નવી દિલ્હી. આ વર્ષે એશિયા કપનું આયોજન 27 ઓગસ્ટથી 11 સપ્ટેમ્બર વચ્ચે થશે. એશિયા કપનું આયોજન શ્રીલંકામાં થશે પરંતુ શ્રીલંકાની વર્તમાન સ્થિતિને જોતા એવા અહેવાલ મળી રહ્યા છે કે આ વર્ષે એશિયા કપનું આયોજન શ્રીલંકાની બહાર કોઇ અન્ય દેશમાં થઇ શકે છે.
એક રિપોર્ટ અનુસાર, વાસ્તવમાં શ્રીલંકા હાલમાં આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે. દેશમાં રાજકીય અસ્થિરતા છે જેના કારણે એશિયા કપ 2022 અન્ય દેશમાં યોજાય તેવી શક્યતા પ્રબળ છે. અગાઉ આ ટૂર્નામેન્ટ બે વખત સ્થગિત કરવામાં આવી હતી.મીડિયા રિપોર્ટ્સ અનુસાર દુબઈમાં યોજાનારી ICCની બેઠક દરમિયાન આ મુદ્દા પર ચર્ચા કરવામાં આવશે. સૂત્રોના જણાવ્યા અનુસાર પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ રમીઝ રાજા અને મુખ્ય કાર્યકારી ફૈઝલ હસનૈન બેઠકમાં ભાગ લેશે.
એશિયા કપ અગાઉ પણ બે વખત સ્થગિત કરવામાં આવ્યો છે
એશિયા કપ સપ્ટેમ્બર 2020 માં યોજાવાનો હતો, પરંતુ કોરોના મહામારીના કારણે જૂન 2021 સુધી ટુનામેન્ટ સ્થગિત કરવામાં આવ્યો હતો. બાદમાં આ ટુનામેન્ટને ઓગસ્ટ 2022માં ફરી એકવાર મોકૂફ રાખવામાં આવી હતી. આ પછી ટૂર્નામેન્ટની યજમાની પણ પાકિસ્તાન પાસેથી લઇને શ્રીલંકાને સોપાઇ હતી. કારણ કે પાકિસ્તાનને એશિયા કપ 2023ની યજમાની કરવાનો અધિકાર આપવામાં આવ્યો હતો.
ટૂર્નામેન્ટમાં ભારત, શ્રીલંકા, પાકિસ્તાન, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન અને ક્વોલિફાયર ટીમ સહિત કુલ 6 ટીમો ભાગ લેશે. ભારતે સૌથી વધુ વખત એશિયા કપનું ટાઇટલ જીત્યું છે. શ્રીલંકાની વાત કરીએ તો દેશ સૌથી મોટા આર્થિક સંકટનો સામનો કરી રહ્યો છે. લોકોની જરૂરિયાતો પણ પૂર્ણ થઇ શકતી નથી. જરૂરી ચીજવસ્તુઓના ભાવ પણ આસમાને છે. જેના કારણે લોકો રસ્તાઓ પર હિંસક પ્રદર્શન કરી રહ્યા છે.
Gujarat Corona Cases: ગુજરાતમાં કોરોનાના કેસમાં ફરી વધારો થયો, જાણો ક્યાં નોંધાયા સૌથી વધુ કેસ ?