Uthappa's Baby Girl Name: ભારતીય ક્રિકેટર અને આઇપીએલમાં (IPL) ચેન્નાઇ સુપર કિંગ્સ (CSK) નો ભાગ રહેલા રોબિન ઉથપ્પા (Robin Uthappa)ના ઘરે એક નાનુ મહેમાન આવી ગયુ છે. ખરેખરમાં, રોબિન ઉથપ્પા બીજીવાર પિતા બન્યો છે. આ ભારતીય ક્રિકેટરની પત્નીએ દીકરીને જન્મ આપ્યો છે. રોબિન ઉથપ્પાએ ઇન્સ્ટાગ્રામ પૉસ્ટ (Instagram Post) શેર કરીને આ વાતની જાણકારી આપી છે. 


ખરેખરમાં, રોબિન ઉથપ્પાએ ઇન્સ્ટા પર એક ફેમિલી ફૉટો શેર કર્યો છે, જેમાં તે પત્ની અને દીકરા ઉપરાંત નવજાત શીશુ સાથે દેખાઇ રહ્યો છે. રોબિન ઉથપ્પાની દીકરીનુ નામ ટ્રિનિટી થિયા ઉથપ્પા (Trinity Thea Uthappa) રાખ્યુ છે. તેને તસવીરો શેર કરતા પોતાના ઇન્સ્ટાગ્રામ પર પૉસ્ટ લખી છે કે પ્રેમભર્યા દિલની સાથે અમે અમારા ઘરના નવા મહેમાનને રજૂ કરવા માંગીએ છીએ, મળો મારી દીકરી ટ્રિનિટી થિયા ઉથપ્પાને. રોબિન ઉથપ્પાએ આગળ લખ્યું- આ દુનિયામાં આવવા માટે તે અમને માતા-પિતા તરીકે પસંદ કર્યા, અમે ખુબ સારુ અનુભવી રહ્યાં છીએ, સાથે જ લખ્યું- મને અને શીતલને પોતાના પેરન્ટ્સ પસંદ કરવા માટે આભાર. 






વર્ષ 2015માં રોબિન ઉથપ્પાએ કર્યા હતા લગ્ન - 
ઉલ્લેખનીય છે કે, રોબિન ઉથપ્પાએ (Robin Uthappa) વર્ષ 2015માં પોતાની ગર્લફ્રેન્ડ શીતલ સાથે સાત ફેરા લીધા હતા. બન્ને લાંબા સમયથી રિલેશનશીપમાં હતા, ખરેખરમાં, ક્રિકેટર રોબિન ઉથપ્પા ઇસાઇ (Christian) છે, જ્યારે વાઇફ શીતલ હિન્દુ છે. બન્ને જ્યારે લગ્ન કરવાના હતા, તે સમયે અલગ અલગ ધર્મ હોવાના કારણે મોટી મુસ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. જોકે, બન્ને આ લગ્ન માટે પોતાના પરિવારને મનાવવામાં સફળ રહ્યાં હતા. વળી, રોબિન ઉથપ્પા વર્ષ 2015 માં પોતાની છેલ્લી ઇન્ટરનેશનલ મેચ (International Match) રમી હતી.


આ પણ વાંચો.......... 


Lalit Modiની ગર્લફ્રેન્ડ સુષ્મિતા સેન પર વાયરલ થયા આવા જબરદસ્ત Funny Memes, તમે પણ નહીં રોકી શકો હંસવુ....


'મારી પત્ની બની જા, દર મહિને 25 લાખ રૂપિયા આપીશ' બિઝનેસમેને હૉટ એક્ટ્રેસને આપી વિચિત્ર ઓફર, જાણો પછી એક્ટ્રેસે શું કર્યુ..........


ગુજરાતના 15 જિલ્લા સહિત 4 રાજ્યોના 38જિલ્લાનું અલગ ભીલ રાજ્ય બનાવવાનો મુદ્દો ટ્વીટર પર ટ્રેન્ડ, જાણો વિગત


Corona ના વધતા કેસોએ ફરી ચિંતા વધારી, જાણો ક્યાં ફેસ માસ્ક લગાવવું ફરજિયાત થયું


સંસદ ભવન પરિસરમાં હવે ધરણા, ભૂખ હડતાળ કરવા પર પ્રતિબંધ, કોગ્રેસે કહ્યુ- D(h)arna Mana Hai!


Gujarat Rain: રાજ્યમાં 207 જળાશયોમાં 50.91% પાણીનો સંગ્રહ, 36 ડેમ હાઈ એલર્ટ પર