શોધખોળ કરો
Advertisement
ધોની પ્રેક્ટિસ કરી રહ્યો હતો ત્યારે અચાનક આ ખેલાડી ધોનીના બેટને પગે લાગવા લાગ્યો, વીડિયોમાં જુઓ શું થયુ'તુ.......
ઉલ્લેખનીય છે કે, ધોની અને રૈના આઇપીએલ 13 સિઝનની ટ્રૉફી કબજે કરવા માટે જબરદસ્ત પ્રેક્ટિસ કરી રહ્યાં છે. આગામી 29 માર્ચથી આઇપીએલ 2020 ટૂર્નામેન્ટ શરૂ થઇ રહી છે
નવી દિલ્હીઃ આગામી 29 માર્ચે શરૂ થઇ રહેલી આઇપીએલની નવી સિઝન માટે દરેક ટીમના ખેલાડીઓ પોતાના ઘરેલુ મેદાનમાં પ્રેક્ટિસ માટે ઉતર્યા છે. ત્યારે ધોની પણ મેચ પહેલા પોતાની ફિટનેસ માટે પ્રેક્ટિસ કરવા મેદાનમાં ઉતર્યો હતો. જોકે, દરમિયાન એક એવી ઘટના બની કે ચેન્નાઇ સુપર કિંગ્સનો સાથી ખેલાડી સુરેશ રૈના પ્રેક્ટિસ દરમિયાન ધોનાની બેટને પગે લાગવા લાગ્યો હતો. આનો વીડિયો પણ હાલ સોશ્યલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.
વાયરલ થયેલા વીડિયોમાં દેખાઇ રહ્યું છે, તે પ્રમાણે, ધોની અને રૈના ચેન્નાઇ સુપર કિંગ્સની જર્સી પહેરીને પ્રેક્ટિસ કરી રહ્યાં છે.
જ્યારે બન્ને પીચ પર વાતચીત કરતા હતા, ત્યારે અચાનક સુરેશ રૈનાનો પગ ધોનીના બેટ સાથે અથડાઇ ગયો હતો, આ ભૂલને સુધારવા માટે રૈનાએ તરતજ ધોનીના બેટને પગે લાગી દીધુ હતુ.
ઉલ્લેખનીય છે કે, ધોની અને રૈના આઇપીએલ 13 સિઝનની ટ્રૉફી કબજે કરવા માટે જબરદસ્ત પ્રેક્ટિસ કરી રહ્યાં છે. આગામી 29 માર્ચથી આઇપીએલ 2020 ટૂર્નામેન્ટ શરૂ થઇ રહી છે.Raina Accidentally Stepped on MSD's Bat..Once He Noticed, He Worshipped his Bat.
Massive Respect @ImRaina !!????❤ pic.twitter.com/uQdePvGKqK — Troll CSK Haters™ (@CSKFansArmy) March 10, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
બિઝનેસ
ક્રિકેટ
ગાંધીનગર
Advertisement