Deepak Chahar and Jaya Bhardwaj: દીપક ચાહર (Deepak Chahar) અને જયા ભારદ્વાજ (Jaya Bhardwaj) આ મહિનાની પહેલી તારીખે લગ્નના બંધનમાં બંધાઇ ગયા હતા. સોશ્યલ મીડિયા પર સતત આ કપલની તસવીરો અને વીડિયો સામે આવી રહ્યાં છે. પીઢીથી લઇને મહેંદી સુધીની તસવીરો સોશ્યલ મીડિયા પર ખુબ વાહવાહી મેળવી હતી. હવે લગ્ન બાદ જોડીની વધુ એક તસવીર સામે આવી છે, જેને નેટીઝનને ખુબ પસંદ કરી રહ્યાં છે.


દીપક ચાહરે આ તસવીરો શેર કરી છે, આ તસવીરોમાં દીપક ચાહર લાલ કુર્તામાં ખુબ ખિલખિલાટ હંસતા દેખાઇ રહ્યાં છે. વળી જયા વાદળી રંગની ટ્રેડિશનલ ડ્રેસમાં મુસ્કાન બિખેરી રહી છે. તસવીરોમાં આ જોડી ખુબ પ્યારી દેખાઇ રહી છે. આવામાં આ તસવીર પર હજારો લાઇક્સ અને કૉમેન્ટ્સ આવી રહ્યાં છે. 






દીપક ચાહર અને જયા ભારદ્વાજે લગભગ 250 લોકોને ઇનવાઇટ કર્યા હતા. આમાં એકદમ નજીકના લોકોને આમંત્રિત કરવામા આવ્યા હતા. આ બન્ને લગ્ન પહેલા લાંબા સમયથી સાથે હતા. દીપકે આઇપીએલ 2021 દરમિયાન જયાને લગ્ન માટે પ્રપૉઝ કર્યુ હતુ. તેને ચેન્નાઇ સુપર કિંગ્સની એક મેચ બાદ જયાને પ્રપૉઝ કર્યુ હતુ, તેનો જયાએ સ્વીકાર કરી લીધો હતો.  


UAEમાં વીંટી પહેરાવીને કર્યુ હતુ પ્રપૉઝ -
દીપક ચાહરે તેની ગર્લફ્રેન્ડ જયા ભારદ્વાજને ગત વર્ષે આઈપીએલ મેચ દરમિયાન પ્રપોઝ કર્યુ હતું. તેણે મેચ પૂરી થયા બાદ ફિલ્મી સ્ટાઇલમાં ઘૂંટણ પર બેસીને પ્રપોઝ કર્યુ હતું. દીપકના પિતા લોકેંદ્ર સિંહ ચાહરે કહ્યું હતું કે, ઘણા સમયથી ગર્લફ્રેંડને પ્રપોઝ કરવા માંગતો હતો. પરંતુ પ્લેઓફ તબક્કામાં આમ કરવાની યોજના બનાવી હતી. તેણે સીએસકેના કેપ્ટન ધોનીના કહેવા પર મેચ પૂરી થયા બાદ જયાને પ્રપોઝ કર્યુ. દીપકના પિતાના કહેવા મુજબ આ ખૂબ શાનદાર ક્ષણ હતી કારણકે 180 દેશોએ બંનેની સગાઈ લાઈવ જોઈ હતી.


કોણ છે જયા ભારદ્વાજ - 
દીપક ચાહરની મંગેતર જયા ભારદ્વાજ રોડીઝ અને બિગ બોસ ફેમ કંટેસ્ટેંટ સિદ્ધાર્થ ભારદ્વાજની બહેન છે. જયા ભારદ્વાજ દિલ્હીની કોર્પોરેટ ફર્મમાં કામ કરે છે. તેણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મને પ્રાઇવેટ કર્યુ છે. તે સોશિયલ મીડિયા પર એક્ટિવ નથી રહેતી.


દીપક ચાહર લાંબા સમયથી ચેન્નઈ સુપર કિંગ્સ સાથે જોડાયેલા છે. આ સાથે, તે ટીમ ઇન્ડિયાની વનડે અને ટી 20 ટીમનો પણ ભાગ છે. દીપક ચાહરે અત્યાર સુધીમાં કુલ 110 T20 (આંતરરાષ્ટ્રીય + IPL) રમી છે, જેમાં તેણે 127 વિકેટ લીધી છે.


આ પણ વાંચો..... 


રવિચંદ્રન અશ્વિને શેર કર્યો ઐતિહાસિક ગાબા ટેસ્ટનો કિસ્સો, કહ્યું - અમારા કૉચ ડ્રૉ ઇચ્છતા હતા, પરંતુ આ ખેલાડી..........


Booster Dose: Corbevax ના બૂસ્ટર ડોઝને DGCIની મંજૂરી, બાયોલોજિકલ ઈ એ કરી જાહેરાત


Electric Tractor: કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કરી મોટી જાહેરાત, દેશમાં જલ્દી જ લોન્ચ થશે ઇલેક્ટ્રિક ટ્રેક્ટર અને ઇલેક્ટ્રિક ટ્રક


CBIએ મૃત જાહેર કરેલી મહિલા કોર્ટમાં જજ સામે હાજર થઇ, જાણો ચોંકવનારા આ મામલા વિશે


Covid Cases Update: : ફરી એકવાર કોરોનાએ માથું ઉંચક્યું, દિલ્લીમાં કોરોનાના 405 નવા કેસ,કેરળમાં હાલ બેહાલ


PM Kisan Tractor Yojana: ટ્રેકટર ખરીદવા સરકાર આપી રહી છે ખેડૂતોને 50 ટકા સુધીની સબસિડી, આ રીતે ઉઠાવો લાભ