શોધખોળ કરો

ટીમ ઈન્ડિયાના ચીફ સિલેક્ટર અજીત અગરકરની વિદાઈ નક્કી, જાણો શું છે BCCIનો પ્લાન

Team India Chief Selector: અજિત અગરકરની બહુ જલ્દી ટીમ ઈન્ડિયાના ચીફ સિલેક્ટર પદ પરથી છૂટ્ટી થઈ શકે છે. તેમનો કાર્યકાળ ઓક્ટોબર મહિનાના પહેલા સપ્તાહમાં સમાપ્ત થઈ રહ્યો છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ચીફ સિલેક્ટર અજિત અગરકરનો કાર્યકાળ ઓક્ટોબરના પ્રથમ સપ્તાહે સમાપ્ત.
  • BCCIએ કાર્યકાળ લંબાવવા સંપર્ક ન કરતાં, વિદાયની અટકળો.
  • અગરકર વેસ્ટ ઈન્ડિઝ ટીમ પસંદ કર્યા બાદ બોર્ડનો આભાર.
  • વેસ્ટ ઈન્ડિઝ શ્રેણીમાં પંતની વાપસી, નવા ખેલાડીઓને તક.

Team India Chief Selector: અજિત અગરકરની ટીમ ઈન્ડિયામાંથી છૂટ્ટી થવાની છે. બુધવારે અગરકર છેલ્લી વાર ટીમ ઈન્ડિયાને લઈને કોઈ મીટિંગમાં સામેલ થઈ શકે છે. જણાવવામાં આવી રહ્યું છે કે ઓક્ટોબર મહિનાના પહેલા સપ્તાહમાં ચીફ સિલેક્ટર તરીકે અગરકરનો કોન્ટ્રાક્ટ સમાપ્ત થઈ રહ્યો છે. અગરકર વર્ષ 2023 માં ટીમ ઈન્ડિયાના ચીફ સિલેક્ટર બન્યા હતા, પરંતુ કેટલાક સપ્તાહ પહેલા તેમને એક વર્ષનું એક્સ્ટેન્શન મળવાના સમાચાર હતા, પરંતુ થોડા દિવસોમાં ઘણું બધું બદલાઈ ચૂક્યું છે.

 

ન્યૂઝ એજન્સી પીટીઆઈ અનુસાર અજિત અગરકરનો કાર્યકાળ 4 ઓક્ટોબર સુધી ચાલશે. કોન્ટ્રાક્ટ એક્સ્ટેન્શનને લઈને BCCI તરફથી અગરકર સાથે કોઈ સંપર્ક કરવામાં આવ્યો નથી, જેનાથી એ અટકળોને બળ મળ્યું છે કે અગરકરની બહુ જલ્દી ચીફ સિલેક્ટર પદ પરથી રજા થવાની છે.

આ પણ વાંચો...ટી-20 મેચમાં ઈગ્લેન્ડે ફટકાર્યા 254 રન, હેરી બ્રુકની તોફાની સદીએ રચ્યો ઈતિહાસ

આ જ રિપોર્ટમાં એ પણ ખુલાસો થયો છે કે અગરકરે પોતાના કેટલાક નજીકના લોકોને જણાવી દીધું છે કે વેસ્ટ ઈન્ડીઝ સિરીઝ માટે ટીમની પસંદગી બાદ તેઓ BCCI સચિવ દેવજીત સૈકિયાને મેઈલ દ્વારા એક 'થેંકયૂ નોટ' લખવાના છે. જોકે આ મામલે BCCI એ હજુ સુધી કંઈ સ્પષ્ટ કર્યું નથી. બીસીસીઆઈએ એવા કોઈ સંકેત આપ્યા નથી કે તે અજિત અગરકરથી આગળ વિચારવા લાગ્યું છે.

ત્યાં જ BCCI બહુ જલ્દી વેસ્ટ ઈન્ડીઝ સામે વનડે સિરીઝની જાહેરાત કરી શકે છે. આ ટીમમાંથી ઘણા મોટા ચહેરા ગાયબ રહી શકે છે, કારણ કે આ જ દરમિયાન 19 સપ્ટેમ્બરથી એશિયન ગેમ્સ શરૂ થઈ રહી છે. ઋષભ પંતની 2 વર્ષ પછી વનડે ટીમમાં વાપસી થઈ શકે છે. ત્યાં જ હાર્દિક પંડ્યાની વાપસી સહિત ઋતુરાજ ગાયકવાડ, રજત પાટીદારને પણ તક આપવામાં આવી શકે છે.

અજિત અગરકરને જુલાઈ 2023 માં ટીમ ઈન્ડિયાના ચીફ સિલેક્ટર નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેમના ચીફ સિલેક્ટર રહેતા ભારતીય ટીમે 2023 વનડે વર્લ્ડ કપની ફાઈનલ રમી, 2024 ટી20 વર્લ્ડ કપ, 2025 માં ચેમ્પિયન્સ ટ્રોફી અને 2026 માં ટી20 વર્લ્ડ કપનો ખિતાબ પણ જીત્યો હતો. કેટલાક એવા દાવો પણ સામે આવ્યા છે કે રોહિત શર્મા સાથે જોડાયેલા મામલાને લઈને બીસીસીઆઈના ટોચના અધિકારીઓ અગરકરથી ખુશ ન હતા.

Frequently Asked Questions

અજિત અગરકરનો ચીફ સિલેક્ટર તરીકેનો કોન્ટ્રાક્ટ ક્યારે સમાપ્ત થઈ રહ્યો છે?

અજિત અગરકરનો ચીફ સિલેક્ટર તરીકેનો કોન્ટ્રાક્ટ ઓક્ટોબર મહિનાના પહેલા સપ્તાહમાં સમાપ્ત થઈ રહ્યો છે. ન્યૂઝ એજન્સી પીટીઆઈ અનુસાર, તેમનો કાર્યકાળ 4 ઓક્ટોબર સુધી ચાલશે.

શું અજિત અગરકરને કોન્ટ્રાક્ટ એક્સ્ટેન્શન મળવાની અપેક્ષા હતી?

હા, કેટલાક સપ્તાહ પહેલા તેમને એક વર્ષનું એક્સ્ટેન્શન મળવાના સમાચાર હતા. જોકે, BCCI તરફથી આ અંગે અગરકર સાથે કોઈ સંપર્ક કરવામાં આવ્યો નથી.

અજિત અગરકરને ક્યારે ટીમ ઈન્ડિયાના ચીફ સિલેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા?

અજિત અગરકરને જુલાઈ 2023 માં ટીમ ઈન્ડિયાના ચીફ સિલેક્ટર નિયુક્ત કરવામાં આવ્યા હતા.

BCCIના અધિકારીઓ અગરકરથી શા માટે નાખુશ હોવાના દાવા કરવામાં આવી રહ્યા છે?

કેટલાક દાવાઓ અનુસાર, રોહિત શર્મા સાથે જોડાયેલા મામલાને લઈને BCCIના ટોચના અધિકારીઓ અગરકરથી ખુશ ન હતા.

Advertisement

ટોપ સ્ટોરી

અણનમ 400 રન, 78 વર્ષ જૂનો રેકોર્ડ તૂટ્યો, રણજીમાં બન્યો નવો ઈતિહાસ 
અણનમ 400 રન, 78 વર્ષ જૂનો રેકોર્ડ તૂટ્યો, રણજીમાં બન્યો નવો ઈતિહાસ 
BCCIએ પ્રજ્ઞાન ઓઝાને બનાવ્યા નવા ચીફ સિલેક્ટર, રમેશ પોવારની પણ એન્ટ્રી
BCCIએ પ્રજ્ઞાન ઓઝાને બનાવ્યા નવા ચીફ સિલેક્ટર, રમેશ પોવારની પણ એન્ટ્રી
જસપ્રીત બુમરાહને રવિ શાસ્ત્રીની સલાહ, કહ્યું- 'જો 2027 વર્લ્ડ કપ રમવાનો છે તો...' 
જસપ્રીત બુમરાહને રવિ શાસ્ત્રીની સલાહ, કહ્યું- 'જો 2027 વર્લ્ડ કપ રમવાનો છે તો...' 
ભુવનેશ્વરની વાપસી, NZ માં ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ XI માંથી બહાર થશે આ ખેલાડી! 
ભુવનેશ્વરની વાપસી, NZ માં ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ XI માંથી બહાર થશે આ ખેલાડી! 
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પલ્લી પર ઘીનો અભિષેક
Hun To Bolish : હું તો બોલીશ : સરકારે જ ખોલી પુલની પોલ
Hun To Bolish : હું તો બોલીશ : કોણે કરી પોલીસની પિટાઈ ?
Ahmedabad news: દશેરા પહેલાં અમદાવાદમાં ફૂડ વિભાગનું ચેકિંગ, ફાફડા-જલેબીના સેમ્પલ લેવાયા
Tiger Shroff Firing Case: ટાઈગર શ્રોફ ફાયરિંગ કેસમાં મોટા સમાચાર! કોટામાંથી 3 હુમલાખોરોની ધરપકડ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દશેરા પર્વ: અમદાવાદમાં સવારથી જ ફાફડા-જલેબી ખરીદવા માટે ફરસાણની દુકાનો પર લાગી લાંબી કતારો
દશેરા પર્વ: અમદાવાદમાં સવારથી જ ફાફડા-જલેબી ખરીદવા માટે ફરસાણની દુકાનો પર લાગી લાંબી કતારો
Rupal Palli Photos: રૂપાલની પલ્લીમાં લાખો લિટર શુદ્ધ ઘીનો અભિષેક, મધરાત્રે ઉમટ્યું ભક્તોનું ઘોડાપૂર
Rupal Palli Photos: રૂપાલની પલ્લીમાં લાખો લિટર શુદ્ધ ઘીનો અભિષેક, મધરાત્રે ઉમટ્યું ભક્તોનું ઘોડાપૂર
Dussehra 2026 Puja Muhurat: 20 ઓક્ટોબરે દશેરાની પૂજા ક્યારે કરવી ?
Dussehra 2026 Puja Muhurat: 20 ઓક્ટોબરે દશેરાની પૂજા ક્યારે કરવી ?
વાઇબ્રન્ટ ગુજરાત 2027ની તૈયારીઓ શરૂ, 12 IAS અધિકારીઓ વિદેશ પ્રવાસે જશે, સરકારે સોંપી નવી જવાબદારીઓ
વાઇબ્રન્ટ ગુજરાત 2027ની તૈયારીઓ શરૂ, 12 IAS અધિકારીઓ વિદેશ પ્રવાસે જશે, સરકારે સોંપી નવી જવાબદારીઓ
Asian Para Games: દીપ્તિએ 400 મીટર રેસમાં જીત્યો ગોલ્ડ મેડલ, જેવલિનમાં પણ ભારતે જીત્યો સિલ્વર અને બ્રોન્ઝ મેડલ
Asian Para Games: દીપ્તિએ 400 મીટર રેસમાં જીત્યો ગોલ્ડ મેડલ, જેવલિનમાં પણ ભારતે જીત્યો સિલ્વર અને બ્રોન્ઝ મેડલ
Aaj Nu Rashifal: કન્યા માટે નવો વિચાર, તુલા માટે ઘર-સંપતિ અને સિંહ માટે પડકારનો દિવસ, વાંચો આજે દશેરાના રાશિફળ
Aaj Nu Rashifal: કન્યા માટે નવો વિચાર, તુલા માટે ઘર-સંપતિ અને સિંહ માટે પડકારનો દિવસ, વાંચો આજે દશેરાના રાશિફળ
Tiger Shroff Firing: ટાઈગર શ્રોફ ફાયરિંગ કેસ, આરોપીઓને લઈને આજે મુંબઈ પહોંચશે પોલીસ
Tiger Shroff Firing: ટાઈગર શ્રોફ ફાયરિંગ કેસ, આરોપીઓને લઈને આજે મુંબઈ પહોંચશે પોલીસ
'પેરિસ જલદી મુસ્લિમ શહેર બની જશે', ટ્રમ્પે ફ્રાન્સમાં હિંસા પાછળ ઈમિગ્રેશનને જવાબદાર ગણાવ્યું
'પેરિસ જલદી મુસ્લિમ શહેર બની જશે', ટ્રમ્પે ફ્રાન્સમાં હિંસા પાછળ ઈમિગ્રેશનને જવાબદાર ગણાવ્યું
Embed widget