શોધખોળ કરો
દુબઇમાં આ ક્રિકેટર બન્યો રેપર, હૉટલની બારીમાં ઉભા રહીને ગાયુ ક્વૉરન્ટાઇનનુ રેપર સોન્ગ
ક્વૉરન્ટાઇન સમયમાં કેટલાક ખેલાડી હૉટલમાં જીમ, અને ફિઝિકલ ટ્રેનિંગ લઇ રહ્યાં છે, તો વળી નેટફ્લિક્સમાં વેબ સીરીઝ જોઇને સમય વિતાવી રહ્યાં છે. સુરેશ રૈના એ નવા રૉલમાં દેખાઇ રહ્યો છે, કેમકે તે બેટ્સમેનની જગ્યા હાલ રેપર બની ગયો છે

નવી દિલ્હીઃ આઇપીએલ પહેલા દરેક ટીમો યુએઇ પહોંચી ગઇ છે. દરેક ખેલાડીઓ કોરોનાની ગાઇડલાઇન પ્રમાણે હાલ ક્વૉરન્ટાઇનમાં રહી રહ્યાં છે. નિયમ પ્રમાણે દરેક ખેલાડી અને સ્ટાફને આઇપીએલ પહેલા યુએઇમાં સાત દિવસ સુધી ક્વૉરન્ટાઇન રહેવુ પડશે, બાદમાં જ મેદાન પર અભ્યાસ કરી શકશે. હાલ હૉટલની બહાર જવાની મનાઇ છે. ત્યારે આ બધાની વચ્ચે સીએસકે સ્ટાર સુરેશ રૈના રેપર બનીને મસ્તી કરી રહ્યો છે. ક્વૉરન્ટાઇન સમયમાં કેટલાક ખેલાડી હૉટલમાં જીમ, અને ફિઝિકલ ટ્રેનિંગ લઇ રહ્યાં છે, તો વળી નેટફ્લિક્સમાં વેબ સીરીઝ જોઇને સમય વિતાવી રહ્યાં છે. સુરેશ રૈના એ નવા રૉલમાં દેખાઇ રહ્યો છે, કેમકે તે બેટ્સમેનની જગ્યા હાલ રેપર બની ગયો છે.
રૈનાએ હૉટલના રૂમની બારીમાંથી એક રેપ સોન્ગ ગાઇને ઇન્સ્ટાગ્રામ પર વીડિયો પૉસ્ટ કર્યો છે. આ વીડિયોમાં રૈના રેપ કરતો દેખાઇ રહ્યો છે. વીડિયોની લાઇન્સ કંઇક આવી છે...... "ક્વૉરન્ટાઇન હો ચાહે 4 દિન યા ચાહે એક પૂરા વીક મેં હૂં અંદર પર નિકલતા બહાર મેરા ફિટનેસ ફ્રિક વર્કઆઉટ ઔર નેટફ્લિક્સ સે ગુજરા પૂરા દિન મેરા અબ તો બુર્જ ખલીફા કલ સે લગ રહા હૈ ઔર બડા" રૈનાને રેપ ગાતા જોઇને ફેન્સ જબરદસ્ત લાઇક કરી રહ્યાં છે. ઉલ્લેખનીય છેકે ચેન્નાઇ સુપર કિંગ્સની ટીમ આ વર્ષ આત્મવિશ્વાસથી ભરપૂર દેખાઇ રહી છે. ટીમની કમાન એકવાર ફરીથી એમએસ ધોનીના હાથોમાં છે. તમામ ખેલાડીઓ જબરદસ્ત તૈયારીમાં છે.

વધુ વાંચો