શોધખોળ કરો

ક્રિકેટના નિયમોમાં થવા જઈ રહ્યા છે મોટા ફેરફારો, ટેસ્ટ મેચમાં વધશે રોમાંચ, 73 સંશોધનોને મંજૂરી

મેરીલેબોન ક્રિકેટ ક્લબ (MCC) એ ક્રિકેટના નિયમોમાં ઐતિહાસિક ફેરફારોની જાહેરાત કરી છે

મેરીલેબોન ક્રિકેટ ક્લબ (MCC) એ ક્રિકેટના નિયમોમાં ઐતિહાસિક ફેરફારોની જાહેરાત કરી છે. સૌથી મહત્વપૂર્ણ ફેરફાર ટેસ્ટ ક્રિકેટને લગતો છે. હવે જો ટેસ્ટ મેચમાં દિવસની છેલ્લી ઓવર દરમિયાન વિકેટ પડે છે, તો રમત ત્યાં જ સમાપ્ત થશે નહીં. નવા નિયમો અનુસાર, છેલ્લી ઓવર કોઈપણ સંજોગોમાં પૂર્ણ થશે અને જો વિકેટ પડે તો તરત જ એક નવો બેટ્સમેન ક્રીઝ પર આવશે. આ ફેરફારો MCC દ્વારા જાહેર કરાયેલા નવા નિયમોનો એક ભાગ છે, જે 1 ઓક્ટોબર, 2026થી અમલમાં આવશે.

MCC એ કાયદા 12.5.2 માં સુધારો કર્યો છે, જેમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે જો દિવસની છેલ્લી ઓવરમાં વિકેટ પડે તો રમત બંધ થશે નહીં અને એક નવો બેટ્સમેન તરત જ ક્રીઝ પર આવશે. બીજા દિવસ માટે બચેલા  બોલને છોડવામાં આવશે નહીં. MCCની નિયમ સબ-કમિટીનું માનવું હતું કે જૂનો નિયમ બેટિંગ ટીમના પક્ષમાં પક્ષપાતી હતો અને મેચમાંથી ઉત્સાહ છીનવી લેતો હતો.

MCC એ કહ્યું હતું કે, "જો ફિલ્ડિંગ ટીમ છેલ્લી ઓવરમાં વિકેટ લે અને બેટિંગ કરતી ટીમને નવો બેટ્સમેન મોકલવાની જરૂર ન પડે, તો તે અન્યાયી છે." આ સમય ઘણીવાર બોલરો માટે સૌથી અનુકૂળ હોય છે અને રમતનો ઉત્સાહ  ખતમ જાય છે.' MCC એ એ પણ સ્પષ્ટ કર્યું કે આ ફેરફાર સમય બચાવવા માટે નથી, કારણ કે બાકીના બોલ કોઈપણ રીતે બીજા દિવસે પૂર્ણ કરવાના હતા.

MCC એ જણાવ્યું હતું કે આ વખતે ક્રિકેટ નિયમોમાં કુલ 73 મહત્વપૂર્ણ ફેરફારો કરવામાં આવ્યા છે, જેમાં કેટલાક ભાષાકીય સુધારાઓ પણ સામેલ છે. 2017ના કોડ પછી આ ત્રીજી વખત નિયમોમાં સુધારો કરવામાં આવ્યો છે. આ ફેરફારો પહેલા 2019માં અને પછી 2022માં કરવામાં આવ્યા હતા. આ ફેરફારો હવે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (IPL) ક્રિકેટ સમિતિ દ્વારા તેની આગામી બેઠકમાં ચર્ચા કરવામાં આવશે જેથી તેમને રમતની સ્થિતિમાં સમાવિષ્ટ કરી શકાય. જો કે, આ ફેરફારો સ્થાનિક ક્રિકેટમાં લાગુ કરવામાં આવશે કે કેમ તે રાષ્ટ્રીય ક્રિકેટ બોર્ડ પર છોડી દેવામાં આવ્યું છે.

લેમિનેટેડ બેટનો ઉપયોગ કાયદેસર છે!

MCC એ પુખ્ત વયના મનોરંજન ક્રિકેટમાં લેમિનેટેડ બેટના ઉપયોગને પણ મંજૂરી આપી છે. લેમિનેટેડ બેટ વિવિધ પ્રકારના લાકડામાંથી બનાવવામાં આવે છે. તે નિયમિત બેટ કરતાં ઘણું સસ્તું છે અને લાકડાના મહત્તમ ત્રણ ટુકડામાંથી બનાવી શકાય છે. MCC એ સમજાવ્યું કે અંગ્રેજી વિલોને તૈયાર થવામાં 15 વર્ષથી વધુ સમય લાગે છે, અને વૈશ્વિક માંગ ઝડપથી વધી રહી છે. આ જ કારણ છે કે બેટ વધુ મોંઘા થઈ રહ્યા છે. આ બેટને 2017માં જુનિયર ક્રિકેટ માટે પહેલાથી જ મંજૂરી આપવામાં આવી હતી. હવે, લોર્ડ્સમાં મળેલી બેઠક અને વૈશ્વિક બેટ ઉત્પાદકો સાથે ચર્ચા કર્યા પછી, MCC એ તેમને પુખ્ત ક્લબ ક્રિકેટ માટે પણ મંજૂરી આપી છે.

હિટવિકેટ કાયદામાં ફેરફાર

હિટવિકેટ અંગેની પરિસ્થિતિ હવે કાયદા 35.1.1 અને 35.2 હેઠળ સ્પષ્ટ કરવામાં આવી છે. જો કોઈ બેટ્સમેન શોટ રમ્યા પછી પોતાનું સંતુલન ગુમાવે છે અને થોડા પગલાં લીધા પછી સ્ટમ્પ પર પડે છે, તો તેને હિટવિકેટ આઉટ ગણવામાં આવશે, ભલે બોલ પહેલાથી જ રમાઈ ગયો હોય. જો કે, જો બેટ્સમેન ફિલ્ડર સાથે અથડાય છે અને સ્ટમ્પ પર પડે છે, તો તે હિટવિકેટ આઉટ રહેશે નહીં. જો બેટ હાથમાંથી છોડીને સીધો વિકેટ પર અથડાશે, તો બેટ્સમેન આઉટ થશે. જોકે, જો બેટ પહેલા વિકેટકીપર અથવા અન્ય કોઈ ખેલાડીને અથડાય અને પછી વિકેટ પડી જાય તો બેટ્સમેનને નોટ આઉટ જાહેર કરવામાં આવશે.

ઓવરથ્રોની નવી વ્યાખ્યા (કાયદો 19.8)

MCC એ કાયદા 19.8માં અસ્પષ્ટ ભાષા દૂર કરી છે અને સ્પષ્ટ વ્યાખ્યા આપી છે:

ઓવરથ્રો: જ્યારે બોલને જાણી જોઈને સ્ટમ્પ તરફ ફેંકવામાં આવે છે જેથી રન રોકવામાં આવે અથવા રન આઉટ થાય.

મિસફિલ્ડ: જો બોલને રોકવાનો કે પાસ કરવાનો પ્રયાસ કરવામાં આવે તો તેને ઓવરથ્રો ગણવામાં આવશે નહીં.

ડેડ બોલ નિયમમાં મોટો ફેરફાર (કાયદો 20.1.1.1)

હવે, બોલને ડેડ જાહેર કરવા માટે બોલ બોલર અથવા વિકેટકીપરના હાથમાં હોવો જરૂરી નથી. નવા નિયમ મુજબ, બોલ કોઈપણ ફિલ્ડરના હાથમાં અથવા જમીન પર સ્થિર રહી શકે છે. અમ્પાયરને એ નક્કી કરવાની છૂટ હશે કે બોલ આખરે ડેડ છે કે નહીં. આ ફેરફાર ખાસ કરીને ક્લોઝ મેચના છેલ્લા બોલમાં મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

ટોપ સ્ટોરી

નમન ધીરની ટીમ ઇન્ડિયામાં એન્ટ્રી થતાં જ આ 3 દિગ્ગજો માટે દરવાજા થયા બંધ!
નમન ધીરની ટીમ ઇન્ડિયામાં એન્ટ્રી થતાં જ આ 3 દિગ્ગજો માટે દરવાજા થયા બંધ!
ન્યૂઝીલેન્ડમાં ઇન્ડિયાની શરમજનક બેટિંગ: રાહુલ-સુદર્શન-જયસ્વાલ ફ્લોપ, ટીમ 113 રનમાં ઓલઆઉટ
ન્યૂઝીલેન્ડમાં ઇન્ડિયાની શરમજનક બેટિંગ: રાહુલ-સુદર્શન-જયસ્વાલ ફ્લોપ, ટીમ 113 રનમાં ઓલઆઉટ
IND vs NZ 2nd T20: વિકેટો પડતી રહી છતાં ભારત કેવી રીતે જીત્યું? કેપ્ટન ઐયરે જણાવ્યું ટીમનું સિક્રેટ
IND vs NZ 2nd T20: વિકેટો પડતી રહી છતાં ભારત કેવી રીતે જીત્યું? કેપ્ટન ઐયરે જણાવ્યું ટીમનું સિક્રેટ
ભારતની જીતની આશા માત્ર 4% હતી! તિલક અને રેડ્ડીએ કેવી રીતે પલટી બાજી? છેલ્લા 30 બોલનો રોમાંચ
ભારતની જીતની આશા માત્ર 4% હતી! તિલક અને રેડ્ડીએ કેવી રીતે પલટી બાજી? છેલ્લા 30 બોલનો રોમાંચ

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | આરોગ્ય મંત્રીનો આદેશ | abp Asmita
Hun To Bolish | હું તો બોલીશ | સુરતમાં વિવાદોની આગ! |
Hun To Bolish | હું તો બોલીશ | મોંઘવારીનો મલ્ટિપલ અટેક!
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપ જ નહીં કોંગ્રેસમાં પણ પતિરાજ
Hun To Bolish : હું તો બોલીશ : આ યુનિવર્સિટીનો લેબ ટેસ્ટ જરૂરી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નવેમ્બરમાં ઠંડી અને કમોસમી વરસાદ વધશે? જ્યોતિષ મુજબ આ 3 તારીખો ખાસ સાચવવી
નવેમ્બરમાં ઠંડી અને કમોસમી વરસાદ વધશે? જ્યોતિષ મુજબ આ 3 તારીખો ખાસ સાચવવી
શેરબજારમાં રોકાણકારો સાવધાન! સુરતમાં ₹410 કરોડનું મોટું સાયબર કૌભાંડ, 338 ગુનામાં સંડોવાયેલી ગેંગ પકડાઈ
શેરબજારમાં રોકાણકારો સાવધાન! સુરતમાં ₹410 કરોડનું મોટું સાયબર કૌભાંડ, 338 ગુનામાં સંડોવાયેલી ગેંગ પકડાઈ
રાજકોટમાં સ્ટેમિના દવાના નામે મોટું કૌભાંડ: 3 કોલસેન્ટર ઝડપાયા, જાણો મોડસ ઓપરેન્ડી
રાજકોટમાં સ્ટેમિના દવાના નામે મોટું કૌભાંડ: 3 કોલસેન્ટર ઝડપાયા, જાણો મોડસ ઓપરેન્ડી
IND vs NZ: હારેલી બાજી જીત્યા બાદ તિલક વર્માનો મોટો ખુલાસો, ન્યૂઝીલેન્ડ સામે આ હતો માસ્ટર પ્લાન
IND vs NZ: હારેલી બાજી જીત્યા બાદ તિલક વર્માનો મોટો ખુલાસો, ન્યૂઝીલેન્ડ સામે આ હતો માસ્ટર પ્લાન
IND vs NZ 2nd T20: વિકેટો પડતી રહી છતાં ભારત કેવી રીતે જીત્યું? કેપ્ટન ઐયરે જણાવ્યું ટીમનું સિક્રેટ
IND vs NZ 2nd T20: વિકેટો પડતી રહી છતાં ભારત કેવી રીતે જીત્યું? કેપ્ટન ઐયરે જણાવ્યું ટીમનું સિક્રેટ
Tilak Varma T20 record: તિલક વર્મા અણનમ એટલે ટીમની જીત નક્કી! 26 મેચમાં 26 વિજયનો અનોખો રેકોર્ડ
Tilak Varma T20 record: તિલક વર્મા અણનમ એટલે ટીમની જીત નક્કી! 26 મેચમાં 26 વિજયનો અનોખો રેકોર્ડ
Ahmedabad: સનાથલમાં 1 કરોડના ગેઝેટ્સની ચોરી, તસ્કરો વેરહાઉસનું પતરું તોડી 40 આઈફોન-26 લેપટોપ ઉઠાવી ગ્યાં
Ahmedabad: સનાથલમાં 1 કરોડના ગેઝેટ્સની ચોરી, તસ્કરો વેરહાઉસનું પતરું તોડી 40 આઈફોન-26 લેપટોપ ઉઠાવી ગ્યાં
Weather: રાજ્યમાં આકરા તાપથી રાહત નહીં, આગામી બે-ત્રણ દિવસ મિશ્ર ઋતુ અને ગરમી રહેશે યથાવત
Weather: રાજ્યમાં આકરા તાપથી રાહત નહીં, આગામી બે-ત્રણ દિવસ મિશ્ર ઋતુ અને ગરમી રહેશે યથાવત
Embed widget