શોધખોળ કરો
Advertisement
129 દિવસ બાદ આજે થઇ રહી છે વનડે ક્રિકેટની વાપસી, જાણો કોની કોની વચ્ચે ને ક્યાં રમાશે મેચ?
ઇંગ્લેન્ડ અને આયરલેન્ડ વચ્ચે આજથી ત્રણ મેચોની વનડે સીરીઝ રમાવવાની શરૂ થશે. આજની પ્રથમ મેચ ઇંગ્લેન્ડમાં સાઉથેમ્પ્ટનના રૉઝ બાઉલ ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાશે
નવી દિલ્હીઃ કોરોના કાળમાં આજે લગભગ 129 દિવસ બાદ વનડે ક્રિકેટની વાપસી થઇ રહી છે. કોરોના મહામારીના કારણે લગાવવામાં આવેલા લૉકડાઉનના કારણે લગભગ ચાર મહિનાથી ક્રિકેટની ગતિવિધિઓ સંપૂર્ણપણે બંધ હતી. જોકે, ટેસ્ટ ક્રિકેટની ઇંગ્લેન્ડ અને વેસ્ટ ઇન્ડિઝ સીરીઝથી વાપસી થઇ ચૂકી છે, અને હવે આજે ઇંગ્લેન્ડ અને આયરલેન્ડ વચ્ચે વનડે મેચ રમાશે.
ઇંગ્લેન્ડ અને આયરલેન્ડ વચ્ચે આજથી ત્રણ મેચોની વનડે સીરીઝ રમાવવાની શરૂ થશે. આજની પ્રથમ મેચ ઇંગ્લેન્ડમાં સાઉથેમ્પ્ટનના રૉઝ બાઉલ ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાશે. મેચ સાંજે 6.30 વાગે શરૂ થશે. વેસ્ટ ઇન્ડિઝ સામે ટેસ્ટ સીરીઝ જીત્યા બાદ આજથી વનડે સીરીઝ પણ કબજે કરવાના ઇરાદે વર્લ્ડ ચેમ્પિયન ઇંગ્લેન્ડની ટીમ મેદાનમાં ઉતરશે.
ખાસ વાત છે કે આ સીરીઝમાં ઇંગ્લેન્ડ પોતાના દિગ્ગજ ખેલાડીઓ વિનાજ મેદાનમાં ઉતરવા જઇ રહ્યું છે. આ સીરિઝમાં બેન સ્ટૉક્સ, જોફ્રા આર્ચર અને જો રૂટ જેવા દિગ્ગજો મેદાનમાં નહીં દેખાય.
ઇંગ્લેન્ડની સંભવિત ટીમ
ઇયોન મોર્ગન (કેપ્ટન), મોઇન અલી, જૉની બેયરર્સ્ટો, ટૉમ બેનટન, સેમ બિલિંગ્સ, ટૉમ કુરેન, લિયામ ડૉસન, જૉ ડેનલી, સાકિબ મહમૂદ, આલિદ રશિદ, જેસન રૉય, રીસ ટૉપલે, જેમ્સ વિન્સ અને ડેવિડ વિલી.
આયરલેન્ડની સંભવિત ટીમ
એન્ડ્ર્યૂ બાલબર્ની (કેપ્ટન), કુર્ટિસ ફેંફર, જેરેથ ડેલાની, જોશ લિટિલ, એન્ડ્ર્યૂ મેકબ્રાઇન, બેરી મેકાર્થી, કેવિન ઓ બ્રાયન, વિલિયમ પોર્ટરફિલ્ડ, બૉયડ રેન્કિન, સિમિ સિંહ, પૉલ સ્ટર્લિંગ, હેરી ટેક્ટર, લોરકાન ટકર, ક્રેગ યંગ.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
અમદાવાદ
દુનિયા
દેશ
Advertisement