નવી દિલ્હીઃ ભારત સાઉથ આફ્રિકા વિરુદ્ધ ત્રણ ટેસ્ટ મેચની સીરિઝ રમશે. ભારતીય ટેસ્ટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી તેની પત્ની અનુષ્કા શર્મા અને દીકરી વામિકા સાથે સાઉથ આફ્રિકા માટે રવાના થઇ ગયો છે. આ દરમિયાન સોશિયલ મીડિયા પર વિરાટ કોહલીનો એક વીડિયો ખૂબ ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. વીડિયોમાં વિરાટ કોહલી પાપારાઝીઓને વામિકાની તસવીર ક્લિક ન કરવાની વિનંતી કરી રહ્યો છે.
વાયરલ વીડિયોમાં વિરાટ બસમાંથી ઉતરતો જોઇ શકાય છે. વિરાટની પાછળ અનુષ્કા દીકરીને લઇને બસમાંથી ઉતરી રહી છે. વામિકાને અનુષ્કાએ તેડી છે. લાખ પ્રયાસો છતા વામિકાનો ચહેરો કેમેરામાં ક્લિક થઇ શક્યો નહીં.
વિરાટ કોહલીને કેમેરામેન્સ પાસે જઇને કહેતો સાંભળી શકાય છે કે ‘બેબી કા ફોટો મત લેના’. ત્યારબાદ પાપારાઝીઓ પણ કોહલીની પ્રાઇવેસીનું સન્માન કરતા વામિકાની ફોટો ક્લિક કરતા રોકાઇ જાય છે. કોહલી અને અનુષ્કા પોતાની લાઇફને હંમેશાથી પ્રાઇવેટ રાખી છે. તેમના લગ્નથી લઇને અફેરને પણ તેમણે ખૂબ પ્રાઇવેટ રાખ્યું હતું. નોંધનીય છે કે વિરાટ કોહલીને વન-ડે ટીમના કેપ્ટનપદેથી હટાવવાને લઇને કોહલી અને ગાંગુલી વચ્ચેનો વિવાદ વધ્યો છે.
Surat: પાંડેસરામાં 10 વર્ષીય માસૂમની હત્યા અને દુષ્કર્મ કેસમાં આરોપીને કોર્ટે ફટકારી ફાંસીની સજા
ગુજરાતમાં નોંધાયો વધુ એક ઓમિક્રોનનો કેસ, મહેસાણામાં મહિલાનો રિપોર્ટ પોઝિટીવ
India Corona Cases: દેશમાં સતત ત્રીજા દિવસે કોરોનાના કેસમાં થયો વધારો, જાણો આજનો લેટેસ્ટ આંકડો
Surat : મોબાઇલ પર વાત કરતા કરતા કામ કરવાની ટેવ હોય તો જોઇ લો આ વીડિયો, નહીં તો પછી.......