શોધખોળ કરો

તિલક વર્માને મળી કેપ્ટનશીપ, આ સિરીઝમાં સંભાળશે ટીમની કમાન

South Zone Squad Duleep Trophy: દુલીપ ટ્રોફીની શરૂઆત 23 ઓગસ્ટથી થશે, જેમાં સાઉથ ઝોન ટીમની કપ્તાની તિલક વર્મા કરશે. સાઉથ ઝોન ગયા વર્ષે ફાઇનલ સુધી પહોંચી હતી.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • દુલીપ ટ્રોફી 23 ઓગસ્ટથી શરૂ, કુલ 6 ટીમો રમશે.
  • સાઉથ ઝોનની કપ્તાની તિલક વર્મા, રિકી ભુઈ ઉપકપ્તાન.
  • તિલક વર્મા અગાઉ હૈદરાબાદ અને ઈન્ડિયા-એનું નેતૃત્વ કરી ચૂક્યા.
  • ટીમમાં કરુણ નાયર, શ્રેયસ ગોપાલ જેવા નામી ખેલાડીઓ છે.

South Zone Squad Duleep Trophy:  દુલીપ ટ્રોફી 2026 ફર્સ્ટ-ક્લાસ ટૂર્નામેન્ટની શરૂઆત 23 ઓગસ્ટથી થવા જઈ રહી છે. આ ટૂર્નામેન્ટમાં 6 ટીમો ભાગ લેશે, જેના નામ વેસ્ટ ઝોન, ઈસ્ટ ઝોન, સાઉથ ઝોન, નોર્થ ઝોન, નોર્થ-ઈસ્ટ ઝોન અને સેન્ટ્રલ ઝોન છે. હવે સાઉથ ઝોન ટીમની જાહેરાત કરવામાં આવી છે, જેની કપ્તાની તિલક વર્માને સોંપવામાં આવી છે. તો આંધ્રના બેટ્સમેન રિકી ભુઈ ટીમના વાઇસ કેપ્ટન હશે.

આ પહેલીવાર નથી જ્યારે તિલક વર્મા કોઈ ટીમની કપ્તાની કરી રહ્યો હોય. આ પહેલા તે હૈદરાબાદ ટીમ અને ઈન્ડિયા A ની કપ્તાની પણ કરી ચૂક્યો છે. સાઉથ ઝોનના સ્ક્વોડમાં કરુણ નાયર, શ્રેયસ ગોપાલ અને એન જગદીશન જેવા નામી ક્રિકેટરો પણ હાજર છે.

આ પણ વાંચો...ટીમ ઇન્ડિયાને લાગ્યો મોટો ઝટકો, IND-SL ટેસ્ટ સિરીઝમાંથી બહાર થયો બુમરાહ!

તિલક વર્માને મળી કપ્તાની

તિલક વર્મા ભારતીય T20 ટીમનો નિયમિત ભાગ બનેલો છે અને તેનો વાઇસ કેપ્ટન પણ છે. ગયા વર્ષે દુલીપ ટ્રોફીમાં તિલક વર્મા રમ્યો નહોતો, ત્યારે ટીમની કપ્તાની મોહમ્મદ અઝહરુદ્દીને કરી હતી, જે આ વખતે ટીમનો ભાગ નથી. તિલક અત્યાર સુધી પોતાની 23 મેચોની ફર્સ્ટ-ક્લાસ કરિયરમાં 7 સદીની ઇનિંગ્સ સહિત 1562 રન બનાવી ચૂક્યો છે.

દુલીપ ટ્રોફી માટે સાઉથ ઝોન સ્ક્વોડ:

તિલક વર્મા (કેપ્ટન), રિકી ભુઈ (વાઇસ કેપ્ટન), એસ.કે. રશીદ, અભિનવ તેજરાના, આર સ્મરણ, એન જગદીશન, કે હિમાતેજા, કરુણ નાયર, ટી ત્યાગરાજન, શ્રેયસ ગોપાલ, કે સાઈ તેજા, ટી વિજય, અમન ખાન, વી કવરપ્પા.

 ઈસ્ટ ઝોનની કમાન સંભાળશે ઈશાન કિશન

ઈશાન કિશન (કેપ્ટન), વૈભવ સૂર્યવંશી (વાઈસ-કેપ્ટન), અભિમન્યુ ઈસ્વરન, સુદીપ કુમાર ઘરામી, શાહબાઝ અહેમદ, સૂરજ સિંધુ જયસ્વાલ, મોહમ્મદ શમી, મુકેશ કુમાર, કુમાર કુશાગ્ર, શિખર મોહન, અનુકુલ રોય, વિરાટ સિંહ, સુભ્રાંશુ સેનાપતિ અને દાનિશ સરકાર.

ક્યારે શરૂ થશે દુલીપ ટ્રોફી?

દુલીપ ટ્રોફીની શરૂઆત 23 ઓગસ્ટથી થશે અને ફાઇનલ 6 સપ્ટેમ્બરે શરૂ થશે. ગયા વર્ષે ફાઇનલ સુધી પહોંચનારી સાઉથ ઝોન અને સેન્ટ્રલ ઝોનને ડાયરેક્ટ સેમિફાઇનલમાં એન્ટ્રી મળી છે. જ્યારે ક્વાર્ટર ફાઇનલમાં ઈસ્ટ ઝોનની ટક્કર નોર્થ ઈસ્ટ ઝોન સાથે અને બીજી ક્વાર્ટર ફાઇનલ મેચમાં નોર્થ ઝોનની ટક્કર વેસ્ટ ઝોન સાથે થશે.                                         

Frequently Asked Questions

દુલીપ ટ્રોફી 2026 ક્યારે શરૂ થશે?

દુલીપ ટ્રોફી 23 ઓગસ્ટથી શરૂ થશે અને ફાઇનલ 6 સપ્ટેમ્બરે શરૂ થશે. આ ટુર્નામેન્ટમાં 6 ટીમો ભાગ લેશે.

સાઉથ ઝોન ટીમની કપ્તાની કોણ કરશે?

સાઉથ ઝોન ટીમની કપ્તાની તિલક વર્માને સોંપવામાં આવી છે. આંધ્રના બેટ્સમેન રિકી ભુઈ ટીમના વાઇસ કેપ્ટન હશે.

શું તિલક વર્માને કપ્તાનીનો અનુભવ છે?

હા, તિલક વર્મા આ પહેલા હૈદરાબાદ ટીમ અને ઈન્ડિયા A ની કપ્તાની કરી ચૂક્યો છે. તે ભારતીય T20 ટીમનો વાઇસ કેપ્ટન પણ છે.

ઈસ્ટ ઝોન ટીમનો કપ્તાન કોણ છે?

ઈસ્ટ ઝોન ટીમની કમાન ઈશાન કિશન સંભાળશે. વૈભવ સૂર્યવંશી ટીમના વાઈસ-કેપ્ટન હશે.

Advertisement

ટોપ સ્ટોરી

IND vs SL 2nd Test: કોલંબોના મેદાન પર રવિન્દ્ર જાડેજાના નામે નોંધાશે અનોખો વર્લ્ડ રેકોર્ડ
IND vs SL 2nd Test: કોલંબોના મેદાન પર રવિન્દ્ર જાડેજાના નામે નોંધાશે અનોખો વર્લ્ડ રેકોર્ડ
IND vs SL 2nd Test: શુભમન ગિલ તોડી શકે છે જો રૂટનો મોટો રેકોર્ડ, જાણો શું છે ખાસ
IND vs SL 2nd Test: શુભમન ગિલ તોડી શકે છે જો રૂટનો મોટો રેકોર્ડ, જાણો શું છે ખાસ
Vaibhav Sooryavanshi: કાલે એક્શનમાં જોવા મળશે વૈભવ સૂર્યવંશી, ચોગ્ગા-છગ્ગાનો કરશે વરસાદ?
Vaibhav Sooryavanshi: કાલે એક્શનમાં જોવા મળશે વૈભવ સૂર્યવંશી, ચોગ્ગા-છગ્ગાનો કરશે વરસાદ?
India vs Sri Lanka: કાલે કોલંબોમાં રમાશે ભારત અને શ્રીલંકા વચ્ચે બીજી ટેસ્ટ, જાણો પિચ અને હવામાન રિપોર્ટ
India vs Sri Lanka: કાલે કોલંબોમાં રમાશે ભારત અને શ્રીલંકા વચ્ચે બીજી ટેસ્ટ, જાણો પિચ અને હવામાન રિપોર્ટ
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ ઉતરી જાય છે ગુજરાતી ફિલ્મના પાટીયા ?
Hun To Bolish : હું તો બોલીશ : હવે ક્યારે વરસાવશે મેઘરાજા હેત ?
Kutch Scrap Godown Blast: નખત્રાણાના ભંગાર ગોડાઉનમાં ભયાનક બ્લાસ્ટ! એક જ પરિવારના 4 લોકોના મોત
Gujarat Rain Forecast : ગુજરાતમાં હજુ 7 દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ?
Bhavnagar Lattha kand: ભાવનગર લઠ્ઠાકાંડ પર અત્યારના મોટા સમાચાર, મૃત્યુઆંક 11 પર પહોંચ્યો
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કચ્છના નખત્રાણામાં મોટો ધડાકો: ભંગારના વાડામાં બ્લાસ્ટથી 2 સગા ભાઈ અને 2 માસૂમના મોત
કચ્છના નખત્રાણામાં મોટો ધડાકો: ભંગારના વાડામાં બ્લાસ્ટથી 2 સગા ભાઈ અને 2 માસૂમના મોત
IMD Alert: આવતીકાલે 25 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 80kmph ઝડપે પવન ફૂંકાશે
IMD Alert: આવતીકાલે 25 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 80kmph ઝડપે પવન ફૂંકાશે
ભાવનગર લઠ્ઠાકાંડ: આજે વધુ 3 દર્દીના મોતથી મૃત્યુઆંક 11 પર પહોંચ્યો; મુખ્ય આરોપીની કુંડળી ખુલી
ભાવનગર લઠ્ઠાકાંડ: આજે વધુ 3 દર્દીના મોતથી મૃત્યુઆંક 11 પર પહોંચ્યો; મુખ્ય આરોપીની કુંડળી ખુલી
ગુજરાત પોલીસમાં ઐતિહાસિક નિર્ણય: પતિ-પત્નીના કિસ્સામાં 415 પોલીસકર્મીઓની એકસાથે બદલી
ગુજરાત પોલીસમાં ઐતિહાસિક નિર્ણય: પતિ-પત્નીના કિસ્સામાં 415 પોલીસકર્મીઓની એકસાથે બદલી
અમદાવાદ સહિત રાજ્યમાં 7 દિવસ વરસાદની આગાહી: પવન સાથે વરસશે ઝાપટાં, જુઓ વેધર રિપોર્ટ
અમદાવાદ સહિત રાજ્યમાં 7 દિવસ વરસાદની આગાહી: પવન સાથે વરસશે ઝાપટાં, જુઓ વેધર રિપોર્ટ
મોંઘવારીનો માર: અઠવાડિયામાં ડુંગળી 40% મોંઘી થઈ, જાણો તમારા શહેરમાં શું છે ભાવ
મોંઘવારીનો માર: અઠવાડિયામાં ડુંગળી 40% મોંઘી થઈ, જાણો તમારા શહેરમાં શું છે ભાવ
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને મોટી જવાબદારી, Gen Z સાથે સંવાદ સેતુ માટેની કમિટીમાં મળ્યું સ્થાન
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને મોટી જવાબદારી, Gen Z સાથે સંવાદ સેતુ માટેની કમિટીમાં મળ્યું સ્થાન
Umreth News: ઉમરેઠ સંતરામ મંદિરના મહંતનું નિધન,ભક્તોમાં ઘેરા શોકની લાગણી
Umreth News: ઉમરેઠ સંતરામ મંદિરના મહંતનું નિધન,ભક્તોમાં ઘેરા શોકની લાગણી
Embed widget