શોધખોળ કરો
Advertisement
ટી20 રેકોર્ડઃ આ ટીમ માત્ર 8 રનમાં થઇ ગઇ ઓલઆઉટ, 10 બેટ્સમેનો 0 રને આઉટ
વળી, બીજી લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી નેપાલની ટીમના ઓપનરો કાજલ શ્રેષ્ઠા અને રોમા થાપા માત્ર 7 બૉલમાં જ ટીમને જીત અપાવી દીધી હતી
નવી દિલ્હીઃ નેપાલની મહિલા ટીમે ટી20 ક્રિકેટ મેચમાં ઇતિહાસ રચી દીધો છે. 13મી સાઉથ એશિયન ટૂર્નામેન્ટમાં નેપાલે એક મેચમાં માલદીવને માત્ર 8 રનના ઓલઆઉટ કરી દીધી. આ સાથે જ નેપાલ કોઇપણ ટીમને સૌથી ઓછા સ્કૉર પર રોકનારી બીજી ટીમ બની ગઇ છે.
મેચ દરમિયાન થયું એવુ કે, પહેલા બેટિંગ કરવા ઉતરેલી માલદીવની ટીમની શરૂઆત બહુ જ ખરાબ રહી. માલદીવ માત્ર 8 રન જ બનાવી શકી, આ 8 રન પણ નેપાલની ટીમ દ્વારા ફેંકવામાં આવેલા 7 વાઇડ બૉલ દ્વારા મળ્યા, જોકે, માલદીવના ઓપનર આઇમાં એશથ માત્ર 1 રન બનાવી શકી હતી. મેચમાં માલદીવની 10 મહિલા ક્રિકેટરો ખાતુ પણ નહતુ ખોલાવી શકી, શૂન્ય રને પેવેલિયન પહોંચી હતી.
વળી, બીજી લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી નેપાલની ટીમના ઓપનરો કાજલ શ્રેષ્ઠા અને રોમા થાપા માત્ર 7 બૉલમાં જ ટીમને જીત અપાવી દીધી હતી.
ઉલ્લેખનીય છે કે, ટી20 ઇન્ટરનેશલ ક્રિકેટમાં સૌથી ઓછા રને આઉટ થવાનો રેકેર્ડ માલી ટીમના નામે છે, જે આ વર્ષે રવાન્ડાના હાથે માત્ર 6 રન પર ઓલઆઉટ થઇ ગઇ હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
દુનિયા
ક્રિકેટ
ગાંધીનગર
Advertisement
gujarati.abplive.com
Opinion