શોધખોળ કરો
Advertisement
ગાંગુલીના સાથી અને પૂર્વ ક્રિકેટરે કર્યો દાવો- ભારતનો આ ખેલાડી ગમે ત્યારે ટી20માં ફટકારશે ડબલ સદી
હેલો એપ પર અંડર-19ના કેપ્ટન પ્રિયમ ગર્ગ સાથે કૈફે વાતચીત કરી હતી. મોહમ્મદ કૈફ ગાંગુલીની કેપ્ટનશીપ હેઠળ નેટવેસ્ટ સીરીઝ 2002નો નાયક રહી ચૂક્યો છે. પ્રિયમ ગર્ગે જ્યારે કૈફને પુછ્યુ કે તમને કયો એવો ખેલાડી લાગે છે જે આ ઉપલબ્ધિ હાંસલ કરી શકે છે. આના જવાબમાં કૈફે કહ્યું કે જે રીતે રોહિત શર્માની સ્ટ્રાઇક રેટમાં વધારો દેખાય છે
નવી દિલ્હીઃ ક્રિકેટ અનિશ્ચિતતાઓની રમત છે, આમાં ગમે તે સમયે ગમે તે થઇ શકે છે. હાલ ક્રિકેટીમાં ટી20 મેચોની વધુ બોલબાલા છે. ટી20માં હાઇએસ્ટ સ્કૉર ક્રિસ ગેલના નામે છે, ગેલે 175 રન બનાવ્યા છે, જ્યારે બીજા નંબરે એરોન ફિન છે જેને 172 રન બનાવ્યા છે, પણ આ સ્કૉર પણ સુરક્ષિત નથી કહી શકાતો કેમકે ટી20માં કેટલાક બેટ્સમેનો એવા છે જે ગમે તે સમયે ડબલ સદી ફટકારીને આ રોકર્ડને બ્રેક કરવાની તાકાત રાખે છે.
તાજેતરમાં જ એક વાતચીતમાં પૂર્વ ક્રિકેટર મોહમ્મદ કૈફે આ મામલે પોતાનો મત વ્યક્ત કર્યો હતો, કૈફના દાવા પ્રમાણે ભારતના સીમિત ઓવરોના કેપ્ટન રોહિત શર્માની અંદર આ ઉપલબ્ધિ હાંસલ કરવાની પુરેપુરી તાકાત છે.
હેલો એપ પર અંડર-19ના કેપ્ટન પ્રિયમ ગર્ગ સાથે કૈફે વાતચીત કરી હતી. મોહમ્મદ કૈફ ગાંગુલીની કેપ્ટનશીપ હેઠળ નેટવેસ્ટ સીરીઝ 2002નો નાયક રહી ચૂક્યો છે. પ્રિયમ ગર્ગે જ્યારે કૈફને પુછ્યુ કે તમને કયો એવો ખેલાડી લાગે છે જે આ ઉપલબ્ધિ હાંસલ કરી શકે છે. આના જવાબમાં કૈફે કહ્યું કે જે રીતે રોહિત શર્માની સ્ટ્રાઇક રેટમાં વધારો દેખાય છે, તો આ ખેલાડી જ આવુ કરી શકે છે. રોહિત શર્મા ટી20માં ડબલ સદી ફટકારી શકે છે.
કૈફે કહ્યું રોહિત શર્મા પાસે આવુ કરવાની ક્ષમતા છે કેમકે તે શરૂઆતમાં સમય લે છે, પણ એકવાર તે 100ને પાર કરી લે છે તો 250-300 સ્ટ્રાઇક રેટ પર બેટિંગ કરે છે. તે આવુ કરી શકે છે, પણ આ બહુજ કઠીન કામ છે. અમારા સમયમાં એક ટીમ માટે 50 ઓવરોમાં 200-250 નો સ્કૉર કરવો પણ કઠીન હતો, પણ હવે કેટલાય 400-500ના સ્કૉર વિશે વાત કરે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દુનિયા
અમદાવાદ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion