શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
કોરોનાના કહેર વચ્ચે આજથી ટેસ્ટ ક્રિકેટની થશે વાપસી, જાણો કઈ બે ટીમ હશે આમને સામને અને શું હશે નિયમ
કોરોના મહામારીના કારણે આઇસીસીએ અમલમાં મૂકવામાં આવેલા નિયમો અનુસાર ખેલાડીઓ બોલને ચમકાવવા માટે લાળનો ઉપયોગ પણ કરી શકશે નહી.
નવી દિલ્હીઃ કોરોનાવાયરસ મહામારીની વચ્ચે સાઉથેમ્પટનના એસેઝ બાઉલમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ ફરીથી શરૂ થશે. રિઝર્વ ખેલાડી બોલ બોયનું કામ કરશે, સ્ટમ્પ્સ અને બેલ્સને સાફ કરવા માટે બ્લેક લેવામાં આવશે, વ્યક્તિગત સુરક્ષા ઉપકરણ (પીપીઈ)ની સાથે પત્રકાર અને ફોટોગ્રાફર્સ મેચને કવર કરશે. ઇંગ્લેન્ડ અને વેસ્ટ ઇન્ડિઝની વચ્ચે એક અસામાન્ય ટેસ્ટ સીરીઝ આજથી કેટલાક અંદાજમાં શરૂ થશે.
કોરોના મહામારીના કારણે આઇસીસીએ અમલમાં મૂકવામાં આવેલા નિયમો અનુસાર ખેલાડીઓ બોલને ચમકાવવા માટે લાળનો ઉપયોગ પણ કરી શકશે નહી. ભારતીય સમય પ્રમાણે બપોરે ૩ઃ૩૦ વાગ્યાથી ટેસ્ટ મેચનો પ્રારંભ થશેે.
ત્રણ ટેસ્ટની શ્રેણી રમવા માટે વિન્ડિઝની ટીમ એક મહિના પહેલા ઈંગ્લેન્ડ આવી હતી અને તેઓ ક્વોરન્ટાઈન પિરિયડ પુરો કર્યા બાદ હવે મેદાનમાં ઉતરવા માટે થનગની રહ્યા છે. આ દરમિયાન તમામ ખેલાડીનો કોરોના રિપોર્ટ કરવામાં આવ્યો હતો જે નેગેટિવ આવ્યો હતો.
કોરોના મહામારી વચ્ચે બંધ સ્ટેડિયમોમાં ફૂટબોલની લીગો શરૃ થઈ ચૂકી છે અને હવે ક્રિકેટ શરૂ થવા જઈ રહ્યું છે, ત્યારે વિશ્વભરના ચાહકો અને આયોજકોની નજર આ મેચ પર રહેશે. કોરોનાના કારણે વિકેટ પડયા બાદ ખેલાડીઓ ભેગા થઈને એકબીજાની સાથે હાથ મિલાવતા કે ગળે મળતાં જોવા નહી મળે.
આઇસીસીએ કોરોનાના ચેપની સંભાવનાને જોતા લાળથી બોલને ચમકાવવા પર પ્રતિબંધ મૂક્યો છે, જેના કારણે ફાસ્ટ બોલરોની મુશ્કેલીમાં વધારો થશે. જો છગ્ગો ફટકારવામાં આવે અને બોલ સ્ટેન્ડમાં જાય તો ગ્લવ્સ પહેરીને સ્ક્વોડ ખેલાડી તેને પરત ફેંકશે. કોઈ અન્ય વ્યક્તિને બોલને ટચ કરી નહીં શકે.
ઈંગ્લેન્ડ : સ્ટોક્સ (કેપ્ટન), એન્ડરસન, આર્ચર, બૅસ, બ્રોડ, બર્ન્સ, બટલર (વિ.કી.), ક્રાવલી, ડેન્લી, પૉપ, સિબ્લેય, વોક્સ, માર્ક વૂડ.
વિન્ડિઝ : હોલ્ડર (કેપ્ટન), બ્લેકવૂડ, બોન્નેર, બ્રાથવેઈટ, બૂ્રક્સ, કેમ્પબેલ, રોસ્ટન ચેઝ, કોર્નવેલ, ડોવરિચ, ગેબ્રિયલ, હોલ્ડર, શાઈ હોપ, જોસેફ, રેઇફેર અને રોચ.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion