Chinese smartphone company: ચીનની સ્માર્ટફોન કંપની વીવોએ બ્રાન્ડ એમ્બેસેડર વિરાટ કોહલી સાથે તેના રસ્તો અલગ કરી લીધો છે. મની લોન્ડ્રીંગના આરોપ મામલે વીવો સામે તપાસ ચાલી રહી છે. આ બધાની વચ્ચે કંપનીએ વિરાટ કોહલની એડ બંધ કરી દીધી છે. વિરાટ કોહલી આઈપીએલમાં વીવોનો બ્રાન્ડ એમ્બેસેડર બન્યો હતો. કંપની સાથે જોડાયેલા અધિકારીઓએ જણાવ્યું છે કે, હાલના ધોરણે કંપનીએ વિરાટની એડ બંધ કરાવી છે.


વિરાટ કોહલીની જાહેરાત પર પ્રતિબંધ
કંપનીના અધિકારીના જણાવ્યા અનુસાર, જ્યાં સુધી મની લોન્ડરિંગ સંબંધિત તપાસની સ્થિતિ સ્પષ્ટ ન થાય ત્યાં સુધી વિરાટ કોહલી સાથે સંબંધિત જાહેરાતો રોકવામાં આવી છે. તો બીજી તરફ, અન્ય એક કંપનીના અધિકારીએ કહ્યું કે વિરાટ કોહલી પણ આ જાહેરાતને લઈને સહજ નહોતો. કોહલીની ટીમ મોબાઈલ મેન્યુફેક્ચરિંગ કંપની સામે ચાલી રહેલી તપાસને લઈને ચિંતિત હતી. કોહલીની ટીમના કહેવા પ્રમાણે, વિવો પર તપાસ દરમિયાન ક્રિકેટરને જાહેરાતોમાં બતાવવાનું યોગ્ય નથી.


કોહલી આ બ્રાન્ડ્સનો એમ્બેસેડર છે
તમને જણાવી દઈએ કે પૂર્વ ભારતીય કેપ્ટન વિરાટ કોહલી ભારતની સૌથી વધુ કમાણી કરનાર સેલિબ્રિટી છે. તેઓ Vivo, ઓડી કાર,અમેરિકન ટુરિસ્ટર લગેજ, પમા સ્પોર્ટ વિઅર, Tissot વોચ, Myntra ફેશન, ગો ડિજિટ જનરલ  ઈન્સ્યોરન્સ અને Hyperis Wellness સહિત 30 થી વધુ બ્રાન્ડ્સના બ્રાન્ડ એમ્બેસેડર છે. તેને તેની વાર્ષિક આવકનો મોટો હિસ્સો જાહેરાતોમાંથી મળે છે.


આ પણ વાંચો..... 


Black food: ડાયેટમાં સામેલ કરો આ 5 કાળી વસ્તુઓ, સ્વાસ્થ્ય માટે છે વરદાન


UK New Prime Minister: બ્રિટનના નવા વડાપ્રધાન અંગે મોટા સમાચાર, ભારતીય મૂળના ઋષિ સુનકે કર્યો વડાપ્રધાન બનવાનો દાવો


ગુજરાતમાં ધોધમાર વરસાદ, છેલ્લા 24 કલાકમાં 215 તાલુકામાં વરસ્યો વરસાદ


India Corona Cases Today: જુલાઈમાં સતત ત્રીજા દિવસે નોંધાયા 18 હજારથી વધુ કેસ, મૃત્યુઆંકમાં પણ થયો વધારો


ગુજરાતમાં ચાર દિવસ અતિભારે વરસાદની હવામાન વિભાગની આગાહી, આ જિલ્લાઓને ઘમરોળશે વરસાદ


Panther Attack: અમરેલીમાં ઝૂંપડામાં સૂતેલા વૃદ્ધાને દીપડાએ ફાડી ખાતા ચકચાર