Ravi Ashwin: ભારતીય ટીમ માટે સારા સમાચાર છે. ઓલરાઉન્ડર રવિચંદ્રન અશ્વિન કોરોનામાંથી સ્વસ્થ થયા બાદ ટીમ સાથે જોડાઇ ગયો છે. આર. અશ્વિન ભારતીય ટીમમાં સામેલ થવાથી ટીમને એક મોટી રાહત મળી છે. કારણ કે આ ઓલરાઉન્ડર તેની સ્પિન બોલિંગની સાથે સાથે બેટિંગમાં પણ યોગદાન આપી શકે છે. હાલમાં ભારતીય ટીમ Leicester  સામે વોર્મ અપ મેચ રમી રહી છે. ટોસ જીતીને બેટિંગ કરવાનું પસંદ કરતા ભારતીય બેટ્સમેનોએ નિરાશાજનક પ્રદર્શન કર્યું હતું.


અશ્વિનને કોરોનાનો ચેપ લાગ્યો હતો


નોંધનીય છે કે ભારતીય ઓફ સ્પિનર અશ્વિનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, જેના પછી તે ભારતીય ટીમ સાથે ઈંગ્લેન્ડ જઈ શક્યો ન હતો. રવિ અશ્વિનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તેને ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યો હતો. ભારતીય ટીમ કેપ્ટન રોહિત શર્માના નેતૃત્વમાં 1 થી 5 જુલાઈ દરમિયાન એજબેસ્ટન ખાતે ઈંગ્લેન્ડ સામે પાંચમી ટેસ્ટ રમશે. વાસ્તવમાં, ભારતીય ટીમ ગત વર્ષે 5 ટેસ્ટ મેચોની સીરિઝ માટે ઈંગ્લેન્ડ આવી હતી, પરંતુ કોરોનાના વધતા જતા કેસને કારણે માત્ર 4 ટેસ્ટ જ રમી શકી હતી. હવે બાકીની 1 ટેસ્ટ 1 જુલાઈથી 5 જુલાઈ વચ્ચે રમાશે.


Leicester  સામેની પ્રેક્ટિસ મેચ માટે ભારતીય ટીમ


રોહિત શર્મા (કેપ્ટન), વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, હનુમા વિહારી, કેએસ ભરત (વિકેટ), રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, ઉમેશ યાદવ


Post Office: ખુશખબર! જો તમારું પણ પોસ્ટ ઓફિસમાં ખાતું છે, તો તમને મળશે પૂરા 20 લાખ! જાણો કેવી રીતે લાભ મળશે?


કાર્તિકની મોટી છલાંગ, ICC ટી20 બેટિંગ રેન્કિંગમાં કાર્તિકનો 108 પૉઇન્ટને હાઇ જમ્પ, ઇશાન કિશન ટૉપ 10માં, જાણો


Agro Service Provider Scheme: ગુજરાતના ખેડૂતોને આ યોજનામાં સરકાર આપે છે 8.50 લાખ સુધીની સહાય, થશે એકસ્ટ્રા ઈન્કમ


જ્હાન્વીની બૉલ્ડનેસે ઉડાવ્યા હોશ, જમીન પર સૂતા સુતા આપ્યા સેક્સી પૉઝ, તસવીરો વાયરલ