બ્રિટિશ પાસપોર્ટથી IPL રમ્યો હતો.
  • IPL 2024 માટેનું ઓક્શન 16 ડિસેમ્બરે ગોવામાં યોજાશે.

IPL 2027: ભારતમાં રમાતી વિશ્વની સૌથી મોટી T20 લીગ ઇન્ડિયન પ્રીમિયર લીગની આગામી વર્ષે 20th આવૃત્તિ રમાશે. તેના માટે આગામી મહિને ગોવામાં ઓક્શન યોજાશે. હજુ એ ખેલાડીઓની યાદી આવવાની બાકી છે, જેમના નામ ઓક્શનમાં હશે. તેમાં એક નામ પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર મોહમ્મદ આમિરનું હોઈ શકે છે, જેઓ હવે બ્રિટિશ નાગરિકતા મેળવી ચૂક્યો છે. તેમણે અફઘાનિસ્તાન પ્રીમિયર લીગ ડ્રાફ્ટમાં પોતાનું નામ બ્રિટિશ પ્લેયર તરીકે આપ્યું છે. હવે એ સંભાવના ખૂબ વધી ગઈ છે કે તે આઈપીએલમાં પણ પોતાનું નામ આપી શકે છે.

 

મોહમ્મદ આમિરે અફઘાનિસ્તાન પ્રીમિયર લીગ ડ્રાફ્ટ માટે બ્રિટિશ નાગરિક તરીકે રજીસ્ટ્રેશન કરાવ્યું છે. ક્રિકબઝના રિપોર્ટ અનુસાર ભારતના પૂર્વ ખેલાડી વિજય શંકર અને કેએસ ભરતે પણ આ લીગ માટે ડ્રાફ્ટમાં રજીસ્ટ્રેશન કરાવ્યું છે. આ લીગ આ જ વર્ષે ડિસેમ્બરમાં દુબઈમાં યોજાઈ શકે છે.

આ પણ વાંચો... ન્યુઝીલેન્ડમાં આ ભારતીય ખેલાડી બન્યો 'ઈમ્પેક્ટ પ્લેયર ઓફ ધ સિરીઝ', મળી ખાસ ગિફ્ટ

મોહમ્મદ આમિર અત્યારે ઇંગ્લેન્ડમાં રહે છે

34 વર્ષનો મોહમ્મદ આમિર અત્યારે ઇંગ્લેન્ડમાં રહે છે. તે બ્રિટિશ નાગરિકતા લઈ ચૂક્યો છે. પહેલેથી જ અટકળો લગાવવામાં આવી રહી હતી કે આમિર ઇન્ડિયન પ્રીમિયર લીગ માટે થનારા ઓક્શન માટે પોતાનું નામ આપી શકે છે, હવે તેની સંભાવના વધી ગઈ છે. જણાવી દઈએ કે જો આમિર રમ્યો તો એ પહેલીવાર નહીં હોય કે કોઈ પાકિસ્તાની ક્રિકેટર બીજા દેશની નાગરિકતા લીધા પછી આઈપીએલમાં રમે.

અઝહર મહમૂદે 2012 થી 2015 વચ્ચે બ્રિટિશ પાસપોર્ટના સહારે આઈપીએલમાં કિંગ્સ ઈલેવન પંજાબ (હવે પંજાબ કિંગ્સ) અને કોલકાતા નાઈટ રાઈડર્સ માટે રમત રમી હતી. જોકે એ જોવું રસપ્રદ રહેશે કે કઈ કે કઈ-કઈ ટીમ આમિરમાં રસ દાખવી શકે છે.

અફઘાનિસ્તાન પ્રીમિયર લીગમાં વિજય, અયાન ખાન અને મુરુગન અશ્વિને ભારતીય તરીકે રજીસ્ટર કર્યું છે. કેએસ ભરતને UAE માં રહેતા ભારતીય ખેલાડી તરીકે લિસ્ટેડ કરવામાં આવ્યો છે.

ક્યારે છે IPL 2027 ઓક્શન?
આઈપીએલ 2027 માટે ઓક્શન ડિસેમ્બરમાં છે. રિપોર્ટ અનુસાર ઓક્શન 16 ડિસેમ્બરે ગોવામાં થશે. આ મિની ઓક્શન હશે. 15 નવેમ્બર સુધી તમામ ફ્રેન્ચાઈઝીઓએ પોતાની રિટેન્શન લિસ્ટ આપવી પડશે.                       

Frequently Asked Questions

શું પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર મોહમ્મદ આમિર IPLમાં રમી શકે છે?

હા, મોહમ્મદ આમિરે બ્રિટિશ નાગરિકતા મેળવી લીધી છે. તેમણે અફઘાનિસ્તાન પ્રીમિયર લીગ ડ્રાફ્ટમાં બ્રિટિશ પ્લેયર તરીકે નામ આપ્યું છે, જેથી IPLમાં રમવાની સંભાવના વધી ગઈ છે.

IPL માટેનું આગામી ઓક્શન ક્યારે અને ક્યાં યોજાશે?

IPL માટેનું આગામી મિની ઓક્શન 16 ડિસેમ્બરે ગોવામાં યોજાશે. ફ્રેન્ચાઈઝીઓએ 15 નવેમ્બર સુધી પોતાની રિટેન્શન લિસ્ટ આપવી પડશે.

શું મોહમ્મદ આમિર બ્રિટિશ નાગરિકતા સાથે IPLમાં રમનાર પ્રથમ પાકિસ્તાની ખેલાડી હશે?

ના, અઝહર મહમૂદ 2012 થી 2015 વચ્ચે બ્રિટિશ પાસપોર્ટના સહારે IPLમાં કિંગ્સ ઈલેવન પંજાબ અને કોલકાતા નાઈટ રાઈડર્સ માટે રમ્યા હતા.

Advertisement

ટોપ સ્ટોરી

32 વર્ષની ઉંમરે જ ક્રિકેટને અલવિદા! પૂર્વ ભારતીય વર્લ્ડ ચેમ્પિયને ચાહકોને ચોંકાવ્યા
32 વર્ષની ઉંમરે જ ક્રિકેટને અલવિદા! પૂર્વ ભારતીય વર્લ્ડ ચેમ્પિયને ચાહકોને ચોંકાવ્યા
IND vs NZ 2nd Test: જાડેજાની એન્ટ્રી, સિરાજ પર સસ્પેન્સ, આવી હોઈ શકે છે બીજી ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ-11
IND vs NZ 2nd Test: જાડેજાની એન્ટ્રી, સિરાજ પર સસ્પેન્સ, આવી હોઈ શકે છે બીજી ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ-11
ICC રેન્કિંગમાં જસપ્રીત બુમરાહે લગાવી લાંબી છલાંગ, બીજા સ્થાન પર પહોંચ્યો, રોહિત શર્માને નુકસાન
ICC રેન્કિંગમાં જસપ્રીત બુમરાહે લગાવી લાંબી છલાંગ, બીજા સ્થાન પર પહોંચ્યો, રોહિત શર્માને નુકસાન
સૂર્યવંશીની સૌથી ઝડપી બેવડી સદી, ચોગ્ગા-છગ્ગાથી જ ફટકાર્યા 196 રન, તોડ્યા અનેક રેકોર્ડ્સ
સૂર્યવંશીની સૌથી ઝડપી બેવડી સદી, ચોગ્ગા-છગ્ગાથી જ ફટકાર્યા 196 રન, તોડ્યા અનેક રેકોર્ડ્સ
Advertisement

વિડિઓઝ

Amit Shah on Rahul Gandhi: સંવિધાન ગૌરવ દિવસ પર અમિત શાહે રાહુલ ગાંધી પર કર્યો કટાક્ષ
Hun To Bolish | હું તો બોલીશ | શ્રેષ્ઠદાન
Hun To Bolish | હું તો બોલીશ | ભૂવાજી ધૂણે છે કેમ?
Surat: બારડોલી ટ્રિપલ મર્ડર કેસમાં પોલીસને સફળતા, મહારાષ્ટ્રથી 1 શખ્સની અટકાયત, વીમા વિવાદની આશંકા
3 ડિસેમ્બરે બેન્ક કર્મચારીઓની દેશવ્યાપી હડતાળ, જાણો કારણ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
તિરૂપતિમાં અત્યાર સુધીનું સૌથી મોટુ દાન, 160 કરોડનું 121 કિલો સોનું ચઢાવ્યું, કોણ છે વર્ધમાન જૈન ?
તિરૂપતિમાં અત્યાર સુધીનું સૌથી મોટુ દાન, 160 કરોડનું 121 કિલો સોનું ચઢાવ્યું, કોણ છે વર્ધમાન જૈન ?
PAASના નેતાઓમાં આંતિરક કલેહ ? 'શાંતિને નબળાઈ ન સમજો', હાર્દિકની પૉસ્ટ બાદ અલ્પેશ કથીરિયાનો ઈતિહાસ લખવાનો દાવો
PAASના નેતાઓમાં આંતિરક કલેહ ? 'શાંતિને નબળાઈ ન સમજો', હાર્દિકની પૉસ્ટ બાદ અલ્પેશ કથીરિયાનો ઈતિહાસ લખવાનો દાવો
5000 રૂપિયા ભથ્થું, 5 રૂ.માં ભોજન, 300 યુનિટ મફત વીજળી, સપાના મેનિફેસ્ટોની મોટી વાતો
5000 રૂપિયા ભથ્થું, 5 રૂ.માં ભોજન, 300 યુનિટ મફત વીજળી, સપાના મેનિફેસ્ટોની મોટી વાતો
શિક્ષણની હોડમાં બ્રહ્મ સમાજની મોટી છલાંગ, અડાલજમાં બનાવાશે 5,000 વારમાં 12 માળનું સંકુલ અને કુમાર-કન્યા છાત્રાલય
શિક્ષણની હોડમાં બ્રહ્મ સમાજની મોટી છલાંગ, અડાલજમાં બનાવાશે 5,000 વારમાં 12 માળનું સંકુલ અને કુમાર-કન્યા છાત્રાલય
Ahmedabad: ચાંદલોડિયામાં ગોઝારી ઘટના, પિતા સાથે બાઈક પર સ્કૂલે જતી પાંચ વર્ષની બાળકી પર ફરી વળ્યું ટ્રકનું ટાયર
Ahmedabad: ચાંદલોડિયામાં ગોઝારી ઘટના, પિતા સાથે બાઈક પર સ્કૂલે જતી પાંચ વર્ષની બાળકી પર ફરી વળ્યું ટ્રકનું ટાયર
Winter Forecast: કડકડતી ઠંડી માટે હજુ રાહ જોવી પડશે, 7 દિવસ વાતાવરણ શુષ્ક રહેવાની આગાહી
Winter Forecast: કડકડતી ઠંડી માટે હજુ રાહ જોવી પડશે, 7 દિવસ વાતાવરણ શુષ્ક રહેવાની આગાહી
Bhavnagar: પથુભા ગોહિલના મોત મામલે ન્યાયની માંગ, જવાબદારો સામે કાર્યવાહી નહીં થાય તો ઉગ્ર આંદોલનની ચીમકી
Bhavnagar: પથુભા ગોહિલના મોત મામલે ન્યાયની માંગ, જવાબદારો સામે કાર્યવાહી નહીં થાય તો ઉગ્ર આંદોલનની ચીમકી
26/11 મુંબઇ હુમલાની વરસી પર અમિતાભ બચ્ચનના બંગલા અને આ મેટ્રો સ્ટેશનને બોંબથી ઉડાવી દેવાની મળી ધમકી
26/11 મુંબઇ હુમલાની વરસી પર અમિતાભ બચ્ચનના બંગલા અને આ મેટ્રો સ્ટેશનને બોંબથી ઉડાવી દેવાની મળી ધમકી
Embed widget