શોધખોળ કરો

IND vs ENG: ઈગ્લેન્ડના પ્રવાસ માટે ટીમ ઈન્ડિયામાં ફરી આ દિગ્ગજની વાપસી, ભજવશે આ ભૂમિકા

IND vs ENG: BCCI આ વખતે વિદેશી ફિલ્ડિંગ કોચની નિમણૂક કરવા માંગતું હતું પરંતુ સમયસર યોગ્ય ઉમેદવાર શોધી શક્યું નથી

IND vs ENG:  આગામી ઇંગ્લેન્ડ પ્રવાસ માટે યોગ્ય વિકલ્પ ન મળવાને કારણે ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI) એ ફરી એકવાર ટી. દિલીપને ટીમના ફિલ્ડિંગ કોચ તરીકે નિયુક્ત કર્યા છે. ગયા મહિને BCCI એ દિલીપ અને સહાયક કોચ અભિષેક નાયરને હટાવ્યા હતા જ્યારે 2024-25 બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં ભારતના ખરાબ પ્રદર્શન બાદ કોચિંગ સ્ટાફમાં ફેરફાર કર્યો હતો.

BCCI ના એક સૂત્રએ સમાચાર એજન્સી PTIને જણાવ્યું હતું કે, 'દિલીપ એક સારા કોચ છે જેમણે 2021થી ત્રણ વર્ષ સુધી ટીમની સેવા કરી છે. તે ખેલાડીઓને નજીકથી જાણે છે. આવી સ્થિતિમાં ઇંગ્લેન્ડ જેવા મોટા પ્રવાસ માટે ટીમમાં તેમની વાપસી ફાયદાકારક રહેશે.'

BCCI આ વખતે વિદેશી ફિલ્ડિંગ કોચની નિમણૂક કરવા માંગતું હતું પરંતુ સમયસર યોગ્ય ઉમેદવાર શોધી શક્યું નથી. સૂત્રએ જણાવ્યું હતું કે, આ સમયે નવો ચહેરો લાવવો યોગ્ય રહેશે નહીં અને દિલીપ ખેલાડીઓમાં લોકપ્રિય છે. દિલીપે પોતાના કાર્યકાળ દરમિયાન કેટલીક મહાન પહેલ કરી હતી. જેમ કે મેચના દિવસે શ્રેષ્ઠ ફિલ્ડરને મેડલ આપવો અથવા કોઈ દિગ્ગજને બોલાવીને મેડલ આપવા વગેરે છે .

ઇંગ્લેન્ડ પ્રવાસ માટે 18 સભ્યોની ભારતીય ટીમ: શુભમન ગિલ (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ, સાઈ સુદર્શન, ઋષભ પંત (ઉપ-કેપ્ટન/વિકેટકીપર), નીતિશ કુમાર રેડ્ડી, રવિન્દ્ર જાડેજા, ધ્રુવ જુરેલ (વિકેટકીપર), અભિમન્યુ ઈશ્વરન, શાર્દુલ ઠાકુર, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ કૃષ્ણા, કરુણ નાયર, વોશિંગ્ટન સુંદર, આકાશ દીપ, અર્શદીપ સિંહ, કુલદીપ યાદવ.

ઇંગ્લેન્ડમાં ભારતનો ટેસ્ટ રેકોર્ડ એટલો સારો નથી

ઇંગ્લેન્ડની ધરતી પર ભારતીય ટીમનો ટેસ્ટ રેકોર્ડ સારો રહ્યો નથી. ભારતે અત્યાર સુધી ઇંગ્લેન્ડ સામે તેના ઘરે 67 ટેસ્ટ મેચ રમી છે (1932-2022). આ દરમિયાન તેણે ફક્ત 9 ટેસ્ટ જીતી છે, જ્યારે તેને 36 મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. 22 મેચ ડ્રો પણ થઈ હતી. એમએસ ધોની (2011-2014)નો કેપ્ટન તરીકે ઇંગ્લેન્ડની ધરતી પર સૌથી ખરાબ રેકોર્ડ છે. તેની કેપ્ટનશીપ હેઠળ ભારતે ઇંગ્લેન્ડની ધરતી પર 9 ટેસ્ટ મેચમાંથી ફક્ત એક જ જીત મેળવી હતી, જ્યારે સાતમાં હારનો સામનો કરવો પડ્યો હતો. એક મેચ ડ્રો રહી હતી.                                         

ટોપ સ્ટોરી

10 વિકેટ ઝડપવા છતાં માનવ સુથાર પ્લેયર ઓફ ધ મેચ કેમ ન બન્યો? જાણો કોને મળ્યો આ એવોર્ડ
10 વિકેટ ઝડપવા છતાં માનવ સુથાર પ્લેયર ઓફ ધ મેચ કેમ ન બન્યો? જાણો કોને મળ્યો આ એવોર્ડ
રવીન્દ્ર જાડેજાની T20 ક્રિકેટમાંથી શાનદાર વિદાય, પણ આ એક રેકોર્ડની હંમેશા રહેશે કમી
રવીન્દ્ર જાડેજાની T20 ક્રિકેટમાંથી શાનદાર વિદાય, પણ આ એક રેકોર્ડની હંમેશા રહેશે કમી
IND vs SL 1st Test: ભારતે 165 રનોથી જીતી ગાલે ટેસ્ટ, માનવ સુથારે 10 વિકેટ લઈ રચ્યો ઈતિહાસ 
IND vs SL 1st Test: ભારતે 165 રનોથી જીતી ગાલે ટેસ્ટ, માનવ સુથારે 10 વિકેટ લઈ રચ્યો ઈતિહાસ 
Ravindra Jadeja Record: ટેસ્ટ ક્રિકેટમાં રવિન્દ્ર જાડેજાનો શરમજનક રેકોર્ડ, બન્યો નં-1 બોલર!
Ravindra Jadeja Record: ટેસ્ટ ક્રિકેટમાં રવિન્દ્ર જાડેજાનો શરમજનક રેકોર્ડ, બન્યો નં-1 બોલર!

વિડિઓઝ

Mansukh Vasava : નેપાળવાળી ગુજરાતમાં ના ચાલે, અનંત પટેલ પર વસાવાના પ્રહાર
Vehicle Number Plate Reality Check : 'નંબર પ્લેટ નહીં તો પેટ્રોલ નહીં', જુઓ ગ્રાઉન્ડ રિપોર્ટ
Ambalal Patel Prediction : દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે, અંબાલાલ પટેલની આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
ભાવનગર દારુકાંડમાં 3 મોતથી કુંભકર્ણ ઊંઘમાંથી જાગી પોલીસ, રાજ્યમાં દારૂ અડ્ડા પર દરોડાના DGP ના આદેશ 
ભાવનગર દારુકાંડમાં 3 મોતથી કુંભકર્ણ ઊંઘમાંથી જાગી પોલીસ, રાજ્યમાં દારૂ અડ્ડા પર દરોડાના DGP ના આદેશ 
Embed widget