શોધખોળ કરો

ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતીય ટીમે રચ્યો ઈતિહાસ, આવું કરનારી પ્રથમ ટીમ બની 

ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે મેચ રમાઈ રહી છે. આ મેચમાં ન્યૂઝીલેન્ડના કેપ્ટન મિચેલ સેન્ટનરે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે.

Team Indian Champions Trophy Final: ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે મેચ રમાઈ રહી છે. આ મેચમાં ન્યૂઝીલેન્ડના કેપ્ટન મિચેલ સેન્ટનરે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. કેપ્ટન રોહિત શર્માએ આ મેચ માટે પ્લેઈંગ ઈલેવનમાં કોઈ ફેરફાર કર્યો નથી. એ જ ખેલાડીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે જેઓ સેમીફાઈનલમાં ઓસ્ટ્રેલિયા સામે રમ્યા હતા. વર્તમાન ટુર્નામેન્ટમાં ટીમ ઈન્ડિયા અત્યાર સુધી અજેય છે અને એક પણ મેચ હારી નથી. હવે, ન્યૂઝીલેન્ડ સામેની ફાઈનલમાં ટોસ થતાં જ ભારતીય ટીમે એક ખાસ રેકોર્ડ બનાવી લીધો છે.

ભારતની સતત ત્રીજી ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલ 

ભારતીય ટીમ ચેમ્પિયન્સ ટ્રોફીના ઈતિહાસમાં સતત ત્રીજી ફાઈનલ રમી રહી છે. આ પહેલા ભારતે ચેમ્પિયન્સ ટ્રોફી 2013 અને 2017ની ફાઈનલ મેચ પણ રમી હતી. ટીમ ઈન્ડિયા પહેલા કોઈપણ ટીમ ચેમ્પિયન્સ ટ્રોફીમાં સતત ત્રણ ફાઈનલ રમી શકી ન હતી. હવે ભારતે ઈતિહાસ રચ્યો છે. ભારતે ચેમ્પિયન્સ ટ્રોફી 2013ની ફાઈનલ મહેન્દ્ર સિંહ ધોનીની કપ્તાની હેઠળ અને ચેમ્પિયન્સ ટ્રોફી 2017ની ફાઈનલ વિરાટ કોહલીની આગેવાની હેઠળ રમી હતી. હવે ચેમ્પિયન્સ ટ્રોફી 2025 રોહિત શર્માની કેપ્ટન્સીમાં રમાઈ રહી છે.

ચેમ્પિયન્સ ટ્રોફીમાં સૌથી વધુ સતત ફાઈનલ રમનાર ટીમો:

ભારત- ત્રણ ફાઇનલ્સ (2013, 2017, 2025)
વેસ્ટ ઈન્ડિઝ- બે ફાઈનલ (2004, 2006)
ઓસ્ટ્રેલિયા - બે ફાઈનલ (2006, 2009)
ભારત- બે ફાઈનલ (2000, 2002)

સૌરવ ગાંગુલીની સદી બેકાર ગઈ 

ચેમ્પિયન્સ ટ્રોફી  ફાઈનલ મેચ પણ ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાઈ હતી. ત્યારબાદ ભારત માટે સૌરવ ગાંગુલીએ 117 રનની ઇનિંગ રમી અને ભારતીય ટીમે 264 રન બનાવ્યા. આવી સ્થિતિમાં ટીમ ઈન્ડિયાની જીત નિશ્ચિત જણાતી હતી, પરંતુ ત્યારપછી ક્રિસ કેઈન્સ ન્યૂઝીલેન્ડ માટે સૌથી મોટો હીરો બની ગયો અને તેમણે 102 રનની ઈનિંગ રમીને ટીમને જીત અપાવી. તેના કારણે જ કીવી ટીમે 4 વિકેટે મેચ જીતીને ચેમ્પિયન્સ ટ્રોફી 2000નું ટાઈટલ જીત્યું હતું.

ભારતે બે વખત ચેમ્પિયન્સ ટ્રોફીનો ખિતાબ જીત્યો હતો

ટીમ ઈન્ડિયા અત્યાર સુધીમાં બે વખત ચેમ્પિયન્સ ટ્રોફીનો ખિતાબ જીતી ચૂકી છે. વર્ષ 2002માં એકવાર સૌરવ ગાંગુલીની કેપ્ટનશીપ હેઠળ. ત્યારબાદ વરસાદના કારણે ફાઈનલ મેચ રમાઈ શકી ન હતી. આ કારણોસર ભારત અને શ્રીલંકાને સંયુક્ત વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. આ પછી ભારતે મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટન્સીમાં ચેમ્પિયન્સ ટ્રોફી 2013નો ખિતાબ જીત્યો હતો. ત્યારબાદ ટીમ ઈન્ડિયાએ ઈંગ્લેન્ડને પાંચ રનથી હરાવ્યું હતું.   

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

મિશેલ સ્ટાર્કનો 'ડાબા હાથનો કમાલ', 434 વિકેટ ઝડપી રચી દીધો ઇતિહાસ, આવું કરનારો બન્યો દુનિયાનો પહેલો બોલર
મિશેલ સ્ટાર્કનો 'ડાબા હાથનો કમાલ', 434 વિકેટ ઝડપી રચી દીધો ઇતિહાસ, આવું કરનારો બન્યો દુનિયાનો પહેલો બોલર
આ 2 કારણોને લીધે ગૌતમ ગંભીરની નહીં થાય છૂટ્ટી, જાણો શું છે BCCI નો પ્લાન
આ 2 કારણોને લીધે ગૌતમ ગંભીરની નહીં થાય છૂટ્ટી, જાણો શું છે BCCI નો પ્લાન
WTC 2025-27 ફાઇનલ: ટીમ ઈન્ડિયાએ ફાઇનલમાં પહોંચવા કેટલી મેચ જીતવી પડશે? જાણો ગણિત
WTC 2025-27 ફાઇનલ: ટીમ ઈન્ડિયાએ ફાઇનલમાં પહોંચવા કેટલી મેચ જીતવી પડશે? જાણો ગણિત
ભારત સામેની પહેલી ટેસ્ટ માટે શ્રીલંકાની ટીમ જાહેર, નિસાન્કા બહાર; જાણો કોણ બન્યું કેપ્ટન
ભારત સામેની પહેલી ટેસ્ટ માટે શ્રીલંકાની ટીમ જાહેર, નિસાન્કા બહાર; જાણો કોણ બન્યું કેપ્ટન

વિડિઓઝ

Gujarat Rain Breaking News : ગુજરાતમાં આજે ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
Dwarka Farmers Protest : દ્વારકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની ખેડૂતોની માગ
Hun To Bolish : હું તો બોલીશ : મેડમની માયાજાળ
Hun To Bolish : હું તો બોલીશ : નેશનલ હાઈવે પર ખાડાનો ટોલ ટેક્સ
Gujarat Weather : ગુજરાતમાં ખાબકશે ભારે વરસાદ, એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રીય

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 
દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
UIDAI Update : આધારને સાથે લઈ જવાની ઝંઝટ ખતમ, એક જ ફોનમાં રાખો પરિવારના  5 Aadhaar Card
UIDAI Update : આધારને સાથે લઈ જવાની ઝંઝટ ખતમ, એક જ ફોનમાં રાખો પરિવારના  5 Aadhaar Card
8th Pay Commission: બેઝિક પગાર ₹69,000 અને પેન્શન ₹45,000 કરવાનો પ્રસ્તાવ, જાણો પેન્શનર્સની મોટી માંગ
8th Pay Commission: બેઝિક પગાર ₹69,000 અને પેન્શન ₹45,000 કરવાનો પ્રસ્તાવ, જાણો પેન્શનર્સની મોટી માંગ
પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો
પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Embed widget