India vs South Africa T20 Series Ravichandran Ashwin Bhuvneshwar Kumar: ભારત અને દક્ષિણ આફ્રિકાની વચ્ચે 9મી જૂનથી ટી20 સીરીઝની શરૂઆત થઇ રહી છે. સીરીઝની પહેલી મેચ દિલ્હીમાં રમાશે. આ સીરીઝ પહેલા જો બૉલિંગ રેકોર્ડ્સ પર નજર નાંખીએ તો આમાં સ્પિન બૉલર રવિચંદ્રન અશ્વિનનુ નામ પહેલા નંબર પર આવે છે.અશ્વિન ભારત માટે દક્ષિણ આફ્રિકા સામે સૌથી વધુ ટી20 વિકેટો લેનારો બૉલર છે. ભારતના હાલની ટીમમાં માત્ર બે જ બૉલરો છે જે ટૉપ 5 ખેલાડીઓના લિસ્ટમાં સામેલ છે. 


ટી20 મેચોમાં ભારત માટે દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ અશ્વિને સૌથી વધુ વિકેટો લીધી છે. તેને 6 મેચોમાં 10 વિકેટો ઝડપી છે, જ્યારે ભુવનેશ્વર કુમાર બીજા નંબર પર છે, તેને 6 મેચોમાં 8 વિકેટો ઝડપી છે, ભુવી ભારતની હાલની ટીમમાં સામલે છે. આ લિસ્ટમાં બીજા નંબર પર ઝહીર ખાન છે,તેને 3 મેચોમાં 6 વિકેટો ઝડપી છે. જ્યારે હાર્દિક પંડ્યા 5 વિકેટોની સાથે ચોથા નંબર પર છે, તે પણ ભારતની હાલની ટીમમાં સામલે છે. આરપી સિંહે પણ 5 વિકેટો ઝડપી છે. 


ઉલ્લેખનીય છે કે ભારતે દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ રમાનારી ટી20 સીરીઝ માટે કેટલાય યુવા બૉલરોને જગ્યા આપી છે. આમાં રવિ બિશ્નોઇ, આવેશ ખાન, હર્ષલ પટેલ, અર્શદીપ સિંહ અને ઉમરાન મલિક સામેલ છે. 


ભારત માટે દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ સૌથી વધુ ટી20 વિકેટો -


રવિચંદ્રન અશ્વિન  - 10 વિકેટ
ભુવનેશ્વર કુમાર - 8 વિકેટ
ઝહીર ખાન - 6 વિકેટ
હાર્દિક પંડ્યા - 5 વિકેટ
આરપી સિંહ - 5 વિકેટ


 


આ પણ વાંચો..... 


રાશિદ ખાનનો ખુલાસોઃ આ ભારતીય બેટ્સમેન સામે બોલિંગ કરવાની થાત તો પરસેવો છૂટી જાત


Gayatri Jayanti 2022: ક્યારે છે ગાયત્રી જયંતી ? જાણો તિથિ, પૂજા માટે શુભ મુહૂર્ત અને વિધિ


NEET PG 2022 Result: NEET-PG પરીક્ષાનું પરિણામ જાહેર, માત્ર 10 દિવસમાં જ પરિણામ જાહેર કરાયું


Horoscope Today 2 June 2022: કર્ક, કન્યા, મીન રાશિના જાતકો સાવધાન, જાણો તમામ 12 રાશિઓનું રાશિફળ


હાર્ટ અટેકે સિંગર કે.કે.ની અચાનક જિંદગી લઇ લીધી, જો શરીરમાં આ સંકેત મળે તો આપ પણ થઇ જજો સાવધાન


Urfi New Style: હાથના મોંજામાંથી બનેલી બ્રા પહેરીને નીકળી ઉર્ફી જાવેદ, વીડિયો વાયરલ થતાં જ ફેન્સ ચોંક્યા, જુઓ