શોધખોળ કરો
આફ્રિકા સામેની ટીમમાં જગ્યા ના મળી તો રોહિત શર્માએ પૉસ્ટ કરી દીધો આ તસવીર ને લખ્યુ- હા...હું...........
રોહિતની આ તસવીર બાદ સોશ્યલ મીડિયા પર ફેન્સ કૉમેન્ટ કરી રહ્યાં છે કે પસંદગીકારઓ રોહિતને ટીમમાં ના લીધો, જેના કારણે રોહિતે તસવીર પૉસ્ટ કરીને જવાબ આપ્યો છે
![આફ્રિકા સામેની ટીમમાં જગ્યા ના મળી તો રોહિત શર્માએ પૉસ્ટ કરી દીધો આ તસવીર ને લખ્યુ- હા...હું........... rohit sharma share gym exercise video for make a comeback આફ્રિકા સામેની ટીમમાં જગ્યા ના મળી તો રોહિત શર્માએ પૉસ્ટ કરી દીધો આ તસવીર ને લખ્યુ- હા...હું...........](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/03/09174536/rohit-t20-06.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
નવી દિલ્હીઃ ભારતીય ટીમના વિસ્ફોટક ઓપનર અને ઉપ કેપ્ટન રોહિત શર્માને સાઉથ આફ્રિકા સામેની વનડે ટીમમાંથી બહાર રખાયો છે. રવિવારે નક્કી થયેલી ટીમમાંથી પસંદગીકારોએ રોહિતને પડતો મુક્યો છે. જોકે તેના પાછળનુ કારણ રોહિત શર્મીની ઇજા છે.
પરંતુ ટીમનુ સિલેક્શન થયા બાદ રોહિત શર્માએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક તસવીર શેર કરી છે, જેમાં રોહિત જીમમાં જબરદસ્ત એક્સરસાઇઝ કરતો દેખાઇ રહ્યો છે. આ તસવીરના કેપ્શનમાં રોહિતે લખ્યું છે - “હા.. હું ફરીથી ચાલવાની કોશિશ કરી રહ્યો છું”
ઉલ્લેખનીય છે કે, સાઉથ આફ્રિકા સામે ભારતીય ટીમ ત્રણ મેચોની વનડે સીરીઝ રમવાની છે. પસંદગીકારોએ રોહિતને ટીમમાં ના સમાવવા પાછળ તેને વધુમાં વધુ રેસ્ટ આપીને એકદમ ફિટ થવાનુ કારણ આપ્યુ છે. ન્યૂઝીલેન્ડ સામેની ટી20 મેચમાં રોહિતને ઇજા થઇ હતી, બાદમાં ભારતીય ટીમને તેનુ મોટુ નુકશાન ઉઠાવવુ પડ્યુ હતુ અને વનડે અને ટેસ્ટ સીરીઝ હારવી પડી હતી.
રોહિતના આ તસવીર બાદ સોશ્યલ મીડિયા પર ફેન્સ કૉમેન્ટ કરી રહ્યાં છે કે પસંદગીકારઓ રોહિતને ટીમમાં ના લીધો, જેના કારણે રોહિતે તસવીર પૉસ્ટ કરીને જવાબ આપ્યો છે.View this post on Instagram
![આફ્રિકા સામેની ટીમમાં જગ્યા ના મળી તો રોહિત શર્માએ પૉસ્ટ કરી દીધો આ તસવીર ને લખ્યુ- હા...હું...........](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/03/09174508/5th-odi-01-300x225.jpg)
![આફ્રિકા સામેની ટીમમાં જગ્યા ના મળી તો રોહિત શર્માએ પૉસ્ટ કરી દીધો આ તસવીર ને લખ્યુ- હા...હું...........](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/03/09174435/Rohiitt-01-300x243.jpg)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
રાજકોટ
બિઝનેસ
દુનિયા
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)