શોધખોળ કરો
Advertisement
અખ્તરની આગ જરતી બોલિંગ જોઈ સચિને 2006ની કરાચી ટેસ્ટમાં આંખો કરી દીધી હતી બંધ, જાણો વિગત
વર્ષ 2006માં ભારત પાકિસ્તાનના પ્રવાસે ગયું હતું અને યજમાન ટીમે 1-0થી સીરિઝ જીતી હતી.
નવી દિલ્હીઃ ક્રિકેટના મેદાન પર ભારત અને પાકિસ્તાનનો મુકાબલો હંમેશા રોચક હોય છે. આ દરમિયાન પાકિસ્તાનના પૂર્વ ફાસ્ટ બોલર મોહમ્મદ આસિફે કહ્યું કે, ટીમ મેટ શોએબ અખ્તરની ફાસ્ટ બોલિંગે સચિનને એટલો ડરાવી દીધો હતો કે તેના બાઉન્સર્સ જોઈ પોતાની આંખો બંધ કરી લીધી હતી. વર્ષ 2006માં ભારત પાકિસ્તાનના પ્રવાસે ગયું હતું અને યજમાન ટીમે 1-0થી સીરિઝ જીતી હતી. પ્રથમ બે ટેસ્ટ લાહોર અને ફૈસલાબાદમાં રમાઈ હતી જે ડ્રો ગઈ હતી અને ત્રીજી ટેસ્ટ મેચ કરાચીમાં રમાઈ હતી. આ મેચમાં ઇરફાન પઠાણે હેટ્રિક લીધી હતી.
આસિફે કહ્યું, વર્ષ 2006માં ભારતીય ટીમ પાકિસ્તાન પ્રવાસે આવી હતી. ટીમની બેટિંગ લાઇન મજબૂત હતી, સેહવાગ શાનદાર ફોર્મમાં હતો. ફૈસલાબાદમાં બંને ટીમોએ 600 રન બનાવ્યા હતા. પરંતુ ડ્રો ગઈ. ત્રીજી ટેસ્ટમાં પઠાણે હેટ્રિક લઈને અમને બેકફૂટ પર ધકેલી દીધા હતા, પરંતુ આ મેચમાં શોએબ અખ્તરના કેટલાક બાઉન્સર્સને જોઈ સચિને તેની આંખો બંધ કરી લીધી હતી.
તેણે જણાવ્યું, હું આ દરમિયાન સ્કવેર લેગ પર ઉભો હતો અને શોએબ અખ્તર સતત આગ જરતી બોલિંગ કરતો હતો. આ દરમિયાન મેં જોયું કે એક બે બાઉન્સર્સ સામે સચિને તેની આંખો બંધ કરી લીધી હતી. ભારતીય ટીમ બેકફૂટ પર હતી અને હારની બાજી જીતમાં પલટી હતી.
આસિફ 2010માં સ્પોટ ફિક્સિંગ મામલે ફસાયા બાદ તેના પર 7 વર્ષનો પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો હતો. પાકિસ્તાન આ દરમિયાન ઈંગ્લેન્ડના પ્રવાસે હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
રાજકોટ
Advertisement