શોધખોળ કરો

'T-20 વર્લ્ડ કપ ન રમાય તો BCCIને IPLના આયોજનનો છે પૂરો અધિકાર', વેસ્ટ ઈન્ડિઝના પૂર્વ ફાસ્ટ બોલરનું નિવેદન

હોલ્ડિંગે ઈન્સ્ટાગ્રામ પર નિખિલ નાઝ સાથે વાતચીતમાં કહ્યું, મને નથી લાગતું કે આઈસીસી ટી20 વર્લ્ડકપને લઈ નિર્ણય લેવામાં કોઈ વિલંબ કરે.

નવી દિલ્હીઃ કોરોના વાયરસના કારણે ટી-20 વર્લ્ડકપ પર ખતરો ઉભો થયો છે. તેને રદ્દ પણ કરવામાં આવે તેવી ચર્ચા પણ થઈ રહી છે. આ દરમિયાન વેસ્ટ ઈન્ડિઝના પૂર્વ ફાસ્ટ બોલર માઇકલ હોલ્ડિંગે કહ્યું કે, જો ઓસ્ટ્રેલિયામાં રમાનારા ટી-20 વર્લ્ડકપને સ્થગિત કરવામાં આવે તો બીસીસીઆઈને ચાલુ વર્ષના અંતમાં ઈન્ડિયન પ્રીમિયર લીગનું આયોજન કરવાનો પૂરો અધિકાર છે. હોલ્ડિંગે ઈન્સ્ટાગ્રામ પર નિખિલ નાઝ સાથે વાતચીતમાં કહ્યું, મને નથી લાગતું કે આઈસીસી ટી20 વર્લ્ડકપને લઈ નિર્ણય લેવામાં કોઈ વિલંબ કરે. તે ઓસ્ટ્રેલિયા સરકારનો કાનૂન છે, જ્યાં કોઈ નિશ્ચિત તારીખ પહેલા કોઈને પણ દેશમાં આવવાની મંજૂરી નહીં હોય. જો ટી-20 વર્લ્ડકપનું આયોજન સમયસર ન થઈ શકે તો બીસીસીઆઈ પાસે આ ઘરેલુ ટૂર્નામેન્ટનું આયોજન કરવાનો પૂરો અધિકાર છે. હાલ એવી અટકળો થઈ રહી છે કે કોવિડ-19 મહામારીના કારણે 18 ઓક્ટોબરથી 15 નવેમ્બર વચ્ચે રમાનારા ટી-20 વર્લ્ડકપને સ્થગિત કરવામાં આવી શકે છે. બીસીસીઆઈ આ દરમિયાન આઈપીએલ આયોજિત કરવાની યોજના પર કામ કરી શકે છે. ગલ્ફ ન્યૂ’ અખબારના રિપોર્ટ અનુસાર, યૂએઈના બોર્ડે બીસીસીઆઈ સામે આઈપીએલ -13ના આયોજનનો પ્રસ્તાવ મુક્યો છે. અખબારે બોર્ડના જનરલ સેક્રેટરી મુબશ્શિર ઉસ્માનીના હવાલાથી જણાવ્યું કે, યૂએઈ બોર્ડે ન્યૂટ્રલ વેન્યૂ તરીકે પોતાનો અનુભવ રજૂ કર્યો છે. અહેવાલામાં ઉસ્માનીના હવાલાથી કહેવામાં આવ્યું છે કે, “ભૂતકાળમાં પણ અમીરાત ક્રિકેટ બોર્ડે યૂએઈમાં સફળતાપૂર્વક આઈપીએલ મેચોની યજમાની કરી હતી. ન્યૂટ્રલ વેન્યૂ તરીકે કોઈ દ્વિપક્ષીય સીરીઝ અને આંતરરાષ્ટ્રીય ટૂર્નામેન્ટની યજમાનીનો અમારો રેકોર્ડ શાનદાર છે.”

ટોપ સ્ટોરી

IND vs SL 2nd Test: કોલંબોના મેદાન પર રવિન્દ્ર જાડેજાના નામે નોંધાશે અનોખો વર્લ્ડ રેકોર્ડ
IND vs SL 2nd Test: કોલંબોના મેદાન પર રવિન્દ્ર જાડેજાના નામે નોંધાશે અનોખો વર્લ્ડ રેકોર્ડ
IND vs SL 2nd Test: શુભમન ગિલ તોડી શકે છે જો રૂટનો મોટો રેકોર્ડ, જાણો શું છે ખાસ
IND vs SL 2nd Test: શુભમન ગિલ તોડી શકે છે જો રૂટનો મોટો રેકોર્ડ, જાણો શું છે ખાસ
Vaibhav Sooryavanshi: કાલે એક્શનમાં જોવા મળશે વૈભવ સૂર્યવંશી, ચોગ્ગા-છગ્ગાનો કરશે વરસાદ?
Vaibhav Sooryavanshi: કાલે એક્શનમાં જોવા મળશે વૈભવ સૂર્યવંશી, ચોગ્ગા-છગ્ગાનો કરશે વરસાદ?
India vs Sri Lanka: કાલે કોલંબોમાં રમાશે ભારત અને શ્રીલંકા વચ્ચે બીજી ટેસ્ટ, જાણો પિચ અને હવામાન રિપોર્ટ
India vs Sri Lanka: કાલે કોલંબોમાં રમાશે ભારત અને શ્રીલંકા વચ્ચે બીજી ટેસ્ટ, જાણો પિચ અને હવામાન રિપોર્ટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ ઉતરી જાય છે ગુજરાતી ફિલ્મના પાટીયા ?
Hun To Bolish : હું તો બોલીશ : હવે ક્યારે વરસાવશે મેઘરાજા હેત ?
Kutch Scrap Godown Blast: નખત્રાણાના ભંગાર ગોડાઉનમાં ભયાનક બ્લાસ્ટ! એક જ પરિવારના 4 લોકોના મોત
Gujarat Rain Forecast : ગુજરાતમાં હજુ 7 દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ?
Bhavnagar Lattha kand: ભાવનગર લઠ્ઠાકાંડ પર અત્યારના મોટા સમાચાર, મૃત્યુઆંક 11 પર પહોંચ્યો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
‘મનુસ્મૃતિમાં એ શરમજનક છે કે, મહિલાઓને પિતા, પતિ અને...’, પુણેમાં રાહુલ ગાંધીનો પ્રહાર
‘મનુસ્મૃતિમાં એ શરમજનક છે કે, મહિલાઓને પિતા, પતિ અને...’, પુણેમાં રાહુલ ગાંધીનો પ્રહાર
કચ્છના નખત્રાણામાં મોટો ધડાકો: ભંગારના વાડામાં બ્લાસ્ટથી 2 સગા ભાઈ અને 2 માસૂમના મોત
કચ્છના નખત્રાણામાં મોટો ધડાકો: ભંગારના વાડામાં બ્લાસ્ટથી 2 સગા ભાઈ અને 2 માસૂમના મોત
IMD Alert: આવતીકાલે 25 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 80kmph ઝડપે પવન ફૂંકાશે
IMD Alert: આવતીકાલે 25 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 80kmph ઝડપે પવન ફૂંકાશે
ભાવનગર લઠ્ઠાકાંડ: આજે વધુ 3 દર્દીના મોતથી મૃત્યુઆંક 11 પર પહોંચ્યો; મુખ્ય આરોપીની કુંડળી ખુલી
ભાવનગર લઠ્ઠાકાંડ: આજે વધુ 3 દર્દીના મોતથી મૃત્યુઆંક 11 પર પહોંચ્યો; મુખ્ય આરોપીની કુંડળી ખુલી
ગુજરાત પોલીસમાં ઐતિહાસિક નિર્ણય: પતિ-પત્નીના કિસ્સામાં 415 પોલીસકર્મીઓની એકસાથે બદલી
ગુજરાત પોલીસમાં ઐતિહાસિક નિર્ણય: પતિ-પત્નીના કિસ્સામાં 415 પોલીસકર્મીઓની એકસાથે બદલી
અમદાવાદ સહિત રાજ્યમાં 7 દિવસ વરસાદની આગાહી: પવન સાથે વરસશે ઝાપટાં, જુઓ વેધર રિપોર્ટ
અમદાવાદ સહિત રાજ્યમાં 7 દિવસ વરસાદની આગાહી: પવન સાથે વરસશે ઝાપટાં, જુઓ વેધર રિપોર્ટ
મોંઘવારીનો માર: અઠવાડિયામાં ડુંગળી 40% મોંઘી થઈ, જાણો તમારા શહેરમાં શું છે ભાવ
મોંઘવારીનો માર: અઠવાડિયામાં ડુંગળી 40% મોંઘી થઈ, જાણો તમારા શહેરમાં શું છે ભાવ
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને મોટી જવાબદારી, Gen Z સાથે સંવાદ સેતુ માટેની કમિટીમાં મળ્યું સ્થાન
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને મોટી જવાબદારી, Gen Z સાથે સંવાદ સેતુ માટેની કમિટીમાં મળ્યું સ્થાન
Embed widget