Murali Vijay: ભારતીય ટીમમાંથી બહાર રહેલા ટેસ્ટ બેટ્સમેન મુરલી વિજયે શુક્રવારે લગભગ બે વર્ષ બાદ મેદાન પર વાપસી કરી છે, એટલે કે મુરલી વિજયે હવે ફરીથી ક્રિકેટમાં કમબેક કર્યુ છે. મુરલી વિજયે પ્રતિસ્પર્ધી ક્રિકેટમાં વાપસી કરી છે, તે અહીં લગભગ 700 કિમી દુર સ્થિત તિરુનેલવેલીમાં તામિલનાડુ પ્રીમિયર લીગ (ટીએનપીએલ)માં રુબી ટ્રિચી વૉરિયર્સ માટે રમવા માટે મેદાનમાં ઉતર્યો હતો.
વરસો બાદ ક્રિકેટમાં વાપસી -
જોકે, તે 13 બૉલ પર માત્ર આઠ રનની જ ઇનિંગ રમી શક્યો હતો, ખાસ વાત છે કે તેને વર્ષો બાદ ક્રિકેટમાં વાપસી કરી છે, છેલ્લીવાર સપ્ટેમ્બર 2020માં દુબઇમાં ઇન્ડિયન પ્રીમિયર લીગની મેચમાં ચેન્નાઇ સુપર કિંગ્સ તરફથી રમતો દેખાયો હતો, મુરલી વિજય ભારતીય ટીમ તરફથી 61 ટેસ્ટ મેચ રમી ચૂક્યો છે. તેને ગયા વર્ષે તામિલનાડુની ઘરેલુ ક્રિકેટમાં અને ટીએનપીએલમાં પણ હાથ અજમાવ્યો હતો.
2019માં રમી હતી રણજી -
તે છેલ્લીવાર તામિલનાડુ માટે ડિેસેમ્બર 2019માં રણજી ટ્રૉફી માં રમ્યો હતો, તેનુ ભારત માટે છેલ્લી ટેસ્ટ 2018માં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ પર્થમાં રમી હતી.
ટીમ ઇન્ડિયામાંથી છેલ્લા 4 વર્ષથી બહાર -
ડિસેમ્બર 2018માં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ મુરલી વિજયે પોતાની છેલ્લી ટેસ્ટ રમી હતી, તે પછી પહેલા મંયક અગ્રવાલ અે બાદમાં રોહિત શર્માના આવવાથી ટેસ્ટ ઓપનર તરીકે તેનુ પત્તુ કપાઇ ગયુ હતુ. હવે એવુ લાગી રહ્યું છે કે મુરલીને ફરીથી ટીમ ઇન્ડિયામાં વાપસી નહીં મળી શકે. કેમ કે હવે રોહિત શર્મા હવે ખુદ ટેસ્ટનો કેપ્ટન છે અને ખુદ ઓપનિંગ કરી રહ્યો છે.
આ પણ વાંચો.....
Pakistan: 26/11 મુંબઇ હુમલાના માસ્ટરમાઇન્ડ સાજિદ મીર જીવિત છે, ISIએ આતંકીને મૃત જાહેર કર્યો હતો
India Corona Cases Today: ભારતમાં કોરોનાએ પકડી સ્પીડ, જાણો શું છે છેલ્લા 24 કલાકની સ્થિતિ
Gujarat Rain : છેલ્લા 24 કલાકમાં 70 તાલુકામાં ખાબક્યો વરસાદ, નવસારીના ચીખલીમાં સૌથી વધુ 4 ઇંચ વરસાદ
Gujarat Corona Cases: કોરોનાને લઈ ગુજરાત માટે શું છે ચિંતાજનક સમાચાર ? જાણો વિગત
સવારે ઉઠતા જ ન જોવી જોઈએ આ 5 વસ્તુઓ, દિવસ થશે ખરાબ