શોધખોળ કરો

અડતી રાત્રે ઋષભ પંતે CM પુષ્કર સિંહ ધામી પાસે માગી મદદ, કહ્યું- હવે દિલ્હીમાં નથી રહેવું, ઉત્તરાખંડમાં ઘર...

Rishabh Pant Request CM Pushkar Singh Dhami: ભારતીય ક્રિકેટર ઋષભ પંતે ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી પાસે જમીન સંપાદનના મામલે મદદ માંગી છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ઋષભ પંતે ઉત્તરાખંડના મુખ્યમંત્રીને જમીન સંપાદનમાં મદદની વિનંતી કરી.
  • પંત ઉત્તરાખંડમાં ઘર બનાવવા ત્રણ વર્ષથી યોગ્ય જમીન શોધી રહ્યા.
  • જમીન સંપાદન પ્રક્રિયા જટિલ, પ્રમોશનની મળવાપાત્ર જમીન પણ બાકી.

Rishabh Pant Request CM Pushkar Singh Dhami: ભારતીય ક્રિકેટર ઋષભ પંતે મોડી રાત્રે મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીને એક ખાસ અપીલ કરી છે. તેમણે સોશિયલ મીડિયા પર ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીને અપીલ કરતા કહ્યું કે તેઓ જમીન સંપાદનમાં તેમની મદદ કરે. પંતે જણાવ્યું કે તેઓ દિલ્હીથી શિફ્ટ થઈને ઉત્તરાખંડમાં ઘર વસાવવા માંગે છે. તમને જણાવી દઈએ કે પંત અત્યારે શ્રીલંકામાં છે, જ્યાં ટીમ ઈન્ડિયા શ્રીલંકા XI સાથે વૉર્મઅપ મેચ રમી રહી છે. બીજી તરફ બંને ટીમોની ટેસ્ટ સિરીઝનો પ્રારંભ 15 ઓગસ્ટથી થવાનો છે.

ઋષભ પંતે સોશિયલ મીડિયાના માધ્યમથી જણાવ્યું કે તેઓ છેલ્લા 3 વર્ષથી ઉત્તરાખંડમાં યોગ્ય જમીન ખરીદવાનો પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ તેમને એવી પ્રોપર્ટી નથી મળી રહી જે તેમની જરૂરિયાતોને પૂરી કરી શકે.

આ પણ વાંચો....Ajinkya Rahane: નિવૃત્તિ પછી હવે આ T20 લીગમાં રમશે અજિંક્ય રહાણે, ટીમે કરી જાહેરાત

પંત ક્રિકેટ ટુર્નામેન્ટના કારણે દિલ્હી આવ્યા કરતો હતો અને એકવાર ક્રિકેટમાં પગ જમાવ્યા પછી તે અહીંનો જ થઈને રહી ગયો. પરંતુ હવે આ ભારતીય વિકેટકીપર બેટ્સમેન ફરીથી પોતાના મૂળ સાથે જોડાવા માંગે છે, તેથી તેમણે ઉત્તરાખંડમાં જમીન શોધવાનું શરૂ કર્યું છે.

CM પુષ્કર ધામીને રિક્વેસ્ટ

ઋષભ પંતે સોશિયલ મીડિયા પર એક લાંબી પોસ્ટ કરી અને CM ને રિક્વેસ્ટ કરતા કહ્યું કે જમીન સંપાદનના મામલે તેમની મદદ કરે. પંતે જણાવ્યું કે આજકાલ જમીન સંપાદનની પ્રક્રિયા ખૂબ જ જટિલ અને ગૂંચવણભરી થઈ ગઈ છે. આ સાથે જ પંતે એ પણ યાદ અપાવ્યું કે તેમને અત્યાર સુધી એ જમીન પણ નથી મળી, જે તેમને ઉત્તરાખંડને પ્રમોટ કરવાના બદલામાં મળવાની હતી.

ઋષભ પંતનો જન્મ ઉત્તરાખંડના હરિદ્વાર જિલ્લાના રૂડકીમાં થયો હતો. તેમણે બાળપણમાં જ ક્રિકેટ રમવાનું શરૂ કરી દીધું હતું, પરંતુ પ્રોફેશનલ લેવલ પર ક્રિકેટ રમવા માટે તેઓ દિલ્હી આવી ગયો હતો. પંત આજે પણ ડોમેસ્ટિક ક્રિકેટમાં દિલ્હી તરફથી રમે છે, પરંતુ તેઓ સમયાંતરે ઉત્તરાખંડ સાથે જોડાયેલા હોવાની વાત કરતો રહે છે. તેઓ તાજેતરમાં વ્યક્તિગત રીતે ઉત્તરાખંડમાં સૌથી વધુ ટેક્સ ભરનાર વ્યક્તિ બન્યો હતો. 2025-26 ના નાણાકીય વર્ષમાં તેમણે 23.84 કરોડ રૂપિયાનો ઇનકમ ટેક્સ ભર્યો હતો.

Frequently Asked Questions

ઋષભ પંતે ઉત્તરાખંડના મુખ્યમંત્રીને કઈ અપીલ કરી છે?

ઋષભ પંતે મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીને જમીન સંપાદનમાં મદદ કરવા અપીલ કરી છે. તેઓ દિલ્હીથી શિફ્ટ થઈને ઉત્તરાખંડમાં ઘર વસાવવા માંગે છે.

ઋષભ પંતને ઉત્તરાખંડમાં જમીન ખરીદવામાં શું મુશ્કેલી પડી રહી છે?

પંત છેલ્લા 3 વર્ષથી ઉત્તરાખંડમાં યોગ્ય જમીન શોધી રહ્યા છે, પરંતુ તેમને જરૂરિયાતો પૂરી કરી શકે તેવી પ્રોપર્ટી નથી મળી રહી. જમીન સંપાદનની પ્રક્રિયા જટિલ અને ગૂંચવણભરી બની ગઈ છે.

ઋષભ પંત ઉત્તરાખંડ સાથે કઈ રીતે જોડાયેલા છે?

પંતનો જન્મ ઉત્તરાખંડના રૂડકીમાં થયો હતો અને તેઓ પોતાના મૂળ સાથે ફરીથી જોડાવા માંગે છે. તેઓ તાજેતરમાં ઉત્તરાખંડમાં સૌથી વધુ ટેક્સ ભરનાર વ્યક્તિ બન્યા છે.

Advertisement

ટોપ સ્ટોરી

ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ભારતની વનડે અને ટેસ્ટ ટીમની જાહેરાત, જાણો કોણ બન્યું કેપ્ટન 
ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ભારતની વનડે અને ટેસ્ટ ટીમની જાહેરાત, જાણો કોણ બન્યું કેપ્ટન 
સેહવાગના પુત્ર આર્યવીરની વિસ્ફોટક બેટિંગ,19 ચોગ્ગા,8 છગ્ગા સાથે બનાવ્યા 173 રન
સેહવાગના પુત્ર આર્યવીરની વિસ્ફોટક બેટિંગ,19 ચોગ્ગા,8 છગ્ગા સાથે બનાવ્યા 173 રન
ભારત અને વેસ્ટ ઈન્ડિઝ મળીને બનાવી શકે છે વર્લ્ડ રેકોર્ડ, અંતિમ ટી20માં ઈતિહાસ રચવાની તક 
ભારત અને વેસ્ટ ઈન્ડિઝ મળીને બનાવી શકે છે વર્લ્ડ રેકોર્ડ, અંતિમ ટી20માં ઈતિહાસ રચવાની તક 
અંતિમ ટી20 મેચમાં ભુવનેશ્વર કુમારની ટીમ ઈન્ડિયામાં એન્ટ્રી, BCCI એ ટીમમાં કર્યો ફેરફાર 
અંતિમ ટી20 મેચમાં ભુવનેશ્વર કુમારની ટીમ ઈન્ડિયામાં એન્ટ્રી, BCCI એ ટીમમાં કર્યો ફેરફાર 
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'ખોડલધામ' બાદ હવે 'અન્નપૂર્ણા ખોડલધામ'
Hun To Bolish : હું તો બોલીશ : 'હર્ષ'નો ગરબો
Hun To Bolish : હું તો બોલીશ : વીજસંકટ ?
Ahmedabad Accident: અમદાવાદમાં રફ્તારનો કહેર! બેફામ કારચાલકનો વીડિયો વાયરલ
Surat Annapurna Khodaldham: પાટીદાર સમાજ માટે મોટા સમાચાર! સુરતમાં બનશે અન્નપૂર્ણા ખોડલધામ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ભારતની વનડે અને ટેસ્ટ ટીમની જાહેરાત, જાણો કોણ બન્યું કેપ્ટન 
ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ભારતની વનડે અને ટેસ્ટ ટીમની જાહેરાત, જાણો કોણ બન્યું કેપ્ટન 
Weather: કાલે દેશના આ રાજ્યોમાં વરસાદની આગાહી, 50 km ની ઝડપે પવન ફૂંકાશે, IMDનું  એલર્ટ 
Weather: કાલે દેશના આ રાજ્યોમાં વરસાદની આગાહી, 50 km ની ઝડપે પવન ફૂંકાશે, IMDનું  એલર્ટ 
વિરોધ પહેલા જ  દિલ્હી પોલીસે અભિજીત દિપકે અને નેહા બોરાની કરી અટકાયત
વિરોધ પહેલા જ  દિલ્હી પોલીસે અભિજીત દિપકે અને નેહા બોરાની કરી અટકાયત
Gujarat : ખેડૂતો માટે માઠા સમાચાર, NPK ખાતરના ભાવમાં થયો મોટો વધારો!
Gujarat : ખેડૂતો માટે માઠા સમાચાર, NPK ખાતરના ભાવમાં થયો મોટો વધારો!
લાલ કૃષ્ણ અડવાણી હોસ્પિટલમાં દાખલ, છાતીમાં ઈન્ફેક્શનની ફરિયાદ 
લાલ કૃષ્ણ અડવાણી હોસ્પિટલમાં દાખલ, છાતીમાં ઈન્ફેક્શનની ફરિયાદ 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ઘટાડો, ₹11700 સુધી તૂટ્યા ભાવ, જાણો કારણ
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ઘટાડો, ₹11700 સુધી તૂટ્યા ભાવ, જાણો કારણ
SIP Calculator: 40 વર્ષ સુધી ઝીરો સેવિંગ બાદ પણ 60 સુધીમાં બનાવી શકો 3 કરોડનું ફંડ, કેલ્ક્યુલેશન 
SIP Calculator: 40 વર્ષ સુધી ઝીરો સેવિંગ બાદ પણ 60 સુધીમાં બનાવી શકો 3 કરોડનું ફંડ, કેલ્ક્યુલેશન 
ગુજરાતમાં ઘેરાતું વીજ સંકટ: ગ્રામીણ વિસ્તારો બાદ હવે ઉદ્યોગોમાં વીજકાપ, ઉકેલ માટે દિલ્હીમાં બેઠકોનો ધમધમાટ
ગુજરાતમાં ઘેરાતું વીજ સંકટ: ગ્રામીણ વિસ્તારો બાદ હવે ઉદ્યોગોમાં વીજકાપ, ઉકેલ માટે દિલ્હીમાં બેઠકોનો ધમધમાટ
Embed widget