India Vs England: ઇંગ્લેન્ડ વિરુદ્ધ રમાયેલી બીજી વનડે મેચમાં ટીમ ઇન્ડિયાને 100 રનથી કારમી હારનો સામનો કરવો પડ્યો, બીજી વનડેમાં બન્ને ઓપનર્સ જલદી આઉટ થઇ ગયા બાદ ટીમના બાકીના બેટ્સમેનો પણ ફટાફટ પેવેલિયન ભેગા થયા હતા. આ કડીમાં ફરી એકવાર પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) પણ સામેલ રહ્યો, તે પણ આ મેચમાં કંઇક ના કરી શક્યો, માત્ર 16 રન બનાવીને આઉટ થઇ ગયો હતો. વિરાટના આઉટ થવાની સાથે જ ફેન્સ અને પૂર્વ ક્રિકેટરો તેના ફોર્મ પર સવાલો ઉઠાવવા લાગ્યા હતા. આ બધાની વચ્ચે હવે કેપ્ટન રોહિત શર્માએ કોહલીને બચાવ કર્યો છે.
રોહિત શર્માએ વિરાટ કોહલીને વનડે ક્રિકેટમાં બેસ્ટ બેટ્સમેન બતાવ્યો છે. ટીમ ઇન્ડિયાના કેપ્ટને કહ્યું -વિરાટે અમારા માટે ઘણીબધી મેચો જીતી છે, વિરાટ કોહલી દુનિયાનો એક મહાન બેટ્સમેન છે, વિરાટની એવરેજ અને સદીઓને જોવી જોઇએ.
રોહિત શર્માએ આગળ કહ્યું- વિરાટને ફોર્મમાં આવવા માટે ફક્ત એક કે બે સારી ઇનિંગોની જરૂર છે, અમે વિરાટ કોહલીની ક્વૉલિટીને બેક કરી રહ્યાં છીએ, દરેક ખેલાડી ખરાબ સમયમાંથી પસાર થાય છે.
જૉસ બટલરનો પણ મળ્યો સાથ -
વિરાટ કોહલીના બચાવમાં ઇંગ્લેન્ડના કેપ્ટન જૉસ બટલરે પણ નિવેદન આપ્યુ છે, તેને કહ્યું કે વિરાટ એક માણસ છે, તે લૉ સ્કૉર કરી શકે છે, પરંતુ વિરાટ કોહલી વનડે ક્રિકેટમાં સૌથી બેસ્ટ ખેલાડી છે. બટલરે આગળ કહ્યું- મને એ વાતની હેરાની થાય છે કે, વિરાટ જેવા ખેલાડીને નિંદાઓનો સામનો કરવો પડી રહ્યો છે, પરંતુ વિરાટ કોહલી વનડે ક્રિકેટમાં સૌથી બેસ્ટ ખેલાડી છે.
આ પણ વાંચો..........
Corona ના વધતા કેસોએ ફરી ચિંતા વધારી, જાણો ક્યાં ફેસ માસ્ક લગાવવું ફરજિયાત થયું
સંસદ ભવન પરિસરમાં હવે ધરણા, ભૂખ હડતાળ કરવા પર પ્રતિબંધ, કોગ્રેસે કહ્યુ- D(h)arna Mana Hai!
Gujarat Rain: રાજ્યમાં 207 જળાશયોમાં 50.91% પાણીનો સંગ્રહ, 36 ડેમ હાઈ એલર્ટ પર