શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
ધોનીના જન્મદિવસ પર બ્રાવોએ ગાયુ અદભૂત ગીત, કલાકોમાં મળ્યા લાખો વ્યૂઝ, તમે પણ સાંભળો
CSKએ બ્રાવોના ગીતને શેર કરતા લખ્યું- હેલિકૉપ્ટર 7એ ઉડાન ભરી લીધી છે. ડ્વેન બ્રાવોનો થાલા એમએસ ધોનીને ટ્રિબ્યૂટ. હેપ્પી બર્થડે એમએસ ધોની
નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન અને વિકેટકીપર બેટ્સમેન એમએસ ધોની આજે પોતાનો 39મો જન્મદિવસ મનાવી રહ્યો છે. આ ખાસ પ્રસંગે સાથી ખેલાડીઓની સાથે સાથે દુનિયાભરના ક્રિકેટરો પણ માહીને તેના જન્મદિવસ પર શુભેચ્છાઓ પાઠવી રહ્યાં છે. પણ લિસ્ટમાં ખાસ શુભેચ્છા વેસ્ટ ઇન્ડિઝના દિગ્ગજ ઓલરાઉન્ડર ડ્વેન બ્રાવો તરફથી આવી છે.
ડ્વેન બ્રાવોએ ધોની માટે સોશ્યલ મીડિયા પર એક સોન્ગ રિલીઝ કર્યુ છે, જે હેલિકૉપ્ટર 7 માટેનુ છે. આ ગીતમાં ધોનીની ક્રિકેટ કેરિયરને જબરદસ્ત રીતે દર્શાવી છે. ખાસ વાત છે કે ડ્વેન બ્રાવો ધોનીનો ચેન્નાઇ સુપરકિગ્સનો સાથે પણ છે. ચેન્નાઇ સુપરકિંગ્સે બ્રાવોનુ આ સોન્ગ પોતાના ઓફિશિયલ ટ્વીટર હેન્ડલ પર સોમવારની રાત્રે શેર કર્યુ હતુ.
CSKએ બ્રાવોના ગીતને શેર કરતા લખ્યું- હેલિકૉપ્ટર 7એ ઉડાન ભરી લીધી છે. ડ્વેન બ્રાવોનો થાલા એમએસ ધોનીને ટ્રિબ્યૂટ. હેપ્પી બર્થડે એમએસ ધોની.
બ્રાવોના આ ગીતને સોશ્યલ મીડિયા પર ખુબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. ગણતરીના કલાકોમાં આ ગીતને લાખોની સંખ્યામાં વ્યૂઝ મળ્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
દેશ
ટેકનોલોજી
Advertisement
gujarati.abplive.com
Opinion