શોધખોળ કરો
Advertisement
લૉકડાઉનમાં બૉલિંગના બદલે બેટિંગ કરતો દેખાયો મોહમ્મદ શમી, શોટ્સ ફટકારતો વીડિયો વાયરલ
શમીએ આ વીડિયોની સાથે કેપ્શનમાં લખ્યુ- મને ઇન્ડૉર ક્રિકેટના નિયમો બતાવો
નવી દિલ્હીઃ કોરોના વાયરસના કારણે છેલ્લા મહિનાથી પણ વધુ સમયથી ક્રિકેટ ગતિવિધિઓ બંધ છે, ફરીથી ક્રિકેટના મેદાન પર વાપસી કરવા માટે ક્રિકેટરોએ ટ્રેનિંગ સેશન શરૂ કરી દીધા છે. ત્યારે આ બધાની વચ્ચે મોહમ્મદ શમીનો એક જબરદસ્ત વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં શમી બૉલિંગની જગ્યાએ પોતાની બેટિંગનો જલવો બતાવતો દેખાઇ રહ્યો છે.
એટલે કે ભારતીય ટીમના સક્સેસ ફાસ્ટ બૉલર મોહમ્મદ શમીએ એક વીડિયો પૉસ્ટ કરીને સંકેત આપ્યા છે કે, તે હવે પોતાની બૉલિંગની સાથે સાથે બેટિંગમાં સુધારો કરવા પર જોર આપી રહ્યો છે.
શમીએ બુધવારે 29 મેએ પોતાના ઇન્સ્ટાગ્રામ અને ટ્વીટર પર એક વીડિયો શેર કર્યો હતો, આ વીડિયોમાં શમી પોતાના ઘરની અંદર ઇન્ડૉર એક રૂમમાં ટેનિસ બૉલથી ક્રિકેટ રમી રહ્યો છે. ખાસ વાત છે કે શમી બૉલિંગની જગ્યાએ બેટિંગમાં હાથ અજમાવી રહ્યો છે.
આ વીડિયોમાં શમી મોટા ભાગના ફોરવર્ડ ડિફેન્સ અને ઓન સાઇડમાં ક્લિક કરતો દેખાઇ રહ્યો છે. ક્રિકેટના મેદાન પર શમી પોતાની રિવર્સ સ્વિંગ માટે જાણીતો છે, પણ વીડિયો જોઇને તો લાગે છે કે હવે શમી બેટિંગથી પણ કમાલ કરવાની તૈયારીમાં છે.
શમીએ આ વીડિયોની સાથે કેપ્શનમાં લખ્યુ- મને ઇન્ડૉર ક્રિકેટના નિયમો બતાવો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સ્પોર્ટ્સ
ગુજરાત
ઓટો
દેશ
Advertisement