શોધખોળ કરો
Advertisement
વિરાટની ફટાકડા નહીં ફોડવાની અપીલની ઐસીતૈસી કરીને તેના માનીતા યુવા ક્રિકેટરે ફોડ્યા ફટાકડા. વિરાટ થયો ટ્રોલ
એક યૂઝરે કહ્યું અમારા તહેવાર પ્રસંગે કોઇએ પણ સલાહ ના આપવી જોઇએ. વળી બીજાએ ટ્રૉલ કરતા વિરાટ પર ગાડીઓને લઇને પણ સવાલો ઉઠાવ્યા હતા
નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ દિવાળીના તહેવાર પ્રસંગે એક મેસેજ આપ્યો જેના કારણે તે સોશ્યલ મીડિયા પર ટ્રૉલ થઇ ગયો હતો. પ્રદુષણના વધતા સ્તરને ધ્યાનમાં રાખીને વિરાટે લોકોને દિવાળીમાં ફટાકડાં ના ફોડવા અપીલ કરી હતી. પરંતુ આ અપીલ ઘણા બધા લોકોને ના ગમી અને તેને વિરાટને આ બાબતે ટ્રૉલ કરવા લાગ્યા હતા. જોકે કેટલાક લોકોએ વિરાટનુ સમર્થન પણ કર્યુ હતુ.
વિરાટે ટ્વીટર પર એક વીડિયો મેસેજમાં કહ્યું કે, મારા તરફથી તમને દિવાળીની શુભેચ્છા. આ પ્રસંગે તમને શાંતિ અને સુખ મળે. આપણે દિવાળીના તહેવાર પર ફટાકડાં ના ફોડવા જોઇએ અને પર્યાવરણની રક્ષા કરવી જોઇએ. તમે બધા પોતાનુ ધ્યાન રાખો.
પરંતુ વિરાટની અપીલ ખુદ તેના માનીતા ક્રિકેટર અને આરસીબીના સ્ટાર ઓલરાઉન્ડર શિવમ દુબેએ જ ના માની, શિવમે દિવાળી પ્રસંગે ફટકાડાં ફોડીને જોરદાર આનંદ લીધો હતો. લોકોએ આ અંગે પણ વિરાટને ટ્રૉલ કર્યો હતો. વળી કેટલાક લોકોએ વિરાટ પર ગુસ્સો ઠાલવતા તેના બર્થડેની યાદ અપાવી. લોકોએ કહ્યું કે, જ્યારે તે તારી બર્થડે ઉજવી ત્યારે યુએઇના આકાશમાં ફટકડાં ફોડ્યા હતા. લોકોએ કહ્યું કે ત્યારે વિરાટને પર્યાવરણની યાદ કેમ ના આવી.
વળી, એક યૂઝરે કહ્યું અમારા તહેવાર પ્રસંગે કોઇએ પણ સલાહ ના આપવી જોઇએ. વળી બીજાએ ટ્રૉલ કરતા વિરાટ પર ગાડીઓને લઇને પણ સવાલો ઉઠાવ્યા હતા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
અમદાવાદ
દેશ
બિઝનેસ
Advertisement