શોધખોળ કરો

સુરૈશ રૈના ઢીલોઢસ થઈ ગયો, IPLમાં પાછો ફરવા તૈયાર, CSKમાંથી કોને ગણાવ્યા પોતાના ‘પિતા સમાન’ ને કોને ‘ભાઈ’ ગણાવ્યો ?

કેપ્ટન ધોની સાથે વિવાદની અટકળો અંગે રૈનાએ કહ્યુ હતુ કે, ચેન્નાઈ સુપર કિંગ્સ મારો પરિવાર છે અને માહીભાઈ મારા માટે બધું જ છે.

નવી દિલ્લીઃ દુબઈમાં આઈપીએલ શરૂ થાય તે પહેલાં જ બાલ્કનીવાળા રૂમના મુદ્દે મહેન્દ્રસિંહ ધોની સાથે ઝગડીને ભારત પાછો આવી ગયેલો સુરેશ રૈના ઢીલોઢસ થઈ ગયો છે. રૈનાએ આઈપીએલ રમવા માટે પાછા ફરવાની ઈચ્છા વ્યક્ત કરી છે. તેણે ચેન્નાઈ સુપર કિંગ્સના માલિક શ્રીનિવાસનને પોતાના પિતા સમાન અને ધોનીને પોતાના ભાઈ જેવો ગણાવ્યો છે. કેપ્ટન ધોની સાથે વિવાદની અટકળો અંગે રૈનાએ કહ્યુ હતુ કે, ચેન્નાઈ સુપર કિંગ્સ મારો પરિવાર છે અને માહીભાઈ મારા માટે બધું જ છે. મારા માટે આ કપરો નિર્ણય હતો જે મારે લેવો પડ્યો છે. મારી અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે કોઈ વિવાદ નથી. કોઈ કારણ વગર હું 12 કરોડની ફી છોડીને પાછો ફરુ તેમ નથી. ભલે ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી મેં સન્યાસ લીધો હોય પણ બીજા પાંચેક વર્ષ હું આઈપીએલ રમી શકું તેમ છું. તેણે કહ્યું હતુ કે, હું મારા પરિવારના કારણે ભારત પાછો ફર્યો છું. મને એ વાતની ચિંતા હતી કે, મને કોરોનાના કારણે કશું થઈ જાય તો મારા પરિવારનુ શું થશે કેમ કે મારો પરિવાર મારા માટે મહત્વનો છે. સુરેશ રૈના અધવચ્ચે જ ટીમને છોડીને ભારત પાછો ફરી જતા.ટીમના માલિક એન. શ્રીનાવસને ધડાકો કર્યો હતો કે, રૈનાને હોટલમાં તેને અપાયેલા રૂમ અંગે નારાજગી હતી. તેને કેપ્ટન ધોની જેવો જ રુમ જોઈતો હતો.ટીમે તેની માંગણી નહીં સંતોષી હોવાથી તે ભારત પાછો ફરી ગયો છે. રૈનાએ કહ્યું હતુ કે, હું હાલમાં પણ ટ્રેનિંગ લઈ રહ્યો છું અને હું ફરી કદાચ ચેન્નાઈના કેમ્પમાં જોવા મળીશ. બીસીસીઆઈ અને ટીમ મેનેજમેન્ટ ખેલાડીઓને સુરક્ષિત રાખવા માટે બહુ સારુ કામ કરી રહ્યા છે. ખેલાડીઓ માટે આ સ્થિતિ નવી છે પણ વાતાવરણ બહુ સુરક્ષિત છે. કોઈ બાયો બબલની બહાર જઈ શકે તેમ નથી. રૈનાના કાકા પર અને પરિવાર પર ગયા મહિને પઠાણકોટમાં હુમલો થયો હતો.જેમાં તેના કાકા અને તેના પિતરાઈનુ મોત થયુ છે.રૈ નાએ કહ્યુ હતુ કે, આ બહુ ભયાનક ઘટના હતી અને તેના કારણે મારો પરિવાર બહુ પરેશાન છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમમાં 16 વર્ષીય ગુજરાતી ખેલાડીની એન્ટ્રી, જાણો કોણ છે?
ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમમાં 16 વર્ષીય ગુજરાતી ખેલાડીની એન્ટ્રી, જાણો કોણ છે?
મેચ ફિક્સિંગમાં ફસાયો આ ક્રિકેટર, ICC એ લગાવ્યો 8 વર્ષનો કડક પ્રતિબંધ
મેચ ફિક્સિંગમાં ફસાયો આ ક્રિકેટર, ICC એ લગાવ્યો 8 વર્ષનો કડક પ્રતિબંધ
IND vs SL: ઈજાગ્રસ્ત બુમરાહ શ્રીલંકા સામેની ટેસ્ટ સીરિઝમાંથી બહાર, આકિબ નબીને મળ્યું સ્થાન
IND vs SL: ઈજાગ્રસ્ત બુમરાહ શ્રીલંકા સામેની ટેસ્ટ સીરિઝમાંથી બહાર, આકિબ નબીને મળ્યું સ્થાન
એશિયા કપ 2026 માટે ટીમ ઈન્ડિયા જાહેર: શ્રેયંકા પાટિલ આઉટ, પ્રેમા રાવતનો સમાવેશ
એશિયા કપ 2026 માટે ટીમ ઈન્ડિયા જાહેર: શ્રેયંકા પાટિલ આઉટ, પ્રેમા રાવતનો સમાવેશ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ ખાડે ગઈ એસ.ટી. ?
Hun To Bolish : હું તો બોલીશ : ઘી, દૂધ અને દારૂ ડુપ્લીકેટ
Ambalal Patel Rain Forecast: 8 ઓગસ્ટથી વરસાદનો વધુ એક રાઉન્ડ: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
Gandhinagar news: રાજ્યના શિક્ષણ વિભાગનો શિક્ષકોના હિતમાં મહત્વનો નિર્ણય
Gujarat Rain Forecast: ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, ક્યાં ક્યાં પડશે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પેટાચૂંટણીમાં ભાજપ 2-1 થી હાર્યું: બાંકીપુરમાં PK અને દતિયામાં કોંગ્રેસનો જંગી વિજય
પેટાચૂંટણીમાં ભાજપ 2-1 થી હાર્યું: બાંકીપુરમાં PK અને દતિયામાં કોંગ્રેસનો જંગી વિજય
ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ
ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ
ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમમાં 16 વર્ષીય ગુજરાતી ખેલાડીની એન્ટ્રી, જાણો કોણ છે?
ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમમાં 16 વર્ષીય ગુજરાતી ખેલાડીની એન્ટ્રી, જાણો કોણ છે?
‘ઈરાન વાતચીત માટે ભીખ માંગે છે, પણ...: ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન ભડક્યા, કહ્યું - પરમાણુ હથિયાર ક્યારેય
‘ઈરાન વાતચીત માટે ભીખ માંગે છે, પણ...: ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન ભડક્યા, કહ્યું - પરમાણુ હથિયાર ક્યારેય
બાંકીપુરમાં ભાજપના ગઢમાં ગાબડું! પ્રશાંત કિશોરની ઐતિહાસિક જીત પાછળના 5 મોટા કારણો
બાંકીપુરમાં ભાજપના ગઢમાં ગાબડું! પ્રશાંત કિશોરની ઐતિહાસિક જીત પાછળના 5 મોટા કારણો
બાંકીપુર પેટા ચૂંટણીમાં પ્રશાંત કિશોરની પ્રચંડ જીત, BJP ઉમેદવારને 18953 મતોથી હરાવ્યા 
બાંકીપુર પેટા ચૂંટણીમાં પ્રશાંત કિશોરની પ્રચંડ જીત, BJP ઉમેદવારને 18953 મતોથી હરાવ્યા 
વડોદરામાં 2 દિવસના વિરામ બાદ મેઘમહેર: જાણો ગુજરાતમાં આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન
વડોદરામાં 2 દિવસના વિરામ બાદ મેઘમહેર: જાણો ગુજરાતમાં આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન
અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી:  5 દિવસ બાદ ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, આ જિલ્લાઓમાં ધોધમાર વરસાદની આગાહી
અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી:  5 દિવસ બાદ ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, આ જિલ્લાઓમાં ધોધમાર વરસાદની આગાહી
Embed widget