શોધખોળ કરો

આજની મેચમાં ધોનીની ટીમ ક્યા સ્ટાર ઓલરાઉન્ડરને બહાર બેસાડીને સ્પિનરને રમાડશે? આ યુવા ખેલાડીને મોકલશે નંબર 3 પર બેટિંગ કરવા, જાણો વિગત

ધોનીએ પણ સતત મળી રહેલી હારને લઇને અગાઉ કહ્યું હતુ કે સીએસકેની બેટિંગ લાઇનમાં મોટી ખામીઓ છે, જેના પર કામ કરવાની જરૂર છે. ટીમની ઓપનિંગ જોડી ફાક ડૂ પ્લેસીસ અને શેન વૉટસન સિવાય કોઇ અન્ય ખેલાડી ફોર્મમાં નથી

નવી દિલ્હીઃ ઇન્ડિયન પ્રીમિયર લીગની 13મી સિઝનમાં આજનો દિવસ ધોની માટે ખુબ મહત્વનો છે. આજે સીએસકેની ટીમ એરઆરએચ સામે હિસાબ બરાબર કરવા અને આઇપીએલમાં ફરીથી લય મેળવવા મેદાનમાં ઉતરશે, કેમકે ધોનીની ટીમ છેલ્લી 7 મેચોમાંથી 2 મેચ જીતી શકી છે. આજની હૈદરાબાદ સામેની મેચમાં ધોની મોટો ફેરફાર કરી શકે છે. ધોનીએ પણ સતત મળી રહેલી હારને લઇને અગાઉ કહ્યું હતુ કે સીએસકેની બેટિંગ લાઇનમાં મોટી ખામીઓ છે, જેના પર કામ કરવાની જરૂર છે. ટીમની ઓપનિંગ જોડી ફાક ડૂ પ્લેસીસ અને શેન વૉટસન સિવાય કોઇ અન્ય ખેલાડી ફોર્મમાં નથી. પૂર્વ ઓસ્ટ્રેલિયન ક્રિકેટર બ્રેડ હોગે પોતાની યુટ્યૂબ ચેનલ પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં સીએસકે માટે બે મોટા ફેરફાર કરવાની વાત કહી છે. આજે હૈદરાબાદ સામે હોગના તે ધોનીની ટીમમાં નંબર ત્રણ પર બેટિંગ કરવા માટે અંબાતી રાયુડુની જગ્યાએ ઇંગ્લેન્ડના ઓલરાઉન્ડર સેમ કરનને મોકલવામાં આવી શકે છે. કેદાર જાધવને પડતો મુકાયો બાદ અંબાતી રાયુડુની વાપસી થઇ પરંતુ નંબર ત્રણ પર તે કંઇ ખાસ પ્રદર્શન કરી શક્યો નથી. બ્રેડ હોગે બીજા ફેરફાર વિશે વાત કરતા કહ્યું કે, સીએસકેની ટીમમાં ડ્વેન બ્રાવોને પડતો મુકવામાં આવે અને તેની જગ્યાએ ટીમમાં ઇમરાન તાહિરને સમાવવામાં આવી શકે છે. એટલે કહી શકાય કે ધોનીની ટીમમાં આજે ડ્વેન બ્રાવો જેવા ઓલરાઉન્ડરને બહાર બેસાડીને ઇમરાન તાહિરને રમાડવામાં આવી શકે છે. જ્યારે સેમ કરનને નંબર ત્રણ પર મોકો મળી શકે છે.

ટોપ સ્ટોરી

સચિનના આ 3 મહારેકોર્ડ ક્યારેય નહીં તૂટે! કોહલી અને રૂટ પણ પહોંચી શકશે નહીં
સચિનના આ 3 મહારેકોર્ડ ક્યારેય નહીં તૂટે! કોહલી અને રૂટ પણ પહોંચી શકશે નહીં
ભારત અને વેસ્ટ ઈન્ડીઝ વચ્ચે 4થી T20 મેચ: શું વૈભવ સૂર્યવંશીને પ્લેઇંગ 11માં તક મળશે?
ભારત અને વેસ્ટ ઈન્ડીઝ વચ્ચે 4થી T20 મેચ: શું વૈભવ સૂર્યવંશીને પ્લેઇંગ 11માં તક મળશે?
'તેને બીજી તક મળવી જોઈએ': પૂજારાએ આ ફ્લોપ સ્ટારના સમર્થનમાં શું કહ્યું?
'તેને બીજી તક મળવી જોઈએ': પૂજારાએ આ ફ્લોપ સ્ટારના સમર્થનમાં શું કહ્યું?
IPL 2027: રોહિત શર્માનો મોટો યુ-ટર્ન! ફરી સંભાળશે મુંબઈ ઈન્ડિયન્સની કમાન?
IPL 2027: રોહિત શર્માનો મોટો યુ-ટર્ન! ફરી સંભાળશે મુંબઈ ઈન્ડિયન્સની કમાન?

વિડિઓઝ

Mumbai | મુંબઈની ઈમારતમાં આગ લાગતા એકનું મોત, 10થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ
Delhi Fire | દિલ્હીના જાફરાબાદની રેસ્ટોરન્ટમાં લાગી આગ, પહેલા માળેથી કૂદીને લોકોએ બચાવ્યો જીવ
Bihar boat tragedy: બિહારના હાજીપુરામાં બોટ પલટી જતા 13 લોકોના મોત, સાતનું કરાયું રેસ્ક્યૂ
Hun To Bolish | હું તો બોલીશ | જોડી નંબર વન
Hun To Bolish | હું તો બોલીશ | ગામમાં અંધારપટ કેમ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
એર ઇન્ડિયાની ફ્લાઇટનું જયપુરમાં ઇમરજન્સી લેન્ડિંગ, પાઇલટે સ્ક્વોક કોડ 7500નો કર્યો ઉપયોગ
એર ઇન્ડિયાની ફ્લાઇટનું જયપુરમાં ઇમરજન્સી લેન્ડિંગ, પાઇલટે સ્ક્વોક કોડ 7500નો કર્યો ઉપયોગ
નવરાત્રિમાં સૂર્યનું રાશિ પરિવર્તન, આ 3 રાશિઓને થશે બમ્પર લાભ 
નવરાત્રિમાં સૂર્યનું રાશિ પરિવર્તન, આ 3 રાશિઓને થશે બમ્પર લાભ 
Flight માં આ ખાસ પાવર બેંક પર મૂકાયો પ્રતિબંધ, DGCA નો મોટો નિર્ણય
Flight માં આ ખાસ પાવર બેંક પર મૂકાયો પ્રતિબંધ, DGCA નો મોટો નિર્ણય
BSNL એ ફરી આપી ભેટ, આ સસ્તા પ્લાનમાં હવે મળશે 380 દિવસની વેલિડિટી 
BSNL એ ફરી આપી ભેટ, આ સસ્તા પ્લાનમાં હવે મળશે 380 દિવસની વેલિડિટી 
પૂર્વ કુલપતિ ડૉ. નીરજા ગુપ્તા વધુ એક વિવાદમાં! સ્ટડી એબ્રોડ પ્રોગ્રામના નામે ₹3.78 લાખનાં દાગીના ખરીદ્યાનો આરોપ
પૂર્વ કુલપતિ ડૉ. નીરજા ગુપ્તા વધુ એક વિવાદમાં! સ્ટડી એબ્રોડ પ્રોગ્રામના નામે ₹3.78 લાખનાં દાગીના ખરીદ્યાનો આરોપ
Bihar Boat: બિહારના વૈશાલીમાં બોટ પલટી જતાં 13 બાળકોના મોત, PM મોદીએ વ્યક્ત કર્યું દુઃખ
Bihar Boat: બિહારના વૈશાલીમાં બોટ પલટી જતાં 13 બાળકોના મોત, PM મોદીએ વ્યક્ત કર્યું દુઃખ
દિલ્લીના એક રેસ્ટોરન્ટમાં ભીષણ આગ, જીવ બચાવવા માટે લોકો બારીથી કૂદ્યા
દિલ્લીના એક રેસ્ટોરન્ટમાં ભીષણ આગ, જીવ બચાવવા માટે લોકો બારીથી કૂદ્યા
Today's Horoscope: બુધવારનો દિવસ આ 3 રાશિ માટે રહેશે ઉત્તમ, જાણો રાશિફળ
Today's Horoscope: બુધવારનો દિવસ આ 3 રાશિ માટે રહેશે ઉત્તમ, જાણો રાશિફળ
Embed widget