ઈન્ડિયન પ્રીમિયર લીગમાં ભારતના પૂર્વ ક્રિકેટર સુરેશ રૈનાની વાપસીની શક્યતાઓ સમાપ્ત થઈ ગઈ છે. સુરેશ રૈનાએ ઘરેલુ ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી દીધી છે. જોકે, રિપોર્ટ અનુસાર, સુરેશ રૈના ક્રિકેટ રમવાનું ચાલુ રાખશે. હિન્દી અખબાર દૈનિક જાગરણના અહેવાલ મુજબ, સુરેશ રૈના દક્ષિણ આફ્રિકા, UAE અને શ્રીલંકાની T20 લીગની આગામી સિઝનમાં ભાગ લેશે.


વાસ્તવમાં સુરેશ રૈનાને આ વર્ષની IPL માટે કોઈ ટીમે ખરીદ્યો નથી. સુરેશ રૈનાએ 2020માં જ ઈન્ટરનેશનલ ક્રિકેટને અલવિદા કહી દીધું હતું, આ કારણે તેની આઈપીએલમાં વાપસીની શક્યતા પણ લગભગ સમાપ્ત થઈ ગઈ હતી. હવે સુરેશ રૈનાએ ઘરેલુ ક્રિકેટને અલવિદા કહીને પોતાના માટે વિદેશી લીગમાં રમવાના દરવાજા ખોલી દીધા છે.


ઉલ્લેખનીય છે કે બીસીસીઆઈએ હાલમાં જ સ્પષ્ટ કર્યું હતું કે તેની સાથે કરાર ધરાવતો કોઈપણ ખેલાડી કોઈપણ વિદેશી લીગમાં ભાગ લઈ શકશે નહીં. જો સુરેશ રૈનાએ ઘરેલુ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા વિના વિદેશી T20 લીગમાં ભાગ લીધો હોત તો BCCI તેની સામે કાર્યવાહી કરી શકે તેમ હતું.


સુરેશ રૈના આઈપીએલનો સ્ટાર ખેલાડી હતો


સુરેશ રૈના T20 ફોર્મેટમાં વિશ્વના શ્રેષ્ઠ ખેલાડીઓમાં સામેલ છે.  સુરેશ રૈનાને મિસ્ટર આઈપીએલ તરીકે પણ ઓળખવામાં આવે છે. સુરેશ રૈનાએ આઈપીએલમાં 205 મેચોમાં 32.5ની એવરેજ અને 137ની આસપાસના સ્ટ્રાઈક રેટથી 5528 રન બનાવ્યા છે. સુરેશ રૈનાએ ચેન્નઈ સુપર કિંગ્સને ત્રણ વખત વિજેતા બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.


જો કે, 2020માં જ સુરેશ રૈનાની આઈપીએલ કારકિર્દી અંત તરફ આગળ વધી ગઈ હતી. ટીમ મેનેજમેન્ટ સાથેના વિવાદને કારણે સુરેશ રૈનાએ 2020 IPLમાં ભાગ લીધો ન હતો. આ પછી સુરેશ રૈના 2021માં પરત ફર્યો પરંતુ સારુ પ્રદર્શન કરી શક્યો નહોતો.


આ પણ વાંચોઃ


 


Crude Oil Price Today: ભારતને આંચકો! OPEC+ દ્વારા ક્રૂડ ઓઈલના ઉત્પાદનમાં કાપ મૂકવાના નિર્ણય બાદ કિંમતોમાં 4%નો વધારો


iPhone 14 Pre Order ની જાણકારી, જાણો લોન્ચના કેટલા દિવસ બાદ પ્રી ઓર્ડર કરી શકશો Appleનો નવો સ્માર્ટફોન


IND vs PAK: પાકિસ્તાની ફેન્સ સાથે સેલ્ફી લેતાં રોહિતે મજાકમાં કહ્યું - 'હાથ તો છોડો..', વીડિયો થયો વાયરલ


Teachers Day: PM મોદીની મોટી જાહેરાત, PM SHRI યોજના હેઠળ 14500 શાળાઓને અપગ્રેડ કરાશે


Bhavnagar: ભાવનગરમાં લાખોની કિંમતના સરકારી અનાજની ચોરી, તપાસમાં અનેક મોટા ખુલાસા થવાની શક્યતા